જાણો શા માટે શનિદેવ ને ચઢાવવામાં આવે છે તેલ અને તેની સાથે જ કરવામાં આવે છે હનુમાન જી ની પૂજા?

0

હનુમાન જી ને બળ ના દેવતા માનવામાં આવે છે અને હનુમાન જી ભગવાન શ્રી રામ ના સૌથી મોટા ભક્ત છે જે દરેક સમય શ્રી રામ ની ભક્તિ માં લિન રહે છે. હનુમાન જી ની આ ભક્તિ સાથે  ઘણી કહાનીઓ જોડાયેલી છે અને આજ કહાનીઓમાંની એક કહાની હનુમાન જી અને શનિદેવ ની પણ છે. લોકો શનિવાર ના દિવસે શનિદેવ ને તેલ જરૂર અર્પણ કરે છે પણ શું તમને ખબર છે કે આવું શા માટે કરવામાં આવે છે?

હનુમાન જી અને શનિદેવ ની કથા:
કહેવામાં આવે છે કે એક વાર હનુમાન જી પર શનિદેવ ની દ્રષ્ટિ પડી ગઈ હતી અને હનુમાન જી જયારે રામ જી નું નામ લેતા હતા તે જ સમયે શનિદેવ તેની પાસે આવ્યા અને હનુમાન જી ને કહ્યું કે તે તેના પર साढे़ साती બનીને આવ્યા છે અને સાડા 7 વર્ષ સુધી તેની સાથે રહેવાના છે, શનિદેવે આગળ કહ્યું કે તે દરેક વ્યક્તિ ને તેના પાપો ની સજા આપવા માટે તેના જીવનમાં એક વાર જરુર આવે છે અને साढे़ साती કે પછી ढैय्या ના રૂપમાં વ્યક્તિ ના જીવનમાં રહે છે. પહેલા અઢી વર્ષો માં હું વ્યક્તિ ના મસ્તક પર રહું છું અને પછી આગળના અઢી વર્ષ તેના પેટ પર રહું છું અને છેલ્લા વર્ષો માં વ્યક્તિ ના પગમાં રહીને તેઓને કષ્ટ આપું છું.શનિદેવ ની આ બધી વાતો સાંભળ્યા પછી હનુમાન જી એ કહ્યું કે કઈ વાંધો નહીં, હવે હું અને તમે બંને સાથે મળીને સાડા સાત વર્ષ સુધી ભગવાન રામ નું નામ લઈશું. જ્યારે હનુમાન જી ની વાત કહેતા જ શનિદેવ હનુમાન જી ના માથા પર બિરાજમાન થઇ ગયા. જેના પછી હનુમાન એ ફરીથી રામ જી નું નામ લેવાનું શરૂ કરી દીધું. પણ તેના માથા પર શનિદેવ એટલી હદ સુધી બિરાજમાન હતા કે તે રામ જી નું નામ યોગ્ય રીતે લઇ શક્તા ન હતા અને રામ જી નું ધ્યાન ના લઇ શકવાને લીધે હનુમાન જી ને ગુસ્સો આવી ગયો અને તેણે કંઈપણ સમજ્યા-વિચાર્યા વગર પોતાના માથા પર ગદા મારી દીધી.
જેને લીધે શનિદેવ ને ઇજા થઇ અને તે હનુમાન જી ના માથા પર થી ઉતરીને હનુમાન જી ના પેટ ની જગ્યા પર આવી ગયા. જેના પછી હનુમાન જી એ પોતાના પેટ પર ગદા થી પ્રહાર કર્યો જેને લીધે શનિદેવ તેના પગ ના સ્થાન પર આવીને પડ્યા અને શનિદેવ ને ખુબ ઇજા થઇ, અને તેના શરરીમાં પીડા થાવા લાગી. હનુમાન નો ગુસ્સો જોતા જ શનિદેવે હનુમાન જી ની માફી માંગી લીધી. જયારે શનિદેવ ની આવી હાલત જોઈને હનુમાન જી ને ખુબ જ દુઃખ થયું અને તેણે શનિદેવને તેલની માલિશ કરી જેથી તેની પીડા ઓછી થઇ શકે. જેના પછી શનિદેવ હનુમાન જી ને કહે છે કે જે પણ વ્યક્તિ શનિવાર ના દિવસે હનુમાન જી ની પૂજા કરશે અને મારા પર તેલ ચઢવશે તેના પર મારા साढ़े साती ની ખરાબ અસર નહિ પડે.
આજ કારણ છે કે લોકો શનિવાર ના દિવસે શનિદેવ પર તેલ જરૂર ચઢાવે છે અને સાથે જ હનુમાન જી ની પણ પૂજા કરે છે. તમે એવા મંદિરો જોયા જ હશે જ્યાં શનિદેવ ની સાથે સાથે હનુમાન જી ની મૂર્તિ પણ સ્થાપિત હોય છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here