શનિવારના દિવસે શનિદેવનો કરો આ નાનો એવો ઉયાય, મળશે ભરપૂર સફળતા જીવનમાં અને પૈસા …..

0

શનીદેવ નવ ગ્રહોમાં ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનીદેવ પોતાના ગુસ્સાના કારણે ઓળખવામાં આવે છે. જ્યોતિષ અનુસાર શનીદેવની જો જાતકની કુંડળીમાં ખરાબ અસર ચાલતી હોય તો જાતકને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ જ બધી મુશ્કેલીને દૂર કરવા માટે જાતક શનિદેવના ઉપાયો કરે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે જાતકે શનિવારના દિવસે શનિદેવની ઉપાસના કરવી જોઈએ. આ સાથે જ શનિદેવના ઉપાયો અન કરવા જોઈએ. તો ચાલો જાણીએ એ ઉપાયો વિષે.

1. શનીદેવ બજરંગબલીની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે. એક જ દિવસે તમે શનીદેવ અને બજરંગબલીને પ્રસન્ન કરી શકો છો. શનિવારના દિવસે સવારે શનિદેવનું વ્રત અને પૂજા કરો અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરો. એક જ દિવસે બને કરીને તમે શનિદેવના પ્રકોપથી બચી શકો છો.
2. શનિવારના દિવસે કાળા કૂતરાને સરસિયાનું તેલ લગાવી રોટલી ખવડાવો. આમ કરવાથી શનીદેવ પ્રસન્ન થશે, જો કે તમે શનિદેવને પ્રસન્ન કરવા માટે કોઈપણ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવી શકો છો.
3. શનિવારના દિવસે કાગડાઓને કાળા ગુલાબજાંબુ ખવડાવો. શનિદેવની કૃપા બનશે.
4. શનિ પ્રદોષના શુભ દિવસે શનિદેવનો સરસિયાના તેલથી અભિષેક કરો. જો સરસિયાનું તેલ ન હોય તો કોઈપણ તેલ ચાલે, પરંતુ શનિદેવનો અભિષેક કરવાથી શનિદોશમાં રાહત મળે છે.

5. શનિવારે એક કરોરીમાં સરસિયાનું તેલ લઈને એમાં તમારું પ્રતિબિંબ જુઓ અને શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસા, આરતી અને મંત્રોના જાપ કરો.
6. શનિદેવને કાળી વસ્તુ ખૂબ જ પસંદ છે. માટે શનિવારે કાળા રંગના પશુ પક્ષીઓને ખવડાવો અને કાળી વસ્તુ જેવી કે કાળા કપડાં અને લોઢાનું દાન કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here