શરુ થઇ મુંબઈ થી ગોવા ની ક્રુઝ સેવા, પહેલા જ દિવસે શિપ પર આ કપલે કર્યા લગ્ન….વાંચો અહેવાલ

0

ગોવા હંમેશા થી પર્યટકોની નજીક રહ્યું છે. મુંબઈ થી ગોવા જાવા માટે અત્યાર સુધી તમે બસ, ટ્રેન કે પછી હવાઈ સફર નો સહારો લેતા હોવ છો. પણ હવે તમારા માટે એક નવું સરપ્રાઇઝ છે, મુંબઈ થી ગોવા જનારી પહેલી ક્રુઝ સેવા(આંગ્રીયા) 20 ઓક્ટોબર થી શરૂ થઇ ચુકી છે. ક્રુઝ આંગ્રીયા ના પહેલા દિવસે જ શિપ પર એક કપલે પોતાના જીવનના સૌથી અનોખા સમય નો જશ્ન મનાવ્યો છે.ક્રુઝ પર રહેલા એક કપલે સમુદ્ર ની વચ્ચે લગ્ન કર્યા છે. આ દરમિયાન તેઓએ શિપ પર જ કેક કટિંગ કર્યું અને આ ખુશી ની ભવ્ય ઉજવણી કરી હતી. આ મૌકા પર કૈપ્ટ્ન એ કહ્યું કે-”અમને આ લગ્ન નો જશ્ન મનાવાનો પૂરો હક છે, પછી તેઓ કોર્ટ માં સાક્ષ્ય હાજર કરશે કે તેઓએ સમુદ્ર માં લગ્ન કર્યા છે. મને એ વાતની ખુશી છે કે ભારતના પહેલા ક્રુઝ પર આ ચાન્સ મળ્યો છે”.

કહેવામાં આવે છે કે મુંબઈ ના આ કપલે 20 ઓક્ટોબર ના દિવસે જ મુંબઈ ની એક કોર્ટ માં લગ્ન કરી લીધા હતા. આ જ દિવસે આંગ્રીયા ક્રુઝ પણ મુંબઈ થી ગોવા યાત્રા માટે રવાના થવાનું હતું. પ્રબીર અને સયાલી કોરેયા એ તેના પછી પોતાના લગ્ન નો જશ્ન ક્રુઝ પર જ કેક કાપીને મનાવ્યો હતો. તેના માટે ક્રુઝ ના કૈપ્ટ્ન એ શિપ પર દરેક તૈયારીઓ કરી રાખી હતી.15 વર્ષોથી 60 ક્રુઝ શિપ ઓપરેટ કરવાનો અનુભવ રાખનારા કૈપ્ટ્ન ઇરવિન સિકેરિયા એ આ મૌકા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે હવે આ કપલ કોર્ટ માં કહી શકશે કે તેઓએ શિપ પર સમુદ્ર ન વચ્ચે લગ્ન કર્યા છે.
સયાલી એ આ મૌકા પર કહ્યું કે, ”આ અનુભવ એકદમ અલગ હતો. મને સમ્માનિત અનુભવ થઇ રહ્યો છે કે પહેલા ક્રુઝ પર મેં લગ્ન કર્યા છે. જે મારા માટે કોઈ સપનાથી ઓછું ન હતું. હું મારા જીવનમાં પહેલી વાર ક્રુઝ ની સવારી કરી રહી છું”.

જણાવી દઈએ કે લગ્ઝરીયસ ક્રુઝ પર હવે સમુદ્ર ના રસ્તાથી મુંબઈ થી ગોવા જવા માટે નું પોતાનું સપનું સિદ્ધ થાશે. આ દેશ નું સૌથી પહેલઉં લગ્ઝરીયસ ક્રુઝ શિપ છે. જણાવી દઈએ કે આ ક્રુઝ નું નામ આંગ્રીયા છે જે મરાઠા નેવી એડમિરલ કનહોજી એંગ્રે ના નામ પરથી રાખવામાં આવ્યું છે.   ક્રુઝ માં 104 રૂમ છે જે તમારા બજેટ અને સુવિધાઓના આધારે અલગ-અલગ ઉપલબ્ધ છે. આ સિવાય આંગ્રીયાની પાસે અન્ડરવોટર લગ્ઝરી રૂમ પણ છે. જેમાં 6 બાર, 2 રેસ્ટોરેન્ટ, એક સ્વિમિંગ પુલ, ડિસ્કો, સ્ટડી રૂમ અને એક સ્પા ની સુવિધા પણ છે. 70 કૃ મેમ્બર ની સાથે તેના પર 400 યાત્રીઓ સવાર થવાની ક્ષમતા છે.

જો કે મુંબઈ થી ગોવા જવા માટે 8 કલાકની મુસાફરી છે પણ ક્રુઝ ની લગ્ઝરી સુવિધાઓ નો લુપ્ત ઉઠાવા માટે તે 14 કલાકમાં ગોવા પહોંચાડે છે. આખરે કિંમત ની વાત કરીયે તો પ્રતિ વ્યક્તિ તેમાં યાત્રા કરવા માટેની ટિકિટ ની કિંમત 7 થી 12 હજાર રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here