શહિદ જવાનના અંતિમ દર્શન માટે ઉમટ્યા 5,000 લોકો, પહેલી વાર મહિલાઓ પહોંચી સ્મશાન ઘાટ, જાણૉ વિગતે….

0

રવિવારના રોજ પહાડ થી પગ લપસી જતા શહીદ થયેલા કૈથલ હરિયાણા ના ‘રાજેશ પુનિયા’ ના પરિવારની સ્થિતિ વધુ સારી નથી. ખેતી વાડી માટે દોઢ એકડ જમીન છે, રહેવા માટે બે રૂમ વાળું મકાન છે. કાચી ઈંટોથી દીવાલ બનાવીને ગેટ લગાવામાં આવેલો છે. પણ ઘર જેટલું નાનું છે, પરિવારમાં દેશભક્તિ અને હૌંસલોં એટલો જ મોટો છે. દીકરાના જવાનું દર્દ છુપાવતા એક પણ આંસુ વહેવા ન દીધા. માં બોલી ,”बेटे की शहादत पर गर्व है, ऐसा लाल हर मां को मिले”। પિતા ભાગ સિંહે પણ પોતાના હોંસલા ને ખોવા ન દીધું. સ્મશાન ઘાટમાં સેલ્યુટ કરીને આ દીકરાને વિદાઈ આપવામાં આવી. ચાર દિવસ પહેલા થઇ હતી છેલ્લી વાર વાત-માતા કૃષ્ણા:

માતા કૃષ્ણા એ જણાવ્યું કે રાજેશ ત્રણ વર્ષ પહેલા સેનામાં ભરતી થતો હતો અને નાનો દીકરો સેનામાં જવાની તૈયારીઓ કરી રહ્યો છે. રાજેશ ને કબડ્ડી રમવાનો ખુબ જ શોખ હતો. ચાર દિવસ પહેલા દીકરાની સાથે છેલ્લી વાર વાત થઇ હતી. તે દિવસે તેમણે પરિવાર, પાડોશીઓ, રિશ્તેદારો બધા વિશે પૂછ્યું. રાજેશ અવિવાહિત હતો અને પરિવારના લોકો તેના માટે કન્યા શોધી રહ્યા હતા.
ગલીઓમાં રંગોળી અને શહિદના નારા:રાજેશનું પાર્થિવ શરીર સૌથી પહેલા સેનાના દિલ્લી સેન્ટર માં લઇ જવામાં આવ્યું. સાંજે પાંચ વાગે ત્રિરંગા માં લપેટાયેલું તેનું શરીર ગામમાં પહોંચ્યું. ગલીઓમાં રાજેશ લખીને રંગોળી બનાવામાં આવી હતી. રસ્તાઓ પર લોકોની ભીડ લાગી ગઈ હતી અને નારા લગાવામાં આવ્યા હતા. તેની અંતિમ યાત્રામાં 5,000 કરતા વધુ લોકો પહોંચ્યા હતા. અને સૌથી મોટી વાત એ કે આ ગામમાં પહેલી વાર મહિલાઓ સ્મશાન ઘાટ પહોંચી હતી.

મારા બંને હાથ કપાઈ ગયા-ભાઈ રામપાલ:ભાઈનો અઠવાડિયામાં બે થી ત્રણ વાર ફોન આવતો હતો. 16 ઓગસ્ટના રોજ છેલ્લી વાર વાત થઇ હતી. તેનો મોબાઈલ બંધ આવ્યો તો ચિંતા વધી ગઈ. મેં ભાઈ નહિ પણ બંને હાથને ગુમાવ્યા છે. ભાઈ પર ગર્વ છે કે આવા ભાઈ બધાને મળે.

સીએમ નું ટ્વીટ:સીએમ મનોહર લાલે ટ્વીટ કર્યું કે, ”દેશની સેવા કરતા કર્તવ્ય પથ પર પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા રાજેશ કુમાર જી ને શ્રદ્ધાંજલિ. ”શોક સંતપ્ત પરિજનોની સાથે મારી સંવેદના છે. આ દુઃખની ઘડીમાં પૂરો દેશ તમારી સાથે છે”.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here