શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જ જોઈએ, વાંચો તેના ફાયદા અને આજથી જ શરૂઆત કરો ખાવાનું.

0

ચ્યવનપ્રાશ ના ફાયદા

આયુર્વેદ મા ચ્યવનપ્રાશ ને ખુબ મહત્વ નુ બતાવવા મા આવ્યુ છે. આ એક એવી આયુર્વેદીક ઔષધી છે જે બાળકો થી લઈ ને ઉંમર લાયક સુધી બધા લઈ શકે છે. અને બધા ને નીરોગી રાખે છે. ચ્યવનપ્રાશ ને બનાવવા માટે ૪૦ થી ૫૦ ઘટકો ની જરૂર પડે છે. આમા મુખ્ય ઘટક આંબળા હોય છે. તાજા આંબળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. આને સુકવવા થી પણ આમા રહેલી વિટામીન સી ની માત્રા ઓછી થતી નથી. ચ્યવનપ્રાશ મા ઔષધી થી ભરપુર લગભગ ૩૬ જાત ની જડી બુટી હોય છે. આ બધી ઔષધી ને ભેળવી ને ચ્યવનપ્રાશ બાનાવવા મા આવે છે.

એવુ કહેવા મા આવે છે કે ચ્યવનપ્રાશ ની શોધ ચ્યવન નામ ના ઋષી એ કરી હતી. અને બીજી એક પ્રચલીત વાર્તા પ્રમાણે ચ્યવનપ્રાશ ની શોધ અશ્વિની કુમારો એ ચ્યવન રૂષી માટે કરી હતી. તે પ્રમાણે તેનુ નામ ચ્યવનપ્રાશ પડ્યુ છે.

ચ્યવનપ્રાશ ના ફાયદા રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે

ચ્યવનપ્રાશ એક આયુર્વેદીક સ્વાસ્થય ટોનીક છે. જે સ્વાસ્થય ને બનાવી રાખવા માટે અને રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે ઉપયોગી છે. ચ્યવનપ્રાશ મા મુખ્ય સામગ્રી આંબળા છે જે મા વીટામીન સી ની ઉત્તમ માત્રા હોય છે જેના લીધે શરીર ની ઈમ્યુનીટી વધારવા માટે સહાયક થાય છે.

ચ્યવનપ્રાશ ના ફાયદા ત્વચા માટે

ચ્યવનપ્રાશ આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાન મા એક ખુબ સારી કાયાકલ્પ કરવા વાળી ઔષધી તરીકે વખણાય છે. ચ્યવનપ્રાશ ના સેવન થી શરીર મા વિષાતક પદાર્થો અને મગજ માથી તનાવ ને બહાર નિકાળવા મા મદદ મળે છે. ચ્યવનપ્રાશ થી ભોજન સંબધી આદતો, દુષીત વાતાવરણ થી થવા વાળી પોષણ સંબધીત વિકારો ને દુર કરી ત્વચા ને પોષણ આપે છે જેથી ત્વચા મા નવો નિખાર આવે છે. ચ્યવનપ્રાશ મા ખુબ સારા એંન્ટીઓક્સીડંન્ટ હોય છે જે આપણી ત્વચા ને ફ્રિ રૈડીકલ્સ થી થવા વાળા નુકશાન થી બચાવે છે.

ચ્યવંનપ્રાશ ના ફાયદા વધતી ઉમર ને રોકવા માટે.

ચ્યવનપ્રાશ ઉમર ને વધતી રોકવા વાળી ઓષધી છે. જે કોશીકાઓ મા પોષક તત્વો ને સુધારવા નુ કામ કરે છે. આ હ્રદય ને મજબુત બનાવે છે અને મગજ મા ઓક્સીજન ની પુરતી કરે છે. આની અંદર રહેલ વિટામીન સી જે એક એંન્ટીઓક્સીડંન્ટ છે, જે શરીર ને રોગો થી બચાવી અંદર થી મજબુત કરે છે. આ ના નિયમીત સેવન થી મોટી ઉમરે ચહેરા ઉપર થતી ફાઈન લાઈંન્સ ની માત્રા ને ઓછી કરે છે.

ચ્યવનપ્રાશ ના ફાયદા હ્રદય માટે

આજકાલ ખાવા મા કોલેસ્ટ્રોલ ખુબ વધારે માત્રા મા મળી આવે છે. જેનાથી હ્રદય ને નુકશાન થાય છે. ચ્યવનપ્રાશ મા એવી જડીબુટી મળી આવે છે જે લોહી ની પરીસંચરણ ને વ્યવસ્થીત કરે છે અને લોહી ને શુધ્ધ કરવા મા મદદ કરે છે. ચ્યવનપ્રાશ હ્રદય ની માસપેશીયો ને મજબુત બનાવી શક્તિ પ્રદાન કરે છે. તથા તે ધડકન ને નિયમીત રાખવા મા ઘણૂ ઉપયોગી થાય છે.

ચ્યવનપ્રાશ ના ફાયદા મસ્તીષ્ક માટે

માનસીક દર્દીઓ ને ચ્યવનપ્રાશ ના નિયમીત સેવન થી ફાયદો થતો જોવા મળ્યો છે. કારણ કે આ માનસીક ક્ષમાતા ઓ ને વધારવા ની સાથે અનિંદ્રા, સ્મરણ શક્તિ, પાગલ પન, અલ્જાઈમર જેવા મગજ સંબધીત રોગો મા ફાયદા કારક છે. ચ્યવનપ્રાશ દીમાગ ને તેજ કરી અને મગજ ની સ્મરણ શક્તિ વધારે છે. આ મસ્તિષ્ક ના કાર્યો ને વધારે સારા કરે છે.

ચ્યવનપ્રાશ ના ફાયદા પાચન તંત્ર માટે

ચ્યવનપ્રાશ પાચન ક્રિયા મા સુધારો કરે છે, આ આમાશય ને કાબુમા કરી ક્ફ, પિત અને વાયુ ની પ્રણાલી ને બરાબર કરી પાચન ક્રિયા મા સુધાર લઈ આવે છે. આ આમાસય, આંતરડા, જીગર વગેરે અંગો ને શક્તિ પ્રદાન કરી એનુ પોષણ કરે છે. એ સીવાય ચ્યવનપ્રાશ કબજીયાત માટે પણ ઉપયોગી થાય છે. ચ્યવનપ્રાશ નુ નિયમીત સેવન થી આતરડા મજબુત થાય છે જે થી તમારૂ પાચન આપો આપ સરખુ થઈ જાય છે.

ચ્યવનપ્રાશ ના ફાયદા શ્વસન પ્રલાણી માટે

ચ્યવનપ્રાશ શ્વસન પ્રલાણી ના પ્રાથમીક સંક્રમણ જેવા કે શરદી, તાવ, ઉધરસ ને થતા રોકે છે. જે થી તમારી શ્વસન પ્રણાલી સારી રહે છે. ચ્યવનપ્રાશ ફેફસા ને શક્તિ આપી ફેફસા ના કાર્યો મા સુધાર કરે છે. જે લોકો શ્વાસ ના રોગો જેવા કે દમ, ટીબી જેવા રોગો થી પીડાતા હોય તેમના માટે ચ્યવનપ્રાશ એક ઉત્તમ ઓષધી છે. કારણ કે ચ્યવનપ્રાશ ના સેવન થી શરીર મા નવી ઉર્જા મળે છે જે તમામ રીતે ફાયદા કારક છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here