શીલાજીત – ડાયાબીટીસ માટે ફાયદાકારક છે સાથે સાથે વાંચો બીજા જાદુઈ ઉપયોગો….

0

શીલાજીત ના અદભૂત ફાયદાઓ

શીલાજીત નો ઉપયોગ સદી ઓ થી પરંપારીક ભારતીય આર્યુવેદીક મા દવા તરીકે કરવા મા આવે છે. આમા મળી આવતા તત્વો ઘણી બિમારી ના ઈલાજ માટે લાભકારી હોય છે. આ મુળ રૂપ થી ભારત અને તિબ્બત મા મળી આવ્યું હતુ પરંતુ હવે ભારત તિબ્બત સીવાય ઘણા દેશો મા મળી આવે છે. શીલાજીત એક ચીકણો પદાર્થ હોય છે જે મુખ્યત્વે હિમાલય ના પહાડો મા જોવા મળે છે.

શીલાજીત નો શાબ્દીક અર્થ જ શીલા એટલે કે પહાડ ને જીતવા વાળુ થાય છે. પરંતુ શીલાજીતે પહાડો ને ફક્ત જીત્યો નથી તેને સિધ્ધ પણ કર્યો છે. શીલાજીત ઘણી બિમારી ઓ ને જળમુળ થી નાશ કરી શકે છે. ખાસ કરી ને યોન સંબધીત બિમારી ઓને. આ સ્વાભાવીક રૂપ થી પ્રજનન ક્ષમતા વધારે છે અને કામેચ્છા અને શુક્રાણુ ના સ્તર ને પણ ઠીક કરે છે. મહિલા ના યોન રોગ વગેરે જેવા ઘણા વિકારો માટે આ એક પ્રભાવી અને શક્તિશાળી ઈલાજ છે. આ સીવાય શીલાજીત નો ઉપયોગ તનાવ ઓછો કરવા માટે અને સાથે સાથે મગજ ને તેજ તથા પોષણ પ્રદાન કરે છે. શુગર, રક્તચાપ, કોલેસ્ટ્રોલ સ્તર, એનીમીયા જેવી હ્રદય અને રક્ત સંબધીત વિકારો મા આ એક પ્રભાવી ઈલાજ છે. આના સેવન થી મુત્ર સંબધીત વિકારો મા પણ રાહત થાય છે. પણ તેના સેવન પહેલા આપણે શીલાજીત ના ફાયદા વિશે જાણકારી લઈશુ. સાથે બજાર મા ઉપલબ્ધ નકલી શીલાજીત ઉત્પાદનો થી સાવધાન રહો.

શીલાજીત ના ફાયદા ડાયાબીટીશ માટે

આજે પુરા વિશ્વ મા મોટી સંખ્યા મા લોકો ડાયાબીટીસ થી પરેશાન છે. શીલાજીત રક્ત મા ગ્લુકોઝ ના સ્તર ને નિયંત્રણ મા રાખે છે અને ડાયાબીટીસ મા સુધાર લાવે છે. એટલા માટે શીલાજીત ને ડાયાબીટીસ વિનાશક પણ કહેવાય છે. તે હ્રદય ને મજબુત બનાવે છે અને પ્રતિરક્ષા પ્રણાલી ને પ્રબળ કરી સંપુર્ણ સ્વાસ્થય મા સુધાર લાવે છે. સંશોધનો અનુસાર શીલાજીત રક્ત મા ગ્લુકોઝ ના સ્તર ને ઓછુ કરી સાથે આ પૈનક્રીયઝ ને બચાવે છે. શીલાજીત ડી-૪૦૦, ડાયબેકોન કે ગ્લુકોકેયર નામક પુરક તત્વો માથી એક છે. જે લોહી મા ગ્લુકોઝ નુ પ્રમાણ ઓછુ કરે છે. અને ડાયાબીટીશ થી થતા નુકશાન થી બચાવે છે.

ઉચ્ચ રક્તચાપ થી બચાવે શીલાજીત

ઉચ્ચ રક્તચાપ એ એક હ્રદય રોગ છે જે આજકાલ ની જીવન શૈલી ને કારણે ઘણા લોકો મા જોવા મળે છે. ઘણી વખત ઉચ્ચ રક્તચાપ નિયંત્રીત ન થાય તો હ્રદય રોગ થવાની સંભાવના વધી જાય છે. શીલાજીત ના સેવન થી રક્તચાપ કાબુ મા રહે છે, સાથે હ્રદય પણ મજબુત થાય છે. એક આહાર પુરક ના રૂપ મા શીલાજીત નો ઉપયોગ કરવા થી હ્રદય ને લગતી સમસ્યા ઓછી થઈ શકે છે.

શીલાજીત કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ શરીર ના રક્ત પ્રવાહ મા બાધા રૂપ બની શકે છે. જેના લીધે હ્રદય રોગ અને હાર્ટ એટેક જેવી સમસ્યા ઓ થઈ શકે છે. શીલાજીત રક્ત મા સ્વસ્થ કોલેસ્ટ્રોલ નુ સ્તર બનાવી રાખી આ રોગ માથી મુક્તિ અપાવવા મા અત્યંત સહાયક થાય છે. શીલાજીત હ્રદય સંબધીત અન્ય સમસ્યા ઓ મા પણ પ્રભાવી રૂપ થી સહાયક થાય છે.

શીલાજીત એનીમીયા માટે

એનીમીયા એ શરીર મા લોહી ની ઉણપ ને લીધે થાય છે. આના થી શરીર મા ખુબ થકાવટ આવી જાય છે. સામાન્ય રીતે રોગી ને શ્વાસ લેવા મા તકલીફ થાય છે અને ચક્કર પણ આવે છે. શીલાજીત રક્ત બનાવવા મા મદદ કરે છે અને શરીર મા સ્ફૂર્તિ ભરી આપે છે. શીલાજીત મા હ્યુમીક એસીડ અને આયરન મળી આવે છે જે શરીર મા આયરન ની ઉણપ ને લીધે થતા રોગ એનીમીયા ના ઈલાજ માટે સહાયક સાબીત થાય છે.

મગજ ને તેજ કરવા માટે

શીલાજીત મા ફુલ્વીક એસીડ એક એંન્ટીઓક્સીડન્ટ ના રૂપ મા હોય છે જે મસ્તિષ્ક ના સ્વાસ્થય ને જાળવી રાખવા માટે ઉપયોગી છે. શીલાજીત ને નોટ્રોપીક ના રૂપ મા વર્ગીકૃત કરવા મા આવ્યુ છે જે નો અર્થ થાય છે આ નવી ચીજો શીખવા માટે મસ્તિષ્ક ની ક્ષમતા વધારે છે. તેજ મગજ બધા ની જરૂરીયાત હોય છે. અને આ જરૂરીયાત શીલાજીત પુરી કરવા મા સહાયક સાબીત થાય છે. શીલાજીત સ્મરણ શક્તિ વધારી મગજ ને પોષીત કરે છે. આ તનાવ ને દુર રાખી એકાગ્રતા મા વધારો કરે છે. આ રીતે શીલાજીત મસ્તિષ્ક નો એક પુરક ખોરાક ગણી શકાય.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here