શાકભાજી વાળા ને કચરા ના ઢગલા માંથી મળી બાળકી, 25 વર્ષ પછી બાળકીએ કઈંક આવી રીતે ચૂકવ્યું તેનું ઋણ જાણો વાઇરલ કહાની….

0

જીવનમાં ક્યારે શું થઇ જાય તે કોઈ જ નથી જાણતું અને કિસ્મત ક્યારે જમીન થી આકાશ સુધી પહોંચાડી દે તે પણ કોઈ ઇન્સાન ને ખબર નથી માટે જ આપણને હંમેશા થી શીખડાવવમાં આવ્યું છે કે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. શું ખબર ક્યાં રૂપમાં ભગવાન તમારી પરીક્ષા લઇ રહ્યા હોય. અને ભલે તેમાં વાર લાગે પણ સારા કર્મ કરવાથી હંમેશા ફળ સારું મળે છે. આજે અમે તમને એક એવી જ કહાની કહેવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ ભાવુક થઇ જાશો.

25 વર્ષ પછી મળ્યું સારા કર્મોનું ફળ:
આ કહાની છે એક શાકભાજી વહેંચનારની જે અસમની ગલી ગલીઓમાં જઈને થેલા પર શાકભાજી વહેંચ્યા કરતા હતા. આ શાકભાજી વાળાનું નામ સોબરન છે. એક દિવસ પોતાના રોજના કામ માટે સોબરન શાકભાજી વહેંચવા માટે નીકળ્યો હતો તેને રસ્તામાં ઉકરડા માંથી બાળકના રોવાનો અવાજ સંભળાયો.
સોબરને જયારે નજીક જઈને જોયું તો ઉકરડા ની વચ્ચે નવજાત બાળકી મળી. આ વાત લગભગ 25 વર્ષ પહેલાની છે. સોબરન તે બાળકીને ઘરે લઇ આવ્યો. સોબરનના તે સમયે લગ્ન થયા ન હતા. નવજાત બાળકી ને તેણે ખુદ જ પાલન પોષણ કરવાનો નિર્ણંય કર્યો.
તેમણે આ બાળકીનું નામ જ્યોતિ રાખ્યું હતું. સોબરને પોતાની બાળકીને એકલા જ પોતાના દમ પર પાલનપોષણ કરીને મોટી કરી. સોબરન ને ખુબ જ ખુશી થઇ કેમ કે આ બાળકી ભણવામાં ખુબ જ તેજ હતી.કોમ્પ્યુટર સાઇન્સથી સ્નાતક કર્યા પછી જ્યોતિ એ વર્ષ 2014 માં એમ લોકસેવા આયોગ ની પીસીએસ પરીક્ષા માં ભાગ લીધો. આ પરીક્ષા માં જ્યોતિએ બધાને ચોંકાવતા પહેલી જ વારમાં પીએસ પરીક્ષા ને પાસ કર્યું.  તેના પછીની સીધી નિયુક્તિ અસમ આયકર બીભાગથી સહાયક આયુક્ત ના પદ પર નિયુક્તિ મળી. સોબરન માટે ખુશી નો કોઈ ઠીકાનો જ ન રહ્યો અને હવે જ્યોતિ પોતાના પિતા સોબરનની સાથે પોતાના સરકારી બંગલા માં રહે છે.સોબરનને પૂછવામાં આવ્યું કે આજે પોતાની દીકરી ને આ પદ પર જોઈને કેવું લાગી રહ્યું છે તો તેણે માત્ર એટલું જ કહ્યું કે તેની દીકરી એ તેની 25 વર્ષની મહેનત ને તેને સૌથી શાનદાર ફળ આપ્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here