શરીરમાનાં અણગમતા વાળ ને દુર કરવા છે, તો અપનાવો આ 5 ઉપાયો..

0

ચેહરા કે શરીરમાના અણગમતા વાળને દુર કરવાની માટેની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહી પણ યુવકોમાં પણ એક સામાન્ય બાબત બની ગઈ છે. ચેહરા પરના અણગમતા વાળ મહિલાઓને પરેશાન કરી દેતા હોય છે. જેના માટે તે દરેક પ્રકારના પ્રયોગો કરે છે. ચેહરા પરના આ વાળનું હોવું ડીપ્રેશન,PCOS કે હાઈ ટેસ્ટોસ્ટેરોનનો નતીજો માનવમાં આવે છે.

આજે અમે તમને આવા એકદમ આસાન આયુર્વેદિક તરીકાઓ જણાવશું, જેની સહાયતાથી તમને તમારા ચેહરા પરનાં અણગમતા વાળને ઓછા કરવામાં મદદ મળી રહેશે. તો જાણો આ ઉપચાર વિશે..

ખાંડ:
જો તમે વાળને દુર કરવા માટે વેક્સિંગ કરાઓ છો તો તમે ખાંડ વાળું વેક્સ ઘરે જ બનાવી શકો છો. ખાંડને ઓગાળીને તેમાં મધ અને લીંબુનો રસ મિલાવો અને વેક્સની જેમ પ્રયોગ કરો. ચેહરા પરના વાળને દુર કરવા માટે આ પેસ્ટને હલકા હાથે રગડો, તેને લગાવતા પહેલા ચેહરાને પાણીથી ભીનું કરી લો. તમારે આ પ્રયોગ અઠવાડીયામાં બે વાર કરવાની રહેશે.

2. હળદર અને અડદડી દાળ:

તમે આ બંનેનો પાઉડર બનાવીને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી શકો છો. તેને ચેહરા પર લગાવાથી અત્યધિક તેલ નહિ નીકળે અને સાથે જ ચેહરા પરના વાળને પણ દુર કરી શકાશે.

3. ઈંડું:

1 ઈંડું લો અને તેના સફેદ ભાગને નીકાળી લો, પછી તેમાં લોટ મિલાવીને પેસ્ટ તૈયાર કરો. તેને 10 મિનીટ સુધી ચેહરા પર લગાવો અને 5 મિનીટ બાદ રગડીને સાફ કરો અને ચેહરો ધોઈ લો, અઠવાડિયામાં 2 થી 3 વાર આ ઉપાય ચેહરાના અણગમતા વાળને દુર કરી નાખશે અને ચેહરો સાફ અને સ્વચ્છ પણ બનશે.

4. ચણાનો લોટ:

ચણાના લોટનો ઉપીયોગ કરવાથી ત્વચા મુલાયમ બનવાની સાથે સાથે જ વાળ રહિત પણ બને છે. તેના માટે થોડા બેસનમાં ચપટી હળદર અને પાણી મિલાવીને પેસ્ટ બનાવીને લગાવો અને સુકાયા બાદ ધોઈ લો. આ પેસ્ટને તમે રોજ ચેહરા પર લગાવી શકો છો. સાથે જ ચાણાના લોટ, એક ચપટી હળદર અને થોડું રાઈનું તેલ નાખીને પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવીને સ્કબ કરો અને તેને અઠવાડીયામાં બે દિવસ લગાવી શકો છો, જેનાથી અણગમતા વાળથી છુટકારો મળી જાશે.

5. કાચું પપૈયું:

કાચા પપૈયામાં પૈપેન નામનું સક્રિય એન્જાઈમ હોય છે જે વાળનાં મૂળને ઢીલું કરીને ઉખાડે છે અને વાળના વિકાસને સીમિત કરવા માટે પણ સક્ષમ છે. પપૈયા સંવેદનશીલ ત્વચા માટે અપેક્ષાકૃત વધુ ઉપયુક્ત હોય છે. આ પૈકને બનાવા માટે બે મોટી ચમચી પપૈયાની પેસ્ટ અને અળધી ચમચી હળદર પાઉડર લઈને પેસ્ટ બનાવી લો. 15 મિનીટ માટે આ પેસ્ટથી ચેહરા પર મસાજ કરો અને પછી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડીયામાં બે વાર તેનો પ્રયોગ કરો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here