શતાવરી ચૂર્ણના ફાયદાઓ જાણી આશ્ચર્ય થશે.

0

શતાવરી ઘણા રોગો ના ઉપાય માટે જાણીતી છે. એસ્પરૈગૅસ રસમોસૂસ જાતિ ની આ જડીબુટી સ્ત્રીઓ માટે ચમત્કારી માનવા માં આવે છે. તે સ્ત્રીઓ ને યૌવન થી લઈ મધ્ય ની આયુષ, તેમજ ગઢપણ આવે ત્યાં સુધી રજો નિવૃતિ થવા સુધી જીવન ના આ પ્રાકૃતિક ચરણ માં સમર્થન આપે છે. આમ માત્ર સ્ત્રીઓ પર જ નહીં પણ પુરુષો ઉપર પણ તેનો આશ્ચર્યજનક પ્રભાવ જોવા મળે છે.

શતાવરી ચૂર્ણના ફાયદા

• શતાવરી માં પ્રાકૃતિક રૂપે થી ફાઇટો-એસ્ટ્રોજન નામ નું હાર્મોન હોય છે. જે સ્ત્રીઓ ની સ્વસ્થ પ્રજનન પ્રણાલી માટે જવાબદાર હોય છે. આ ગર્ભાશય ને તો મજબૂત કરે છે સાથે સાથે બાળક થયા પછી સ્વાસ્થય માં લાભ અને સ્તનો માં

દૂધના સ્તર ને પણ સ્વસ્થ કરે છે.

• શતાવરી રજો નિવૃતિ ના સમય માં પણ મદદ કરે છે. તે સર્વોતમ ઉર્જા દે છે. અને શીતળ સ્વભાવ ના કારણે રજો નિવૃતિ ના સમયે થતી સમસ્યાઓ જેવી કે ગરમી ની લહેર, રાતે પરસેવો થવો, યાદશક્તિ ઓછી થવી, અને ચિંતા ને પણ સંતુલન માં લાવે છે. જે હાર્મોન પહેલે થી જ સંતુલિત હોય છે તેને પણ સારું રાખે છે.

• યોનિ ના સંક્રમણ ના કારણે બનતા કૈડિડા બેક્ટરીયા નો નાશ કરવા માટે પણ આ શતાવરી જાણીતી છે. જ્યારે તેનો સતત પ્રયોગ કરવા માં આવે ત્યારે એ પોલિસીસ્ટિક સિંડ્રોમ ના નિવારણ માટે પણ કામ કરે છે.

• શતાવરી દરેક સ્થિતિ માં શરીર ની પ્રતિરોધક શક્તિ ને વધારે છે, તે પછી સામાન્ય હોય કે પછી પ્રતિરક્ષા ને દબાવવા ની સ્થિતિ હોય, જેના કારણે પ્રતિરક્ષા પ્રણાલી ને વધારો મળે છે અને સ્વસ્થ રહી શકાય છે.

• મુક્ત કણો ને ઓછા કરવા અને અલ્સર ને બનતા રોકવા માં, જે ગૈસ્ટ્રીક ક્ષેત્ર ની અંદર ની પરત માં હોય છે, આ શતાવરી ના ખાસ ગુણો માથી એક છે.

• આ એક એવી શ્રેષ્ઠ જડી બુટી છે જે આંતરડા ને સાફ કરે છે અને પાચન એંજાઈમો ની સક્રિયતા પર પણ પ્રભાવ નાખે છે.

• સ્ત્રીઓ ની પ્રજનન પ્રણાલી ની સાથે સાથે તે પુરુષ ના પ્રજનન પ્રણાલી માં લાભદાયક છે. શતાવરી ના પ્રયોગ થી પુરુષ ના પ્રજનન તરલ પદાર્થ વધે છે, સ્વસ્થ શુક્રાણુઓ નો વિકાસ થાય છે અને પૌરુષ વધે છે. આ પુરુષો ની સુજન અને યૌન સમસ્યાઓ નું નિવારણ કરે છે.

• શતાવરી ઉધરસ, ડિપ્રેશન, તાવ, શરદી વગેરે ને ઠીક કરવા માં મદદ કરે છે.

• શતાવરી માં ઉંમર વધતી રોકવાના પણ ગુણ રહેલા છે. શતાવરી શ્વાસ ની નળી ના રસ્તા ને નમી પ્રદાન કરે છે.

• આ જડી બુટી ના પ્રયોગ થી સંધિ શોથ, પેટ ના અલ્સર, ગુર્દા, ફેફસા અને પેટ ના સોજા ના ઉપચાર પણ સંભવ છે.

• પ્રસૂતા સ્ત્રીઓ માં દૂધ ના આવવા ની સમસ્યા હોય તો તેમણે શતાવરી ના ચૂર્ણ 5 ગ્રામ ચૂર્ણ ને ગાય ના દૂધ ની સાથે લેવા થી ઘણો લાભ થાય છે.

• જો રોગી ને મૂત્ર કે મૂત્રમાર્ગ થી સંબંધિત વિકૃતિ હોય તો શતાવરી ને ગોખરુ ની સાથે લેવા થી લાભ મળે છે.

• શતાવરી ના પાન ના કલ્ક બનાવી વાગ્યા પર લગાવવા થી જલ્દી રૂઝ આવે છે.

• શતાવરી ના જડ ના ચૂર્ણ ને પાંચ કે દસ ગ્રામ ની માત્રા માં દૂધ ની સાથે નિયમિત પીવા થી ધાતુ વૃધ્ધિ થાય છે.
શતાવરી નો પ્રયોગ કેવી રીતે કરવો

આ જડી બુટી નો સર્વ શ્રેષ્ઠ પ્રયોગ ચૂર્ણ માં રહેલો છે. કારણ કે આ જડી બુટી ને જીભ પર મૂકવા થી પાચન ક્રિયા પ્રારંભ થાય છે અને શરીર ને આ પ્રક્રિયા શરૂ કરવા નો સિગ્નલ મળવા લાગે છે. શતાવરી ને ગોળી ના રૂપ માં પણ લઈ શકાય છે અને તરલ એટલે કે પ્રવાહી ના રૂપ માં પણ લઈ શકાય છે. ગોળ માં ભેળવી તેનું જામ બનાવી ને પણ લઈ શકાય છે અને ઘી માં ભેળવી ને પણ ખાઈ શકાય છે.

શતાવરી લેવા નું જ્યારે શરૂ કરીએ ત્યારે શરૂઆત માં માત્ર એક નો ચૌથો ભાગ ની અડધી ચમચી જ લેવાની સલાહ આપવા માં આવે છે. તેને એક ગ્લાસ ગરમ દૂધ માં મધ અથવા ખાંડ માં ભેળવી ને લઈ શકાય છે.
થોડા સમય પછી તેની માત્રા વધારી ને બે ચમચી એટલે કે 3 થી 10 ગ્રામ કરવા મા આવે છે. આ માટે ચિકિત્સક ની સલાહ લેવી જરૂરી છે.

શતાવરી ને ગોળી અથવા ચૂર્ણ ના રૂપ માં લઈ શકાય છે. આમ ચિકિત્સક ની સલાહ થી તમે તેના અદભૂત ફાયદા નો લાભ લઈ શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here