સરકાર તરફથી મળી શકે છે તમને 51,000 રૂપિયા જો તમારી ઘરે દીકરી હોય તો… વાંચો યોજના વિશે

0


કેન્દ્ર સરકારે કન્યાઓને સુરક્ષા, પોષણ, ઉચ્ચ શિક્ષણ વગેરે માટે ઘણી યોજનાઓ બનાવી છે. આ યોજનાઓમાં શાદી શગુન યોજના પણ સામેલ છે. વડાપ્રધાન મોદીએ શાદી શગુન યોજનાની શરૂઆત દેશના અલ્પસંખ્યક સમુદાયની કન્યાઓ માટે કરી છે. આ યોજનામાં સરકાર લગ્ન પહેલા સ્નાતકનું ભણતર પૂર્ણ કરવાવાળી અલ્પસંખ્યક સમુદાયની કન્યાઓને 51 હજાર રૂપિયા આપે છે.

કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરુ કરી યોજના
આ યોજનાનો હેતુ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ફક્ત મુસ્લિમ લઘુમતી સમુદાયની કન્યાઓ માટે છે. કારણ કે દેશમાં મુસ્લિમ કન્યાઓની શિક્ષણની સ્થિતિ ખૂબ ખરાબ છે. આ યોજનાનો હેતુ મુસ્લિમ કન્યાઓ અને તેમના વાલીઓને પ્રોત્સાહન આપવા શરુ કરી છે જેથી કન્યાઓ યુનિવર્સિટી અથવા કોલેજ સ્તરનો અભ્યાસ પૂર્ણ કરી શકે. તેથી જ આ પહેલને શાદી શગુન યોજના નામ આપવામાં આવ્યું છે.

આ રીતે મળશે 51 હજાર રૂપિયાની ધનરાશિ

આજે પણ, મુસ્લિમ સમાજમાં મોટા ભાગે મુસ્લિમ કન્યાઓને ઉચ્ચ શિક્ષણ નથી મળતું. આ માટેનું એક કારણ આર્થિક તંગી પણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન મોદીએ આ યોજના 8 ઓગસ્ટ, 2017ના રોજ શરૂ કરી. જણાવી દઈએ કે શાદી શગુન યોજનાની 51 હજાર રૂપિયાની રાશિ ગ્રેજ્યુએશનનું ભણતર પૂર્ણ કરવાવાળી એ જ કન્યાઓને મળશે જેઓએ શાળાના સ્ટાર પર એમએઇએફ તરફથી શિષ્યવૃતિ પ્રાપ્ત કરી હશે. ઉપરાંત કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક બે લાખથી વધુ ન હોય. શાદી શગુન યોજનાની સંપૂર્ણ માહિતી તમને કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલયની વેબસાઈટથી મેળવી શકાશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here