શરીર પર તલ હોવાના છે જ્યોતિષ સંકેત, આ 4 અંગો પર તલ હોય તો તમે ભાગ્યશાળી છો…

0

તમે ઘણીવાર શરીર પર રહેલા તલ વિશે સાંભળ્યું હશે અને લોકો તલ વિશે અલગ અલગ અભિપ્રાય અને વિચાર જણાવે છે. શરીર પર અલગ અલગ ભાગો પર રહેલા તલનું મહત્વ હોય છે અને આપણા પર અલગ અલગ રીતે પ્રભાવ છોડે છે.
જ્યોતિષ અનુસાર માનવામાં આવે છે કે કેટલાક તલ સકારાત્મક પ્રભાવ છોડે છે તો કેટલાક નકારાત્મક પ્રભાવ. આજે અમે આપને જણાવવાના છીએ કે ચાર અંગો પર તલ હોવા એ શુભ માનવામાં આવે છે.
હથેળી પર તલ:

હથેળી પર તલ તમે ખૂબ ઓછો જોયો હશે અને સાથે એમ પણ કહેવાય છે કે જો તલ બંધ મુઠ્ઠીમાં હોય તો એ ખૂબ શુભ માનવામાં આવે છે.
જે માણસની હથેળી પર તલ હોય છે એ ખૂબ જ લકી માનવામાં આવે છે. એમની સાથે હંમેશ સારું જ બને છે અને પોતે ધનવાન પણ બને છે.

નાક પર તલ:જે વ્યક્તિને નાક પર તલ હોય છે એ થોડા ગુસ્સા વાળા, નખરાળ માનવામાં આવે છે, પણ એમની બુદ્ધિ ખૂબ જ તીવ્ર હોય છે એટલે એમને કોઈની ખોટી વાત સહન નથી થતી. એમના વ્યવહારમાં આક્રમકતા જોવા મળે છે, પણ દિલના એકદમ સાફ હોય છે.

દાઢી પર તલ:દાઢી પર તલ ખૂબ જ શુભ ગણાય છે, માનવામાં આવે છે કે જે લોકોની દાઢીના વચ્ચો વચ તલ હોય છે એ ખૂબ શુભ છે અને પોતે પોતાના પાર્ટનર સાથે સારું ટ્યુનિંગ કરી શકે છે. બધી જ પરિસ્થિતિમાં વચ્ચેનો માર્ગ કાઢવા માટે સક્ષમ ગણાય છે.
પીઠ પર તલ:પીઠ પર જેને તલ હોય છે એ ખૂબ જ ખુશાલ જિંદગી જીવે છે અને એમના જીવનમાં ઉત્તમ સંતાન સુખ હોય છે. એમનો સ્વભાવ રોમેન્ટિક હોય છે અને હરવા ફરવાનો શોખ રાખતાં હોય છે. આ શરીર પર તલ ખૂબ જ ભાગ્યશાળી મનાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here