શહીદ થયાના 4 દિવસ પહેલા પત્ની ને નવું મકાન બનવાનું વચન આપીને ગયો હતો આ વીર જવાન, પણ હવે ક્યારેય પાછો નહીં આવે…

0

આગળની 14 ફેબ્રુઆરી ના રોજ જમ્મુ-કાશ્મીર ના પુલાવામા માં આતંકીઓ દ્વારા થયેલા હુમલામાં CRPF ના 40 થી પણ વધારે જવાન શહિદ થઇ ગયા છે. આ હુમલામાં શહિદ થનારા મોટાભાગના જવાન પંજાબ અને ઉત્તર પ્રદેશ ના હતા. આ હુમલા પછી દેશભરમાં ગુસ્સા નું વાતાવરણ છવાઈ ગયું છે અને ચારે બાજુ પાકિસ્તાન નો વિરોધ થઇ રહ્યો છે.
આ આતંકી હુમલામાં શહિદ થનારા હેડ કોન્સ્ટેબલ રામવકીલ માથુર પણ શામિલ છે જે યુપી ના મૈનપુરી ના રહેનારા હતા. અન્ય શહીદો ની જેમ જ તેના ઘરના સદસ્યો ને તેના શહિદ થવાની ખબર મળી, પુરા પરિવાર માં કોહરામ મચી ગયો છે અને દરેક કોઈ દુઃખ માં ડૂબી ગયા છે.

તમને જણાવી દઈએ કે હેડ કોન્સ્ટેબલ રામવકીલ માથુર ની પત્ની અને તેના ત્રણ બાળકોએ શહિદ ની ખબર સાંભળતા જ પોતાના આંસુ રોકાઈ નથી રહ્યા. આગળના રવિવારે રામવકીલ પોતાની રજા પુરી કરીને પાછા કાશ્મીર જાવા માટે નીકળ્યા હતા અને જાવાના સમયે એ કહી ગયા હતા કે આગળના મહિને આવીને તે પોતાનું નવું મકાન બનાવશે.

2001 માં થયા હતા CRPF માં ભરતી:
દરેક કોઈ ઈચ્છે છે કે રામવકીલ ની સાથે સાથે દરેક શહિદ ની શહીદી નો બદલો લેવામાં આવે. વર્ષ 2001 માં સિપાઈ ના પદ પર સીઆરપીએફ માં ભરતી થનારા શહિદ રામવકીલ હેડ કોન્સ્ટેબલ ના રૂપે કાર્યરત હતા.
વર્ષ 2003 માં શહિદ રામવકીલ માથુર ના લગ્ન ઇટાવા ના અશોક નગર નિવાસી ગીતા ની સાથે થયા હતા અને જમ્મુ માં કાર્યરત થયા પછી થી ગીતા અને તેના બાળકો અને તેની માં પોતાના પિયર ઇટાવા માં રહી રહ્યા હતા.
પત્ની ને આપ્યું હતું મકાન બનાવાનું વચન:

જમ્મુ કાશ્મીર જાતા પહેલા શહિદ રામવકીલ એ પોતાની પત્ની ને વચન આપ્યું હતું કે તે ઇટાવા માં પ્લોટ લઇને પોતાનું નવું મકાન બનાવશે અને આગળના મહિને પાછા ઘરે આવીને મકાન નું કામ શરૂ કરાવી દેશે.

રામવકીલ ના ત્રણ બાળકોમાં સૌથી મોટો 12 વર્ષ નો રાહુલ છે અને તે કેન્દ્રીય વિદ્યાલય ઇટાવા માં ધોરણ-8 માં ભણે છે અને બીજો દીકરો સાહુલ જે 10 વર્ષનો છે અને સૌથી નાનો દીકરો અંશ છે.

અન્ય શહિદ જવાનોની જેમ શહિદ રામવકીલ નો પરીવાર, મિત્રો, દરેક કોઈ ઈચ્છે છે કે સરકાર પાકિસ્તાન ના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે એને તેઓને સબક શીખવે જેથી કોઈપણ આતંકવાદી હુમલો કરતા પહેલા 10 વાર વિચારે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here