શિવરાત્રિએ રાશિ પ્રમાણે શિવલિંગ ઉપર શેનાથી અભિષેક કરશો – વાંચો અહી ક્લિક કરીને 12 રાશીઓ વિશે..

0

શિવરાત્રિએ રાશિ પ્રમાણે શિવલિંગ ઉપર શેનાથી અભિષેક કરશો. ચાલો જાણીએ.

જો રુદ્રભિષેક પોતાની રાશિ પ્રમાણે કરવામાં આવે તો તેનો ખૂબ જ વધારે ફાયદો થતો હોય છે આવો જાણીએ તમારી રાશિ પ્રમાણે કઈ રીતે શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરશો. ભગવાન શિવને રુદ્ર કહેવામાં આવે છે.

1. મેષ રાશિ
આ રાશિના જાતકોએ શેરડીના રસ અને મધ થી રુદ્રાભિષેક કરવો.
2. વૃષભ રાશિ: આ રાશિના જાતકોએ દહીંથી રુદ્રાભિષેક કરવો
3. મિથુન રાશિ: આ રાશિના જાતકોએ શેરડીના રસથી રુદ્રાભિષેક કરવો.
4. કર્ક રાશી: આ રાશિના જાતકોએ દૂધ અથવા તો મધથી રુદ્રાભિષેક કરવો
5. સિંહ રાશી: સિંહ રાશિના જાતકો મધ અને શેરડીના રસથી રુદ્રાભિષેક કરવું જોઈએ.
6. કન્યા રાશિ: આ રાશિના જાતકોએ દહીંથી રુદ્રાભિષેક કરવો જોઈએ. 7. તુલા રાશિ: આ રાશિના જાતકોએ દૂધથી રુદ્રાભિષેક કરવો
8. વૃશ્ચિક રાશી: આ રાશિના જાતકોએ શેરડીના રસથી રુદ્રાભિષેક કરવો
9. ધનુરાશિ: આ રાશિના લોકોએ દૂધ અને મધની રુદ્રાભિષેક કરી શકે છે
10. મકર રાશિ: આ રાશિના જાતકોએ ગંગાજળમાં ગોળ ઉમેરીને રુદ્રાભિષેક કરી શકે છે.
11. કુંભ રાશિ: આ રાશિના જાતકોએ દહીંથી રુદ્રાભિષેક કરવો.
12. મીન રાશિ: આ રાશિના જાતકો મધ અથવા તો શેરડીના રસથી રુદ્રાભિષેક કરી શકે છે.

શંકર ભગવાનને બીલીપત્ર પ્રિય છે એટલા માટે બીલીપત્ર ચડાવવામાં આવ્યો છે બીલીપત્ર ઉપર om લખીને ભગવાનને અર્પિત કરવામાં આવે છે.

આ શિવરાત્રિએ ભગવાનની પૂજા કરવાનો મંત્ર અને આરાધ્ય કરવાનું ભૂલશો નહીં.

Story: નિરાલી હર્ષિત ગોર..

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

શા માટે મહાશિવરાત્રીનું વ્રત કરવું જોઈએ??

મહાશિવરાત્રી ભગવાન શિવ નો તહેવાર છે દરેક ભક્તો આ તહેવાર ની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જુવે છે. ભક્તો ભક્તિના સંગમાં અને ભાંગના રંગમાં રંગાઈ જાય છે. આ તહેવાર હિન્દુ તિથિ પ્રમાણે કૃષ્ણપક્ષની ત્રયોદશી અને ચતુર્દશી એ ઉજવવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર આ જ દિવસે શંકર ભગવાન રુદ્રના સ્વરૂપમાં બ્રહ્મમાંથી પ્રગટ થયા હતા. મધ્યરાત્રીએ બ્રહ્મમાંથી રુદ્ર સ્વરૂપ માં પ્રગટ થયા હતા એટલા માટે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાના લગ્ન થયાં હતાં.

આ દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. શિવરાત્રિનાં વ્રત સાથે એક પ્રાચીન કહાની પણ જોડાયેલી છે.

ગુરૂદ્રોહ નામનો એક શિકારી હતો. શિકારી જાનવરોનો શિકાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શિવરાત્રિનો એ દિવસ હતો કે જ્યારે તેણે બહુ જ મહેનત કરી પણ તેને કોઈ જ શિકાર મળ્યો ન હતો. ખૂબ જ કંટાળીને તે એક તળાવ પાસે ગયો તળાવ પાસે એક વૃક્ષ હતો તે પાણી લઈને એ વૃક્ષ ઉપર ચડ્યો.
વૃક્ષ હતું બીલીપત્રનું. એ વૃક્ષની નીચે કુદરતી રીતે ઉત્પન્ન થયેલું શિવલિંગ હતું. શિવલિંગ એ સૂકાયેલા બિલીપત્રથી ઢંકાયેલું હતું. એટલા માટે શિવલિંગ દેખાતું ન હતું.

શિકારીએ પોતાની સાથે પાણી લઈને વૃક્ષ ઉપર ચડ્યો હતો જાણતાં કે અજાણતાં કે પાણીનું ટીપુ શિવલિંગ ઉપર પડ્યું શિકારીએ કંઈ ખાધું ન હતું એટલા માટે અજાણતા જ ઉપવાસ પણ થઈ ગયો હતો અને સાથે પૂજા પણ થઇ ગઇ હતી.

