આ છે 5 ભારતમાં આવેલા શનિદેવના ખાસ મંદિર, જેમાં માત્ર દર્શનથી જ દૂર થાય છે શનિદોષ ….

0

જે વ્યક્તિ પર શનિ દેવના આશીર્વાદ હોય છે. તે વ્યક્તિને ક્યારેય કોઈ વાતની ખામીરહેતી નથી.
તો આજે કેટલાક એવા શનિ મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં માત્ર દર્શન કરવા માત્રથી જ વ્યક્તિના શનિદોષ થાય છે દૂર.

શનિ મંદિર કોસિકલાન
દિલ્હીથી 128 કિ.મી. કોશિકલાન પર ભગવાન શનિનું મંદિર આવેલું છે. આની આસપાસ નંદગાવ, અને બારસાના અને બાકે બિહારીના મંદિરો આવેલા છે. એવું કહેવાય છે કે આહીનયા આવીને જે લોકો પરિકરમાં કરે છે તે બધા જ લોકો પર શનિદેવની કૃપા થાય છે. અને શનિ દોષ ક્યારેય રહેતો નથી. એવી દૂર અધિકાર મંદિર.. એવું કહેવાય છે કે કૃષ્ણએ શનિદેવને અહીંયા વરદાન આપ્યું હતું કે જે લોકો આ વનની પરિકરમાં કરશે તે લોકો પર શનિદેવની અવિરત કૃપા રહેશે.

કષ્ટભંજન હનુમાન મંદિર ;
ગુજરાતનાં ભાવનગર જીલ્લાના સારંગપૂર ગામે આવેલ કષ્ટભંજન નું મોટું મંદિર આવેલું છે. આ મંદિરમાં સાક્ષાત શનીદેવ બિરાજમાન છે. શનીદેવ સ્ત્રીના રૂપમાં હનુમાનજીના ચરણોમાં બિરાજમાન છે. જો તમારી કુંડળીમાં શનિદોષ હોય કે તમને પનોતીનું નડતર હોય તો આ કષ્ટભંજન હનુમાનજીના દર્શન માત્રથી જ બધા દોષમાનથી છૂટકારો મળે છે. તેમજ જો ભૂત પ્રેતની બાધા હોય તો એ પણ દૂર થાય છે. આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ જોવા મળે છે.

શનિ મંદિર, ઈન્દોર :
ઈન્દોરમાં જૂના ઈન્દોરમાં શનીદેવ બિરાજમાના છે. અહીંયા ભવ્ય શનિ મંદિર આવેલું છે. આ શનિ મંદિર બીજા શનિ મંદિરો કરતાં અલગ છે. અહીંયા શનિ મંદિરમાં શનિ દેવને સોળે શણગારે સજાવવામાં આવે છે. જે કોઈ મંદિરે શણગાર કરવામાં નથી આવતો. પરંતુ અહીંયા શનીદેવ નો રાજાશાહી અંદાજ જોવા મળશે.

શનિશ્ચરા મંદિર, ગ્વાલિયર :
મધ્યપ્રદેશના ગ્વાલિયયરમાં શનિદેવનું મંદિર આવેલું છે. એવું કહેવામા આવે છે કે, હનુમંજી ચીક લંકાથી શનિદેવને અહીંયા ફેકયા હતા. ત્યારથી શનીદેવ અહીંયા બિરાજમાન છે. અહીંયા શનિદેવની પૂજા કર્યા બાદ અહીંયા શનિદેવને ગળે મળવાની પણ પરંપરા છે. જે બીએચકેટી અહીંયા શનિદેવના દર્શને આવે છે તે પ્રેમથી ગળે મળી તેના જીવનની બધી જ તકલીફો કહે છે. જે શનીદેવ સાંભળે છે ને તે તકલીફને દૂર કરે છે.

શનિ સીંગળા પૂર :
મહારાષ્ટ્રના શિંગળાપૂર નામના ગામમાં સાક્ષાત શનિ મંદિર બિરાજમાન છે. તે મહારાષ્ટ્રના નાસિક પાસેના અહમદનગર થી 35 કિલોમીટર દૂર આવેલું છે. એવું કહેવાય છે કે અહિયાં ખુલ્લામાં બેઠેલ શનીદેવ આ ગામના બધા જ ઘરોની રક્ષા કરે છે. એટ્લે જ આ ગામમાં આજે પણ કોઈ ઘરને તાળું નથી મારતા. અહીંયા શનિદેવની પૂજા કરવા માટે અહીંયા સ્નાન્ન કરી ભીના કપડે જ શનિદેવનો અભિષેક કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here