શરીરના આ અંગ પર સોનુ પહેરવું માનવામાં આવે છે અશુભ, થાય છે માં લક્ષ્મી નું અપમાન…

0

કહેવામાં આવે છે કે ઘરેણા મહિલાઓની પહેલી પસંદ હોય છે અને જો ઘરેણા સોનાના હોય તો તેમાં તો શું કહેવું. તમે સોનાથી બનેલા દરેક પ્રકારના ઘરેણા જોયા હાશે પણ શું ક્યારેય જોયું છે કે સોનાના બનેલા ઘરેણા પગમાં પહેરવામાં આવે. તમે એ પણ જોયું છે કે પગમાં જે ઘરેણા પહેરવામાં આવે છે જે ચાંદી ના બનેલા હોય છે કેમ કે સોનાના બનેલા ઘરેણા પગમાં પહેરવામાં નથી આવતા.

હવે તેમાં પાયલ ને જ લઇ લો કે પછી પગની માછલી ને બંને ચાંદી ના જ બનેલા હોય છે.આજે અમે તમને જણાવીશું કે શા માટે સોનાના ઘરેણા પગમાં પહેરવામાં નથી આવતા. જેની પાછળ ઘણું મોટું રહસ્ય છુપાયેલું છે. જેના મુખ્ય બે કારણ છે.
જો ધાર્મિક રૂપે જોવા જઈએ તો સોનાને એક રીતે લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ની પણ સૌથી પ્રિય વસ્તુ સોનુ જ છે.માટે ક્યારેય પણ સોના ને શરીરના નીચેના હિસ્સા માં ક્યારેય પણ પહેરવું ન જોઈએ. કહેવાય છે કે જે ચીજ ભગવાંનને પ્રિય હોય છે તેને પગમાં ગ્રહણ કરવાથી તેનું અપમાન થાય છે.માટે હંમેશાથી જ સોનાના ઘરેણા ને પેટની ઉપરના હિસ્સા સુધી જ પહેરવામાં આવે છે. માટે હંમેશા પગમાં પાયલ ચાંદીની જ પહેરવમાં આવે છે.
લોકોનું એવું માનવું છે કે ચાંદી ની પાયલમાં જે ઘૂંઘરું લાગવામાં આવે છે અને તેનો જે અવાજ હોય છે તે સીધા જ મન સુધી પહોંચીને તેને શાંત રાખવામાં મદદ કરે છે. સોના ને પગમાં ન પહેરવાનું કારણ છે, આપણા શરીરના માથાનો ભાગ ગરમ હોય છે અને આપણા પગ ઠંડા હોય છે.
સોનુ એક એવી ધાતુ છે જેમાંથી ગરમ ઉર્જા નીકળે છે અને ચાંદી થી શીતળ ઉર્જા નીકળે છે. જેને લીધે ચાંદી ને પગમાં પહેરવામાં આવે છે જેથી તે તેની શીતળતા આપણા માથા સુધી પહોંચી શકે. આ સિવાય સોનાની ગરમ ઉર્જા પગ સુધી પહોંચી શકે તેના માટે તેને માથા પર પહેરવામાં આવે છે ના કે પગમાં.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here