શરીર પરનાં તલ જોઈને જાણો તમારું ભવિષ્ય, ચેક કરો તો તમારે કયા અંગ પર તલ છે….

0

જો તલની વાત કરવામાં આવે તો તેને ઘણી રીતે જોવામાં આવે છે. સૌંદર્યની દૃષ્ટિએ જોઈએ તો ચહેરા પરનું તલ સૌંદર્ય વધારે છે. તો જો આપણે જ્યોતિષના હિસાબે જોઈએ તો તલના કારણે વ્યક્તિનું આગળનું ભવિષ્ય પણ જાણી શકાય છે. તો ચાલો આજે આ લેખ દ્વારા જાણીએ કે શરીરના કયા અંગ પર તલ હોવાથી ભવિષ્યમાં શું ફાયદો થવાનો છે તેના વીશે.

1. પીઠ પર તલ –
જે જાતકનું પીઠ પર તલ હોય તો તે જાતક ભૌતિકવાદી ને રોમેન્ટીક હોય છે. આવા લોકોને જીવનમાં બધા જ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. તેમની પાસે ધન ઘણું આવે છે પણ રોકાતું નથી. આવા લોકોને નીંદર કરવી ખૂબ ગમે છે.

2. પેટ પર તલ –
આવા જાતકોને ખાવા પીવાનો શોખ ખૂબ જ હોય છે ને તેમને જમવામાં મિષ્ટાન વધારે પ્રિય હોય છે ઉપરાંત તેઓ સ્વભાવે મિતભાષી હોય છે.

3. ઢીંચણ પર તલ –
જમણી બાજૂના ઘૂંટણ પરનો તલ વાળા જાતકોને ગૃહસ્થ જીવનમાં ખૂબ જ સુખ મળે છે. જ્યારે ડાબી બાજૂના ઘૂંટણ પરનો તલ વાળા જાતકો માટે આ સારો સંકેત માનવામાં આવતો નથી.

4. પગના તલ કરે છે આ ઇશારો –
પગમાં તલ હોવું એ વ્યક્તિના જીવનમાં ભટકાવ નો ઈશારો છે. જો કે પગમાં તલ હોય એ વ્યક્તિ ફરવાના શોખીન હોય છે. પરંતુ ક્યારેક ફરવું વ્યર્થ પણ બની શકે છે.

5. મહિલાઓના ગળા પર તલ –
જો કોઈ મહિલાને ગળા પર તલ હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જીવનભર તે સોનાના દાગીનાનું સુખ ભોગવે છે.

6. કમર પર તલનો મતલબ પરેશાની –
જો કોઈ વ્યક્તિની કમર પર તલ હોય છે તો તે કાયમ પરેશાનીથી ઘેરાયેલો જ રહે છે. આવું સમુદ્ર શાસ્ત્રમાં જણાવ્યુ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here