‘સાહો’ ની શૂટિંગ પછી લગ્ન કરી લેશે બાહુબલી પ્રભાસ, જાણો કોણ છે પ્રભાસ ની થનારી ભાવિ દુલ્હન….

0

બાહુબલી ફિલ્મ ની સાથે માત્ર ભારત જ નહીં પણ પૂરી દુનિયા પર છવાઈ જનારા પ્રભાસ ખુબ જ લાખો લોકોના દિલ ને તોડવાના છે. પ્રભાસ ના લગ્ન ની ખબરો ખુબ લાંબા સમયથી ઉઠી રહી છે, પણ અત્યાર સુધી આ બાબત પર કોઈ પાકી જાણકારી સામે આવી ન હતી. પ્રભાસ પણ હાલના દિવસોમાં ‘સાહો’ ની શૂટિંગ માં વ્યસ્ત છે, પણ આ વચ્ચે તેના લગ્ન ની ખબર પણ સામે આવી છે જેને જાણીને લાખો કરોડો હસીનાઓ નું દિલ તૂટી જાશે. આ વાતની જાણકારી પ્રભાસ ના મામા એ આપી છે.
પ્રભાસ ના મામા એ આપી જાણકારી:પ્રભાસ ના મામા કૃષ્ણનમ રાજુ એ આ વાત ને પાકી કરી છે અને કહ્યું છે કે પ્રભાસ સાહો ની શૂટિંગ પુરી કર્યા પછી લગ્ન કરી લેશે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે હાલ પ્રભાસ ફિલ્મમાં વ્યસ્ત છે અને જેવી જ ફિલ્મ ની શૂટિંગ પૂરું થાશે તે લગ્ન કરી લેશે. જો કે બાહુબલી ના સમય થી જ પ્રભાસ ના લગ્ન ની ખબરો સામે આવી રહી હતી. ફિલ્મ ની સફળતા પછી એક સાથે 6000 લગ્ન ના માગા પ્રભાસ માટે આવ્યા હતા.કોણ હશે પ્રભાસ ની થનારી ભાવી પત્ની:
જણાવી દઈએ કે કૃષ્ણનમ એ પ્રભાસ ની થનારી દુલ્હન ની કોઈ જાણકારી આપી ન હતી. પ્રભાસ નું નામ મોટાભાગે તેની કોસ્ટાર અનુષ્કા શેટ્ટી ની સાથે જોડવામાં આવે છે. જો કે તેમણે હંમેશા પોતાનો સંબંધ એક મિત્ર નો જણાવ્યો છે અને ક્યારેય કોઈ ખુલાસો કર્યો ન હતો. જો કે એ પણ ખબર છે બંને આગળના વર્ષ થી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
બાહુબલી ફિલ્મ માં અનુષ્કા એ પ્રભાસ ની માં અને પત્ની બંને નો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં બંન્ને ની કેમેસ્ટ્રી ખુબ જોવા મળી હતી. પ્રભાસ જયારે પણ કોઈ સ્ટન્ટ કરતા તો અનુષ્કા હંમેશા કહેતી કે ધ્યાનથી કરજે અને તારું ધ્યાન રાખજે. જેના પછી એવું લાગે છે કે બંને એકબીજાના મિત્ર કરતા પણ કઈક વધારે છે.અનુષ્કા ને ડેટ કરી રહ્યા છે પ્રભાસ:
હાલમાં જ રાજામૌલી એ પોતાની દીકરી ના લગ્ન કર્યા હતા જેમાં બાહુબલી ની ટીમ ના દરેક કિરદારો નજરમાં આવ્યા હતા. આ લગ્ન માં પણ દરેક કોઈનું ધ્યાન અનુષ્કા અને પ્રભાસ પર જ રહ્યું હતું. આ સિવાય પ્રભાસ કોફી વિથ કરન નો હિસ્સો પણ બન્યા હતા. પ્રભાસ ને ખુબ શર્મિલા માનવામાં આવે છે પણ આ શો માં પ્રભાસ એ ખુબજ મસ્તી કરી હતી. કરન ના પૂછવા પર પ્રભાસે કહ્યું હતું કે તે અને અનુષ્કા માત્ર સારા એવા મિત્રો જ છે. હવે જોવાનું છે કે ક્યારે પ્રભાસ પોતાની થનારી ભાવિ પત્ની નો ખુલાસો કરે.Author: GujjuRocks Team (વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here