ભગવાન શિવ ને બધા દેવતા થી ઊંચા માનવા માં આવ્યા છે એમને દેવો ના દેવ મહાદેવ કહેવા માં આવે છે. ભગવાન શિવ નું નામ ભોલે છે અને જો કોઈ એમને દિલ થી પૂજે તો એ જલ્દી પ્રશ્ન થઈ જાય છે. પણ જેટલી જલ્દી એ ખુશ થાય છે ત્યાં જ કોઈ ની એક ભૂલ થી ક્રોધિત. શિવપુરાણ ને અનુસાર, ભગવાન શિવ ની આરાધના કરવા થી અકાલ મૃત્યુ થી લઈ અને કુંડળી ના તમામ દોષ કપાય જાય છે. અને ભગવાન શિવ નો આશીર્વાદ તેમના પર હંમેશા રહે છે. એમની પૂજા સમય એ તેમની શિવલિંગ પર થોડી વસ્તુ ઓ જરૂર થી ચઢાવવા માં આવે છે. પણ ઘણા લોકો અજ્ઞાતાવશ થોડી એવી વસ્તુઓ ચઢાવી દે છે જે બિલકુલ વર્જિત હોય છે. તો બીજી વખત જ્યારે ભોલેનાથ ની પૂજા કરો ત્યારે શિવલિંગ ને પૂજવા વાળા આ ભૂલ ભૂલ થી પણ ન કરતા નહીં તો તમારે એનું ઊંધું ફળ ભોગવવું પડશે.
શિવલિંગ ને પૂજવા વાળાઓ એ ભૂલ થી પણ ન કરવી જોઈએ આ ભૂલ
ભગવાન શિવ ને આમ તો બધી વસ્તુઓ પ્રિય છે પણ એ વસ્તુ ઓ જ્યારે એમની શિવલિંગ પર ચઢાવાય જાય છે તો એ એમના નિયમ ને વિરુદ્ધ મનાય છે અને તેને સારું પ્રતીક માનવા માં આવતું નથી. એટલા માટે આ 7 વસ્તુ ઓ ભુલી ને પણ ક્યારેય ચઢાવી નહીં.
શંખહિન્દૂ ધર્મ માં દરેક શુભ કામો માં શંખ નો પ્રયોગ કરવા માં આવે છે. પણ શિવ પૂજા દરમિયાન શંખ નો પ્રયોગ વર્જિત માનવા માં આવે છે. એની પાછળ એક કારણ છે. કે ભગવાન શિવ એ શંખચુડ નામ ના અસુર નો વધ કર્યો હતો.જે ભગવાન વિષ્ણુ ના પરમભક્ત હતા. શંખ ને એ જ અસુર નું પ્રતીક માનવા માં આવે છે એટલા માટે ભગવાન શિવ શંખ નો પ્રયોગ પસંદ નહીં કરતા.
તુલસી ના પત્તાહિન્દૂ ધર્મ ના તુલસી ના છોડ ને ખૂબ પવિત્ર માનવા માં આવે છે. પણ શિવલિંગ પર તેને ચઢાવવા વર્જિત માનવા માં આવે છે. એવું એટલા માટે કે તુલસી ના અસુર પતિ નું વધ કર્યું હતું અને એવા માં ઘણા લોકો ભૂલ થી તુલસી ના પત્તા શિવલિંગ પર ચઢાવી દે છે.
અક્ષતહંમેશા લોકો અક્ષત ના રૂપ માં તૂટલે ચોખા ને પ્રયોગ માં લે છે અને હિન્દૂ ધર્મ માં ચાંદલો લગાવ્યા બાદ અક્ષત છાંટવા ની રીત છે. પણ શિવલિંગ પર એ ચઢાવવું અપૂર્ણ અને અશુદ્ધ માનવા માં આવે છે.
સિંદૂરશિવલિંગ પર ભૂલી ને પણ ક્યારેય સિંદૂર કે કુમકુમ ન ચઢાવવું જોઈએ કારણકે એને સૌભાગ્ય નું પ્રતીક માનવા માં આવે છે. જ્યારે ભગવાન શિવ વૈરાગી છે એટલે તેમના પર સિંદૂર ચઢાવવું વર્જિત માનવા માં આવે છે.
હલ્દીઘણા લોકો રોલી સાથે હલ્દી નો પ્રયોગ કરે છે અને તેને દેવી દેવતા ને અર્પિત કરે છે કારણકે હલ્દી દરેક રીતે શુભ હોવા નું પ્રતીક છે. પણ એનો સંબંધ પણ સૌભાગ્ય થી જોડેલ છે એટલા માટે ભગવાન શિવ પસંદ નહીં કરતા.
નારિયળશિવલિંગ પર ક્યારેય નારિયળ ન ફોડવું જોઈએ કે એમનો અભિષેક નારિયળ થી ક્યારેય ન કરવો જોઈએ. નારિયળ દેવી લક્ષ્મી નું પ્રતીક માનવા માં આવે છે અને એટલા માટે એ શિવલીંગ પર ચઢાવવું વર્જિત છે.
Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
