શાહિદ કપૂર ના પિતા બનવાની ખુશીમાં લાગી નજર, શુભ અવસર પર મળ્યા આ ખરાબ સમાચાર….

બૉલીવુડ ની સૌથી સુંદર જોડી શાહિદ કપૂર અને મીરા હાલના દિવસોમાં ચર્ચામાં છે. વર્ષ 2015 માં થયેલા લગ્ન પછી હાલ શાહિદ બીજી વાર પિતા બન્યા છે. અહીં આ તસ્વીર માં મીરા રાજપૂતના હાથમાં જુનિયર શાહિદ છે તો શાહિદ ના હાથમાં તેની બે વર્ષની દીકરી મિશા છે. તેઓને આ તસ્વીરો માં જોઈને ફેન્સ ખુશીમાં પાગલ બની ગયા છે. જ્યા એક તરફ શાહિદ કપૂર પોતાના પરિવાર માં નાના મહેમાનના આગમનની ખુશીઓ મનાવી રહ્યા છે જયારે બીજી તરફ તેઓને એક અન્ય ખરાબ સમાચાર મળ્યા છે.

Tweeter પર મળી Hacked પોસ્ટ:
7 સપ્ટેમ્બર ના રોજ શાહિદ કપૂર ના ઓફિશિયલ ટ્વીટર, અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ કોઈએ હૈક કરી લીધા હતા. ગયા ગુરુવારે શાહિદ કપૂર ને ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તુર્કીશ હૈકર ગ્રુપની અમુક પોસ્ટ નજર આવવા લાગી. તેના દ્વારા કરવામા આવેલી દરેક પોસ્ટ ખુબ જ આપત્તિજનક હતી. તુર્કીશ હૈકર ગ્રુપ અયેલદીજ દ્વારા શાહિદ કપૂરના ઓફીશિયલ એકાઉન્ટ પર ઘણા એવા પિક્ચર્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંની એક પિક્ચર કૈટરીના કૈફ ની પણ હતી. તે પિક્ચરની ની સાથે કેપશન માં કૈટરીના આઈ લવ યુ પણ લખેલું હતું જો કે તે શાહિદ કપૂર માટે ખુબ જ શર્મનાક કિસ્સો બની ગયો હતો.

પોસ્ટમાં હતા અપશબ્દ:  તેના સિવાય હૈકર્સ એ અલાઉદ્દીન ખીલજી ની ફોટો અપલોડ કરી અને તેના વિશે ઘણા એવા આપત્તીજનક શબ્દો નો પ્રયોગ કર્યો. ફિલ્મ પદ્માવત માં રણબીર સિંહ દ્વારા નિભાવામાં આવેલા ખીલજી ના કિરદાર ને ખુબ જ આપત્તીજનક શબ્દો ની સાથે પોસ્ટ પર લખવામાં આવ્યા હતા. આગળના જ દિવસે શુક્રવારની સવારે શાહિદ કપૂરે આ વાત સ્પષ્ટ કરતા પોતાના એકાઉન્ટ ના પાસવર્ડ ચેન્જ કર્યા, અને પોસ્ટ કરીને બતાવ્યું કે મારું એકાઉન્ટ હૈક કરી લીધું હતું, અને મારા એકાઉન્ટ પર જે પણ પોસ્ટ થઇ છે, તેમાંથી મારો કોઈ જ સંબંધ નથી હું મારા એકાઉન્ટ પર હાલ એક્ટિવ નથી તો કોઈપણ વાતચીત કરવાથી બચજો.અભિષેક બચ્ચન નું એકાઉન્ટ થયું હતું હૈક:
શાહિદ ના પહેલા અભિષેક બચ્ચન નું પણ એકાઉન્ટ હૈક થઇ ચૂક્યું હતું. અભિષેક નું એકાઉન્ટ પણ તુર્કી હૈંકરે જ કર્યું હતું. હૈંકર્સે એક ફોટો ને શેયર કરી જેમાં અમિતાબ ઇઝરાયલ ના પીએમ બેન્જામિન ને મળી રહ્યા છે અને પાછળથી અભિષેક અમિતાબ ને દૂર થી જોઈ રહયા છે. આ સિવાય અભિષેક ના એકાઉન્ટ પર ફિલીસ્તીન નો ઝંડો પણ શેયર કરવામાં આવ્યો. જો કે પછી તેનું એકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!