રોહિત શેટ્ટી ની 8 મી ફિલ્મ 100 કરોડ ના ક્લબ માં આવી છે અને સિમ્બા એ 5 દિવસ માં આટલા કરોડ નું બિઝનેસ કર્યું….

0

આજ કાલ એવી ફિલ્મો ઓછી બને છે જે પૂરી રીતે ઓડિયન્સ ને ખુશ કરી શકે. જેમાં રોમાન્સ થી લઈ અને એક્શન અને કોમેડી પણ ભરપૂર હોય.

હાલ એવી જ એક ફિલ્મ એ બોક્સ ઓફીસ પર ધમાકો કર્યો છે. હું વાત કરું છું રણવીર સિંહ સ્ટાર્ટર ફિલ્મ સિમ્બા ની.
આજ કાલ પબ્લિક માં એક જ ફિલ્મ વિશે વાતો થઈ રહી છે અને એક જ પ્રશ્ન પુછાય રહ્યો છે કે કે સિમ્બા જોયું કે નહીં ?રણવીર સિંહ અને સારા અલી ખાન ની આ ફિલ્મ સિમ્બા એ વર્ષ 2018 ના અંત ને ધમાકેદાર બનાવી દીધો. પણ બધો શ્રેય ફક્ત હીરો હિરોઇન નો નહીં પણ ડિરેકટરે પણ મહત્વ નો ભાગ ભજવ્યો છે .

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી આ નામ સાંભળતા જ આપણને ગોલમાલ ની સિરીઝ યાદ આવી જાય. ફિલ્મી દુનિયા માં રોહિત શેટ્ટી એ 2003 માં એન્ટ્રી કરી હતી. તેની ડિરેકટર તરીકે ની પહેલી ફિલ્મ હતી ‘જમીન” . અજય દેવગણ સ્ટાર્ટ ફિલ્મ જમીન એ બોક્સ ઓફીસ ના સારી એવી કમાણી ન કરી.

રોહિત શેટ્ટી એ તેની બીજી ફિલ્મ 2006 માં આપી. અને એ ફિલ્મ બાદ ડિરેકટર તરીકે રોહિત શેટ્ટી એ ઘણી નામના મેળવી. 2006 માં આવેલ “ગોલમાલ” ફિલ્મ રોહિત માટે સારી સાબિત થઈ. ત્યાર બાદ તેમણે 2008 માં બે ફિલ્મ ડિરેક્ટ કરી જેમાં ની એક હતી , ગોલમાલ રિટર્નસ. આ સિલ સિલો ચાલુ રહ્યો અને રોહિત શેટ્ટી એક પછી એક હિટ ફિલ્મ આપતા રહ્યા.

100 કરોડ ક્લબ માં શામેલ રોહિત શેટ્ટી ની ફિલ્મો.

  • ગોલમાલ સિરીઝ
  • ગોલમાલ – ફન અનલિમિટેડ વર્ષ 2006
  • ગોલમાલ રિટર્નસ વર્ષ 2008

100 કરોડ ના ક્લબ માં એન્ટ્રી મેળવેલ મુવી.

  • ગોલમાલ 3 વર્ષ 2010
  • સિંઘમ વર્ષ 2011
  • બોલ બચ્ચન વર્ષ 2012
  • સુપર હિટ મુવી: ચેન્નઈ એક્સપ્રેસ વર્ષ 2013
  • સિંઘમ રિટર્નસ વર્ષ 2014
  • દિલવાલે વર્ષ 2015
  • ગોલમાલ અગેઇન વર્ષ 2017

અને

2018 માં આવેલ ફિલ્મ સિમ્બા.

સિમ્બા

2018 ના અંત માં આવેલ ફિલ્મ સિમ્બા એ ફક્ત 5 દિવસ માં કરી 124 કરોડ ની કમાણી.

રણવીર સિંહ ની ચોથી ફિલ્મ 100 કરોડ ના ક્લબ માં આવી પહોંચી. ફિલ્મ સિમ્બા એ ફક્ત 5 દિવસ માં કરી 124 કરોડ ની કમાણી. શુક્રવાર ના દિવસે રિલીઝ થયેલ ફિલ્મ એ પહેલાં દિવસે 20.72 કરોડ , શનિવારે , 23.33 કરોડ , રવિવારે 31.06 કરોડ , સોમવારે 21.24 કરોડ અને મંગળવારે 28.19 કરોડ.

ટોટલ 124.54 કરોડ.

મંગળવાર ના દિવસ નો હાઈએસ્ટ રેકોર્ડ સિમ્બા એ બનાવ્યો છે. આજ સુધી કોઈ ફિલ્મ એ મંગળવારે આટલા કરોડ ની કમાણી નથી કરી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here