શિયાળો આવી રહ્યો છે વાંચો બાજરી ખાવાના ફાયદા, વજન ઘટાડવા માંગતા મિત્રો માટે ખાસ વાંચો લેખ

0

બાજરા ના ફાયદાઓ અને ઔષધિય ગુણ

આજે આપણે જોઈએ છીએ કે વધારે પડતાં લોકો પોતાના ખોરાક માં ઘઉં ના લોટ ની બનેલી રોટલી નો ઉપયોગ કરે છે. જ્યારે પહેલા ના વખત માં લોકો પોતાના ખોરાક માં બાજરા ના લોટ ના રોટલા નો વધુ ઉપયોગ કરતાં હતા. આજે પણ પહેલા ના ઉંમર લાયક લોકો બાજરા નો જ ઉપયોગ કરે છે. તો શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પહેલા ના લોકો કેમ બાજરા ના લોટ ના રોટલા ખાતા ? પહેલા ના લોકો ઘઉં ની સાથે સાથે બીજા મોટા અનાજ જેવા કે ચણા, બાજરો, ઝાર, અને મકાઈ ના લોટ ની રોટલીઓ પણ ખાતા. કારણ કે આ અનાજ પૌષ્ટિક તત્વો થી યુક્ત અને તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયક છે. પરંતુ આજે લોકો સૌથી વધુ ઘઉં નો ઉપયોગ કરવા લાગ્યા છે, જેના કારણે તેમને પર્યાપ્ત માત્રા માં પૌષ્ટિક તત્વ મળતા નથી. પરંતુ જો તમને આ ખોરાક અંગે તેના અગણિત ફાયદાઓ જાણી લેશો તો સાચે જ તમે આ અનાજ જેવા કે ઝાર, બાજરો, મકાઈ ચણા, જવ વગેરે નું સેવન કરવા નું શરૂ કરી દેશો. ચાલો તો આજે જાણીશું બાજરા ના ફાયદા અને તેના ઔષધિય ગુણ વિશે.

બાજરા ના ફાયદા અને ઔષધિય ગુણ

શિયાળા ની ઋતુ માં ગ્રામીણ ક્ષેત્રો ના લોકો બાજરા ની બનેલી રોટલી, લાડવા, ખીચડી, અને ટિક્કી ને સૌથી વધુ ખાવા નું પસંદ કરે છે. બાજરા ની પ્રકૃતિ ગરમ છે. તેમાં ઉર્જા વધુ પ્રમાણ માં રહેલી છે. જેના કારણે બાજરા નો ખોરાક ના રૂપ માં ઉપયોગ કરવા થી લોકો વધારે શક્તિશાળી અને એનર્જેટિક બની રહે છે.

1. પોષક તત્વ
બાજરા ની અંદર મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગ્નીજ, ફૉસ્ફરસ, ફાઈબર (રેશા), વિટામિન બી અને એન્ટિ ઓક્સિટેંડ જેવા તત્વ પ્રાપ્ત થાય છે,
2. હ્રદય ની બીમારી
બાજરો એ મેગ્નેશિયમ અને પોટેશિયમ નું એક ખૂબ જ સારું સ્ત્રોત છે. જે કોલેસ્ટ્રોલ ના લેવલ ને કંટ્રોલ કરી ને હ્રદય ની બીમારીઓ થી બચાવે છે અને તમને તંદુરસ્ત રાખવા માં મદદ કરે છે.

3. પાચનક્રિયા માં સહાયક
જેમ અગાઉ કહ્યું કે બાજરા માં વિપુલ પ્રમાણ માં ફાઈબર રહેલું છે. જે પાચનક્રિયા ને બરાબર કરવા માં ઘણી મદદ કરે છે. આ ઉપરાંત ગેસ, કબજીયાત, અને એસિડિટી જેવી સમસ્યાઓ થી પણ બચાવે છે.
4. કેન્સર થી બચાવે
બાજરા માં રહેલ એન્ટિ-ઓક્સિડેંટ શરીર ને અનેક રોગો સામે લડવા માટે ની શક્તિ આપે છે. બાજરો એ કેન્સર જેવી જીવલેણ બીમારી ને રોકવા માં પણ મદદ કરે છે.

5. વજન ઘટાડવા માં મદદરૂપ
આજે મોટા ભાગ ના લોકો વજન વધારા ની સમસ્યા થી પરેશાન છે. પરંતુ વજન ઓછું નથી થતું, પણ વધતું જાય છે. પણ આ વજન વધવા ની સમસ્યા નું એક નિરાકરણ છે બાજરો. કારણ કે બાજરા ની અંદર ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું હોવાથી પેટ હંમેશા ભરેલું-ભરેલું લાગે છે. અને ભૂખ ઓછી લાગે છે. જેના કારણે વજન કંટ્રોલ કરવા માં મદદ મળે છે.
6. ઉર્જા પ્રદાન કરે છે
બાજરો એ ઉર્જા નો ખૂબ જ સારો એવો સ્ત્રોત છે. બાજરા માં ઘણા એવા પ્રાકૃતિક ગુણ રહેલા છે, જેના કારણે બાજરા નું સેવન કરવા થી થાક ઓછો લાગે છે. અને આખો દિવસ એનર્જેટિક બની રહેવાય છે.
7. ડાયાબિટીસ થી બચાવે છે
જો પોતાના ના ખોરાક માં નિયમિત રૂપે બાજરા નું સેવન કરવા માં આવે તો ડાયાબિટીસ ની સમસ્યા ઓછી થઈ જાય છે. આથી ડાયાબિટીસ ના દર્દી એ બાજરા નું સેવન અવશ્ય કરવું જોઈએ.8. હાડકાઓ ને મજબૂત બનાવે
બાજરા નું સેવન કરવા થી કેલ્શિયમ મળે છે, જે હાડકાઓ ને મજબૂત બનાવે છે. આથી અસ્ટિયોપોરોસિસ જેવા રોગો થી પણ બચી શકાય છે.

9. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ ફાયદાકારક
ગર્ભાવસ્થા માં બાજરા નું સેવન ફાયદાકારક છે. બાજરા માં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં રહેલા છે. આથી બાજરા ની રોટલી અથવા બાજરા ની ખીચડી બનાવી ને જરૂર થી ખાવી જોઈએ. પણ બાજરા ની પ્રકૃતિ ગરમ છે આથી વધુ પડતું સેવન કરવું નહીં.

10. અસ્થમા
જે લોકો અસ્થમા જેવા રોગ થી પીડાય છે, તેમણે બાજરા નું સેવન જરૂર કરવું જોઈએ. જેના સેવન થી અસ્થમા માં ઘણી રાહત મળશે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here