રાતના પહેલાં જ પ્રહરમાં ગર્ભવતી હરણીઅે તળાવ પાસે પહોંચી. શિકારીએ તરત જ તે હરણને મારવા માટે ધનુષ તૈયાર કર્યું કે તરત જ હરણીઅે ઉપર ઝાડ તરફ જોયું અને ખૂબ જ ધ્રુજતા અવાજે શિકારી ને કહ્યું-કે મને ના મારો. શિકારીએ કહ્યું કે હું ખૂબ જ લાચાર છું મારા ઘરે બાળ બાળકો અને મારી પત્ની ભૂખ્યા હશે, એટલા માટે હું તને નહીં જવા દઇ શકું. હરણીયા કહ્યું કે હું ગર્ભવતી છું હું મારા સંતાનોને મારા પતિને સોંપી દઉં અને પછી હું આવી જઈશ. પછી તમે મારો શિકાર કરી દેજો.

શિકારીને હરણી ઉપર દયા આવી ગઈ અને તેને જવા દીધી. થોડા સમય પછી બીજી એક હરણી પોતાના બચ્ચાની સાથે ત્યાંથી પસાર થઈ.
શિકારીએ તરત જ પોતાનું ધનુષ તૈયાર કર્યો. હરણીએ તરત જ કહ્યું કે મને આ બચ્ચાંઓને તેના પિતા સુધી પહોંચવા પહોંચાડી દેવા દો પછી ભલે તને મારો શિકાર કરી દો. હું પોતે જ તમારી પાસે ફરી આવી જઈશ.
શિકારીએ કહ્યું કે હું ખૂબ જ લાચાર છું મારા ઘરે બાળ બાળકો અને મારી પત્ની ભૂખ્યા હશે, એટલા માટે હું તને નહીં જવા દઇ શકું.

હરણી બોલી કે જેવી રીતે તમને તમારા બાળકોની ચિંતા છે એવી જ રીતે મને પણ મારા બાળકોની ચિંતા છે. એટલા માટે મને મારા બાળકો માટે થોડો સમય આપો. પોતાના બાળકો માટે ની આ રીત ની લાગણી જોઇને શિકારી ને એની ઉપર દયા આવી ગઈ અને તે હરણીને પણ તેને જવા દીધી.

સમય પસાર સમય પસાર કરવા માટે શિકારી એક પછી એક બીલીપત્રનાં પાન તોડી રહ્યો હતો અને નીચે ફેંકી રહ્યો હતો. થોડીવાર પછી ફરીએકવાર શિકારી ને બીજું એક હરણ દેખાયું. ફરી એકવાર શિકારી ધનુષ સાથે તૈયાર થઈ ગયો. હરડે શિકારીને કહ્યું કે જો તે મારા બાળકો અને પત્નીને મારી નાંખ્યા હોય તો મને પણ મારી નાખો.જો મારા બાળકો અને મારી પત્નીને જીવનદાન આપ્યું હોય તો મને પણ જીવન દાન આપી દો થોડા સમય માટે જેથી હું મારા બાળકો અને પત્નીને છેલ્લીવાર થોડા સમય માટે મળી લઉં એમની સાથે થોડો સમય પસાર કરી દઉં.
હું વચન આપું છું કે હું તરત જ એમને મળ્યા પછી તમારી સામે હાજર થઈ જઈશ શિકારીએ તેને પણ જવા દીધો અને થોડા સમય પછી ત્રણેહરણ શિકારી પાસે આવ્યા.

sigari આખો દિવસ ભૂખ્યો હતો તેણે કંઈ જ ખાધું ન હતું અને અજાણતાં જ તેનાથી ભગવાન શિવની પૂજા પણ થઇ ગઇ હતી. આ પ્રકારના પ્રકારે શિવરાત્રિનું વ્રત પણ થઈ ગયું હતું. વ્રતના પ્રભાવથી તેનું મન ખૂબ જ નિર્મળ અને નિઃસ્વાર્થ થઈ ગયો હતો. અને ત્રણે હરણને જવા દીધા હતા અને શિકારીએ પોતાની પોતે ભુતકાળમાં કરેલાં શિકારનો પસ્તાવો હતો, ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા
અને બોલ્યા કે આજ પછી હવે તારે આ શિકારીનું કામ છોડી દેવાનું છે. અને હવે એક પણ ગામ એવું નથી કરવાનું કે જેનાથી તું પાપ અને આત્મગ્લાનિ ની અનુભૂતિ કરવી પડે.
શિકારીએ રડતા પૂછ્યું કે આવી કૃપા આ એક પાપી પર શું કરવા ભગવાન?

સગર ભગવાને કહ્યું કે આજે શિવરાત્રિ છે અને અજાણતાં જ તે મારી બિલીપત્રથી પૂજા કરી અને વ્રત પણ કર્યું. એટલા માટે જ તારું કાયાકલ્પ થયું છે અને મન પણ પવિત્ર થયું છે.

જે પણ શિવભક્ત મહાશિવરાત્રિનાં દિવસે આ વ્રત કથા સાંભળશે તેને ખૂબ જ પૂર્ણ થશે અને તેને જે ફળ મળે છે તે બધા જ ફળ તથા સાંભળનારને મળશે.

લેખક: નિરાલી & હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!