શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે સૂંઠ, જાણો તેના અધધધ…7 ફાયદાઓ વિશે

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ તમને ઘણી બીમારીમાંથી ઉગારે છે. સૂંઠ એટલે સુકાયેલું આદુંનો પાવડર. તો જોઈએ આપણે સૂંઠથી કયા કયા લાભ મેળવી શકીએ છીએ. સૂંઠ એ શરીરના પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને અંગો પર ઔષધરૂપે અનુકૂળ પ્રભાવ પડે છે

1. એક ચમચી સૂંઠનું ચૂર્ણ+બે ચમચી ગોળ+ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. 2. ખૂબ જૂની ક્રોનિક શરદી હોય અને વારંવાર નાક બંધ થઈ જતું હોય, તેણે બકરીના દૂધમાં સૂંઠ અને ઘીનાં બે ટીપાં બંને નાકમાં નાખવાં જોઈએ.
3. 15 ગ્રામ સૂંઠનું ચૂર્ણ+15 ગ્રામ મેથીનું ચૂર્ણ ત્રણથી ચાર ચમચી ગળોના રસ સાથે લેવાથી સંધિવા મટે છે. 4. જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ+10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ.
5. સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે. 6. સતત ઉધરસથી રાહત પામવા મધમાં સૂંઠનો ભૂક્કો ભેળવી ખાવું.
7. સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે.

સોજન્ય: સંદેશ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!