શરીરમાં અચાનક થનારા પરિવર્તનોનો હોય છે ખાસ અર્થ, જાણો એવા 8 સંકેત વિશે જે અચાનક જ આવે છે….

0

વિદ્વાનો નું એવું માનવું છે કે પુરી કાયનાત માં ઉપરવાળા જે સૌથી સારી ચીજ બનાવી છે તે છે ‘માનવ શરીર’. તેમણે માનવશરીર ને રહસ્મય તરીકાથી બનાવ્યું છે જેના વિશે આજે પણ ચર્ચાઓ થાય છે આપણા પુરા શરીર ના અંગો કોઈ ને કોઈ ભાગ સાથે જોડાયેલા રહે છે ત્યારે જ તો જયારે આપણને બીક લાગે છે ત્યારે અચાનક પરસેવો થાવા લાગે છે અને જયારે આંખ માં કઈક કચરો પડી જાય છે ત્યારે સૌથી પહેલા આંખ ની પલક બંધ થઇ જાય છે. તેના સિવાય માનવશરીર માં અચાનક થનારા પરિવર્તનો નો પોત પોતાનો હેતુ હોય છે.

માનવશરીર માં અચનાક થનારા પરિવર્તનો નો પોત પોતાનો હેતુ હોય છે:

1. ત્વચા નું સંકોચાઈ જાવું:મોટાભાગે જ્યારે લોકો વધારે સમય પાણી માં રહે છે તો હાથ-પગ ની આંગળીઓ ની ત્વચા સંકોચાવા લાગે છે. આ સિવાય ત્વચા માં ચીકાશ પણ આવી જાય છે અને પાણીમાં ચીજો પર પોતાની પકડ મજબૂત બનાવા માટે ત્વચા સંકોચાઈ જાય છે.

2. રૂવાળા ઉભા થઇ જાવા:જયારે જરૂર કરતા વધારે ઠંડી લાગે ત્યારે આપણું મગજ ગરમી અનુભવ કરાવા માટે સંકેત મોકલીને શરીર ના રૂવાળા ને ઉભા કરી દે છે.

3. પેટ માં ખલબલી:જ્યારે આપણે કોઈ નવા લોકોને મળીયે છીએ તો આપણા પેટ માં ખલબલી મચી જાય છે એટલે કે એવું લાગે છે કે જાણે કે પેટ માં તીતલીઓ ઉડી રહી હોય. એવું એટલા માટે હોય છે કેમ કે આપણા પેટ માં એડ્રાનિલ હોર્મોન ના નીકળવાનું કારણ હોય છે.

4. બગાસા ખાવા:બગાસા ને આળસ નું નામ પણ આપવામાં આવ્યું છે પણ બગાસા ઓછી ઊંઘ લેવાથી કે શરીર ના તાપમાન ને જરૂર પડવા પર ઓછું કરવા માટે બગાસા ખાવામાં આવે છે.

5. છીંક આવવી:શરદી-ઉધસર ના હોવા છતાં પણ છીંક આવે છે. જયારે આપણા શ્વાશ ની સાથે માટી કે ધૂળ-કણ ના રજકણો નાક દ્વારા શરીર માં પ્રવેશ કરે છે તો તેને અંદર જતા રોકવા માટે છીંક આવે છે. જેથી છીંક દ્વારા આ રજકણો બહાર નીકળી જાય.

6. આંખો માં આંસુ:આંસુ ને ખુશી કે દુઃખ ના રૂપમાં જોવામાં આવે છે.પણ તેની પાછળ એ પણ હકીકત છે કે આંસુ આંખો ને સાફ કરે છે.

7. પરસેવો:જ્યારે પણ આપણા શરીર માં ગરમીનો અનુભવ થાય છે તો પરસેવો આવવા લાગે છે. પણ તેની પાછળ નું કારણ એ છે કે જયારે આપણા શરીર નું તાપમાન જરૂર કરતા વધારે વધી જાય છે તો તેને ઠંડુ કરવા માટે પણ શરીર માંથી પરસેવો આવવા લાગે છે.

8. હેડકી:હેડકી આવવી લોકોમાં એક સામાન્ય સમસ્યા છે અને મોટાભાગે લોકો કહે છે કે જયારે કોઈ યાદ કરે છે ત્યારે હેડકી આવે છે પણ આ ધારણા એકદમ ખોટી છે. જયારે કોઈ ચીજ ખોટી રીતે કે પછી ઉતાવળે ખાઈ લઈએ છીએ તો ન્યૂમોગૈસ્ટ્રીક નર્વ પર દબાવ પડે છે જેને લીધે હેડકી આવે છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here