ભગવાન શિવના શિવ ચાલીસાના પાઠ કરો આવી રીતે, થશે બધી જ મનોકામના પૂર્ણ!!

0

પૂજા પાઠમાં શિવ ચાલીસાનું ખૂબ મહત્વ છે. શિવ ચાલીસાના સરળ શબ્દોના પાઠ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. શિવ ચાલીસાના પાઠથી મુશ્કેલથી મુશ્કેલ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકાય છે. શિવ ચાલીસાની આ 40 પંક્તિઓ સરળ શબ્દો અસ્તિત્વમાં છે, જેનો મહિમા ખૂબ જ વધારે છે. ભોળા સ્વભાવના કારણે મહાદેવને ભોલે ભંડારી જ કહેવામા આવે છે. શિવ ચાલીસના આ પાઠથી તે જલ્દી જ પ્રસન્ન થશે. અને પોતાના ભક્તને મનગમતું વરદાન પણ આપશે. એટલા માટે જ શિવ ચાલીસાના પાઠનું મહત્વ અનેક ગણું વધારે છે.
આજે જાણો શિવ ચાલીસાના પાઠ કેવી રીતે કરી શકાય છે તેના વિષે.

  • વહેલી સવારે ઉઠો અને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો
  • તમારૂ મોઢું પૂર્વ દિશામાં રાખો અને સ્વચ્છ આસન પર બેઠો

  • પૂજામાં ધૂપ દીપ અને સફેદ ચંદનની માળા અને સફેદ 5 ફૂલ પણ રાખો અને મિશ્રીનો પ્રસાદ પણ રાખો.
  • પાઠ કરતાં પહેલા ગાયના ઘીનો દિપક જલાવો. અને એક લોટામાં શુદ્ધ પાણી ભરો.
  • ભગવાન શિવના ચાલીસાનું ત્રણ વખત પાઠ કરો
  • શિવ ચલીસાના પાઠ મોટેથી બોલો, જેટલા લોકો સાંભળશે, તેટલો તમને જ લાભ થશે.
  • શિવે ચલીસાના પાઠ પૂર્ણ ભક્તિ ભાવથી કરો અને ભગવાન શિવને ખુશ કરો
  • પાઠ પૂર્ણ થઈ જાય પછી લોટાનું પાણીનો ઘરમાં છંટકાવ કરો અને થોડું પાણી જાતે જ પીવો. અને મિસરીનો પ્રસાદ નાના બાળકોમાં વહેંચી દો.

શિવ ચાલીસાના પાઠ વાંચીને મેળવો મનગમતું વરદાન –

  • બ્રહ્મ મુહુર્તમાં એક સફેદ આસન પર બેસો અને ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશા તરફ મોઢું રાખી બેસો.
  • ગાયના ઘીનો દિપક પ્રગટાવી શિવ ચાલીસાના 11 વાર પાઠ કરવા.
  • પાણી ભરેલ પાત્ર સામે રાખો અને મહાદેવને પ્રસાદ અર્પણ કરવો.
  • પછી એક બીલીપત્રને ઊંધું કરો અને શિવલિંગ ઉપર ચઢાવો.
  • મનગમતા વરદાન માટે લગાતાર 40 દિવસ સુધી આ પ્રયોગ કરો.

શિવ ચાલીસા વાંચવાથી થતાં લાભ

1. મનમાં ભય જો હોય તો નીચે આપેલ પંક્તિ વાંચો. આ પંક્તિને 27 વાર સવારે ભગવાન શિવની સામે વાંચવાથી લાભ થશે.

जय गणेश गिरीजा सुवन’ मंगल मूल सुजान|

कहते अयोध्या दास तुम’ देउ अभय वरदान||

2. દુઃખથી મુક્તિ મેળવવા માટે આ પંક્તિ વાંચો.

देवन जबहि जाइ पुकारा ‘तबहिं दुख दुःख आप निवारा ||

આ લાઈન 11 વાર રાત્રીના સમયે સૂતા પહેલા વાંચો અને જ્યારે કાર્ય સિદ્ધ થઈ જાય ત્યારે ગરીબ લોકોને મીઠાઇ વહેંચો.

3. કોઈપણ કાર્યને સિદ્ધ કરવા માટે નીચેની પંક્તિ વાંચો.
पूजन रामचंद्र जब कीन्हा’ जीत के लंक विभीषण दीन्हा||

આ પંક્તિ માટે 13 વાર સાંજના સમય વાંચો. આ પ્રયોગ સતત 27 દિવસ સુધી ચોક્કસ કરો.

4. ઇચ્છિત વર પ્રાપ્તિ માટે આ પંક્તિના પાઠ કરો.

कठिन भक्ति देखी प्रभु शंकर’ भाई प्रसन्न दिए इच्छित वर||

આ પંક્તિને ઇચ્છિત વર પ્રાપ્તિ માટે સવારના સમયે આ મંત્રનો 54 વાર જાપ કરો. આવું સતત 21 દિવસ સુધી કરવું.
5. ધન ધાન્યની વૃદ્ધિ માટે આ પંક્તિના પાઠ કરો.

धन निर्धन को देत सदा ही’ जो कोई जांचे सो फल पाही||

આ પંક્તિનો પાઠ વહેલી સવારે ઉઠીને 11 વખત કરવો. જરૂર ફાયદો થશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here