સીઆરપીએફના શહીદ જવાનના પરિવારને અક્ષય કુમારે ફરી એકવાર દરિયાદિલી બતાવી …15 લાખ રૂપિયાનું દાન

0

બોલિવુડના કલાકાર અક્ષય કુમારે પુલવામામાં સીઆરપીએફ પર થયેલ હુમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ માટે 5 કરોડ રુપિયા દાન આપવાનું જાહેર કર્યું હતું. હવે તેમને એક શહીદ જવાનના પરિવારને 15 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ વાતનો ખુલાસો સીઆરપીએફના ડીઆઈજીએ કર્યો હતો.

બોલિવૂડ કલાકાર અક્ષય કુમારે જમ્મુ-કશ્મીરના પુલવામામાં શહીદ થયેલ જવાનોના પરિવારની મદદ માટે હાથ આગળ કર્યા છે. તેમને હુમલા પછી શહીદોના પરિવાર માટે દાન આપવાની ઘોષણા કરી હતી. અક્ષયની આ પહેલના ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ પણ વખાણ કર્યા હતા. હમણાં ખુલાસો થયો છે કે અક્ષયે એક શહીદ જવાનના પરિવારની મદદ કરી છે.

સીઆરપીએફના ડીઆઈજી જગદીશ નારાયળા મીળાએ જણાવ્યું કે અક્ષયે ભરતપૂરના રહેવાસી શહીદ જીત ગુર્જરની પત્નીને 15 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. શહીદ જવાનનો નાનો ભાઈ વિક્રમ સિંહે આ મદદ માટે અક્ષય કુમારને ધન્યવાદ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે શહીદ જીત રામ તેમને પરિવારમાં એકલો કમાનાર હતો જેથી તેમનો પરિવાર પૈસાની તકલીફ ઉઠાવી રહ્યો હતો. અક્ષયની મદદ તેમની પાસે ત્યારે પહોંચી જ્યારે તેમને આ મદદની ખુબજ જરૂર હતી. વિક્રમ હમણાં પરીક્ષાની તૈયારી કરે છે અને તેનો પૂરો પરિવાર તેના પર આધાર રાખે છે. શહીદ જીત રામ પોતાના પાછળ તેના માતા-પિતા, પત્ની અને 2 છોકરીઓને છોડી ગયા છે.

જણાવીએ કે આનાથી પહેલા અક્ષયે ભારત કે વીર જવાનની વેબસાઈટથી શહીદના પરિવારને 5 કરોડ રૂપિયા દાન કરવાનું વચન આપ્યું છે. તેમને પોતાના ચાહકોને પણ વિનંતી કરી હતી કે દિલ ખોલીને શહીદ જવાવનના પરિવારની મદદ કરે. અક્ષય આનાથી પહેલા પણ શહીદ જવાનોની મદદ માટે લોકોને કહેતા આવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here