પિતાને શ્ર્દ્ધાંજલી આપતા આપતા રડવા લાગ્યો માત્ર 5 વર્ષનો દીકરો, અને બોલ્યો ‘પાકિસ્તાન મુર્દાબાદ’ !!

0

ગઈ 14 ફેબ્રુઆરીના દિવસે કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હમલામાં સી.આર.પી.એફ ના 40 થી વધારે જવાનો શહિદ થયા અત્યારે આખો દેશ એ જવાનોની શહીદી ઉપર શોક મનાવી રહ્યો છે. આમ જોઈએ તો આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે સૈનિકોનો કાફલો ગાડીમાં બેસીને કેમ્પ જઈ રહ્યો હતો.

આ હુમલા પછી આખો દેશ પાકિસ્તાનની નિંદા કરી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને બોલિવુડના સ્ટાર્સ પણ આ હુમલાની અલગ અલગ રીતે નિંદા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ હુમલામાં મ્ર્ત્યુ પામનાર 5 જવાનો રાજસ્થાન ના હતા અને એક હતો હેમરાજ મીણાનો.

હેમરાજ  મીણા હતો મૂળ રાજસ્થાનનો :
જિલ્લાના કોટા ગામના હેમરાજ મીણા (43) સી.આર.પી.એફ નો જવાબ બટાલિયન 11માં તૈનાત હતો. તે સતત 18 વર્ષથી સેનામાં કાર્યરત હતા. આજે હેમરાજનો અંતિમ સંસ્કાર તેમના ગામમાં કરવામાં આવ્યા હતા. તેમના મોટા દીકરાએ તેમને મુખાગ્નિ આપી હતી. આ અંત્યોષ્ટિ સમયે તે તેની ભાવનાઓને રોકી શક્યો ના હતો. માત્ર 5 વર્ષના દીકરાએ ભારત માતાની જય જય કાર લલકારીને બધાને રડાવી મૂક્યા હતા. અને ભારત માતાની જય જય કાર લલકારી ને બધાને ભાવુક કરી રડાવી મૂક્યા હતા.

નાની ઉંમરમાં મોટી સીખ –
હેમરાજ ના અંતિમ સંસ્કાર ના સમયે ભારત માતાના જયજય કાર વચ્ચે લલકારીને પાકિસ્તાન વિરુદ્ધના નારા લગાવીને અચાનક જ ભીડ ની વચ્ચે જ નાના અને બહાદૂર બાળકે જોરથી પાકિસ્તાન મુર્દા બાદ ના નારા લગાવ્યા હતા. અને ભારત માતાની જય જય કાર કરી હતી. તે કદાચ એ વાતથી અંજાન હતો હતો કે હવે કયારેય તેના પાપા પાછા નહી આવે. દીકરા દીકરીઓએ ચરણ સ્પર્શી નમન કરી પિતાને વંદન કર્યા હતા અને સલામી આપી હતી. ગ્રામીણ પોલીસ કર્મીઓએ 25 રાઉન્ડ ફાયરિંગ કરીને સલામી આપી હતી.

5 વર્ષનો દીકરો બોલ્યો, મને બંદૂક આપો હું આતંકીને મારીશ –
દીકરા અજયે કહ્યું કે મને મારા પિતાની શહાદત ઉપર ગર્વ છે. માત્ર પાંચ વર્ષના દીકરાએ પોતાના ઘરે રોતા કકળતા લોકોને જોઈને કહ્યું કે, હું મોટો થઈને પોલીસ બનીશ અને બધા જ આતંકીઓને બંદૂકથી ઉડાવી દઇશ. મને બંદૂક આપો હું આતંકી ને મારીશ.

મોટા ભાઈ રામ રાજે જણાવ્યુ કે હેમરાજ નાગપુરની ટ્રેનીંગમાથી પરત આવી રહયા હતા. તે સોમવારે જ માત્ર થોડીવાર માટે ગામ આવ્યા હતા. અને જ્યારે તેજમ્મુ પહોંચ્યાં તો માત્ર બપોરે જ તેમની શહાદતની ખબર પહોંચી. તેમને તેમની પત્નીને વચન આપ્યું હતું કે તે માત્ર 20 દિવસમાં જ વતન પાછા ફરશે. અને પરિવારને ફરવા લઈ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here