આજે વાંચો એવા દેશભક્ત વિશે જેના સરકારી દસ્તાવેજોમાં છે ‘ભગત સિંહ’ની છાપ, હસ્તાક્ષરમાં લખે છે ઈન્કિલાબ ઝિંદાબાદ.

0

હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલમાં લોકોમાં દેશ પ્રત્યે ભક્તિ ઉમડી પડી છે ત્યારે વાત કરીએ એવા અનોખા દેશભક્ત વિશે જેઓએ ફક્ત ભગતસિંહ જેવા કપડાં જ નહિ, પણ તેમની જ જેમ દિલમાં દેશભક્તિ કૂટીકૂટીને ભરેલી છે, જેઓ શહીદ ભગત સિંહના ખૂબ જ મોટા ચાહક છે.

શિફુજી શૌર્ય ભારદ્વાજ, નામ જ પૂરતું છે. તેમની મૂછો, તેમનો અંદાજ અને રહેવાનો ઢંગ સુધીની બધી જ વસ્તુઓ ભગત સિંહ જેવી જ છે. દેશભક્તિનો જોશ પણ એટલા જ કે તેમની નસે-નસમાં બસ દેશહિતનું જ જુનુન સમાયેલું છે. કદાચ આ જ કારણ છે કે બીજાથી અલગ તેમનો એવો રસ્તો પસંદ કર્યો કે જે રસ્તે ચાલવું બધા માટે સંભવ નથી હોતું.

તેઓએ પોતાના ત્રિમૂર્તિનગર સ્થિત ઘરનું નામ પણ ભગત સિંહ હાઉસ રાખ્યું છે. શૌર્ય ભારદ્વાજ સેનાના કમાન્ડોઝને તો મરચાલ આર્ટ્સની ટ્રેનિંગ આપે છે. સાથે જ દેશભરમાં 38 લાખથી વધુ છોકરીઓને આત્મરક્ષાના દાવ શીખવી ચુક્યા છે.

હો જાઉં જબ શહીદ, તો મેરી યહ પહેચાન લિખ દેના,
ઉઠાના મેરા હી ખંજર ઔર છાતી પર હિન્દુસ્તાન લિખ દેના…

દરેક અંદાજ છે નિરાળો 

આ પંક્તિઓ દરેક સમયે તેમના હોઠો પર રહે છે. જે યુ-ટ્યુબ પર અપલોડ એમના વીડિયોમાં પણ સાંભળવા મળે છે. શહીદ-એ-આઝમ ભગત સિંહ પ્રત્યે પ્રેમ જ કહો કે શૌર્ય ભારદ્વાજ પોતાના બધા જ શર્ટમાં ભહગત સિંહનો મોનો લગાવે છે. તેમના હસ્તાક્ષરમાં પણ ઇન્કલાબ ઝિંદાબાદ લખ્યું હોય છે. બેન્ક એકાઉન્ટ હોય કે આધાર કાર્ડ, પાનકાર્ડ કે પછી કોઈ બીજા સરકારી દસ્તાવેજો, બધામાં જ તેમના હસ્તાક્ષર સાથે ઇન્કલાબ ઝિંદાબાદનો મહોર લગાવી છે. શૌર્યની મૂછોનો અંદાજ અને વાત કરવાનો ઢંગ પણ ભગત સિંહના જોશની યાદ અપાવે છે. તેઓ લોકોનું અભિવાદન પણ જય હિન્દ બોલીને જ કરે છે.

ઘાતક કમાન્ડોઝની ટ્રેનિંગ 

શૌર્ય વિશ્વના શ્રેષ્ઠ કમાન્ડો, સર્વશ્રેષ્ઠ કમાન્ડો ટ્રેનર અને ચીફ કમાન્ડોઝ મેન્ટોર તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતીય સશસ્ત્ર સેનાઓના ઉત્કૃષ્ટ અને સૌથી ઘાતક કમાન્ડોઝને તૈયાર કરે છે.

બોલિવૂડમાં પણ ધમાલ 

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બાગીમાં તેઓ ટાઇગર શ્રોફ સાથે મહત્વની ભૂમિકામાં નજરે પડયા હતા. ઘણી એક્શન ફિલ્મોમાં શૌર્યની મદદ લેવામાં આવે છે. તેઓએ વોન્ટેડ, રાઉડી રાઠોડ, બાહુબલી, રેડી, બાજીરાવ મસ્તાની, કિક, ખિલાડી 786, બોડીગાર્ડ, બેંગ-બેંગ, કમાન્ડો, હિરોપંતી જેવા ફિલ્મોમાં સ્ટન્ટ કર્યા છે. યુવાનોમાં તેઓ બીજા ભગત સિંહના નામથી પ્રખ્યાત છે. શૌર્ય કહે છે કે તેમને એ વાતનો ગર્વ છે કે લોકો તેમને ભગત સિંહના શિષ્યના રૂપમાં ઓળખે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here