સાનિયા મિર્ઝા-શોએબ ના પુત્રને ભારતીય નાગરિકતા મળશે કે પાકિસ્તાનની? જાણો

0

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એ બુધવાર ની સવારે હૈદરાબાદ માં પુત્ર ને જન્મ આપ્યો છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને સાનિયા ના દીકરા ને ‘ઇજાન મિર્જા મલિક’ નામ આપવામાં આવ્યું છે. પણ માત્ર એક જ દિવસના થતા-થતા ઇજાન ભારત-પાકિસ્તાન ની રાજનીતિના ચક્ર માં ફસાઈ ગયા. રિપોર્ટ ના અનુસાર દીકરા ને પાકિસ્તાની નાગરિકતા મળવી મુશ્કેલ નજરમાં આવી રહી છે. પાકિસ્તાની એજન્સી ના આધારે ભારતીય નાગરિક ને પાકિસ્તાન ના પાસપોર્ટ અને ઇમિગ્રેશન ના નિયમો ના અનુસાર નાગરિકતા આપી ના શકાય.નિયમોના અનુસાર કોઈપણ પાકિસ્તાની નાગરિક ભારત ના અતિરિક્ત અન્ય કોઈપણ દેશ ની બે નાગરિકતા રાખી શકે છે. એવામાં ભારત માં જન્મ લેવાથી ઇજાન મિર્જા મલિક પ્રાકૃતિક રૂપથી ભારતીય નાગરિક છે. તેની માંતા ભારતીય નાગરિક છે, સાનિયા એ શોએબ સાથે લગ્ન કર્યા પછી પણ ભારતીય નાગરિકતા છોડી ન હતી.

શોએબ પાકિસ્તાન માં સિયાલકોટ ના રહેનારા છે તેનો પરિવાર પણ ત્યાં જ રહે છે. બુધવારે દીકરા ના જન્મના સમાચાર મળતા જ તેની માં એ મીઠાઈઓ વહેંચી હતી, જયારે શોએબ ના ફેન્સ તેના ઘરે ઢોલ-નગારા લઈને જશ્ન મનાવા માટે પહોંચ્યા હતા. શોએબ ની માં નું કહેવું છે કે પૌત્ર ના જન્મની ખબર થી તે ખુબ જ ખુશ છે. તેમણે કહ્યું કે હું આશા કરું છું કે તે પણ પોતાના પિતા શોએબ ની જેમ જ સુંદર હોય. જો કે નાગરિકતા અને બે દેશો ના વિવાદને એકબાજુ કરીને બંને દેશ ના ફેન્સ એ તેઓના ઘરે આવેલા નવા મહેમાન ના આગમન પર ખુશી વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ આપી હતી.

શું છે નવજાત બાળક માટે ભારતીય નાગરિકતા ની જોગવાઈ?:

7 જાન્યુઆરી 2004 પછી ભારત માં જન્મેલા કોઈપણ વ્યક્તિ ને ભારતનો જ નાગરિક માનવામાં આવે છે, જો તેના બંને અભિભાવક(માતા-પિતા) ભારતના નાગરિક હોય અથવા તો જો એક અભિભાવક ભારતીય હોય અને બીજો તેના જન્મ ના સમય પર ગૈર કાનૂની અપ્રવાસી(સ્થળાંતર)ન હોય, તો તે નાગરિક ભારતીય કે પછી વિદેશી હોઈ શકે છે.

3 ડિસેમ્બર 2004 પછીથી, ભારત ની બહાર જન્મેલા વ્યક્તિ ને ભારતનો નાગરિક માનવામાં નથી આવતો જો જન્મ પછી એક વર્ષના સમયગાળા ની અંદર તેના જન્મ ને ભારતીય વાણિજ્ય દૂતાવાસ માં નોંધણી કરવામાં ન આવ્યું હોય. અમુક વિશેષ પરિસ્થિતિઓ માં કેન્દ્ર સરકાર ની અનુમતિ ના દ્વારા 1 વર્ષ ના સમયગાળા પછી પણ નોંધણી કરી શકાય છે. એક ભારતિય વાણિજ્ય દૂતાવાસ માં એક અવયસ્ક બાળક ના જન્મ ને નોંધણી માટે આવેદન આપવાની સાથે માતા-પિતા એ પણ લેખિત માં ઉપક્રમ(અન્ડરલેખિત) ને તે કહેવાનું રહેશે કે આ બાળક ની પાસે કોઈ અન્ય દેશનો પાસપોર્ટ નથી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here