શાળામાં નવી શિક્ષક મેડમની ભરતી – પહેરવેશ અને ગેરશિસ્તતા પરથી તે ખૂબ ગરીબ નફફટ છોકરાની એની વાર્તા જે તમને રડાવી દેશે

0

ગામની શાળા માં નવી ભરતી દ્વારા આવેલ શિક્ષિકાને ધોરણ ૭ નો વર્ગ સોંપવામાં આવ્યો.શાળામાં પ્રથમ દિવસ હોઈ તેણી નવા વિદ્યાર્થીઓ ને મળવા ઉત્સુક હતા.હાજરી પૂરતી વખતે તેમના ધ્યાને આવ્યું કે શાળાના સફાઈકામદાર જેવો દેખાતો છોકરો તેમના વર્ગ નો વિદ્યાર્થી હતો.તેના પહેરવેશ અને ગેરશિસ્તતા પરથી તે ખૂબ ગરીબ અથવા નફફટ હોવાનું તેમણે વિચાર્યું.વાળ ન ઓળેલા હોવા,પગરખા હોય પરંતુ વ્યવસ્થિત રીતે પહેરેલ ન હોય,યુનિફોર્મ ધોયેલ ન હોય.તે વિદ્યાર્થીનું નામ ‘અદ્રશ્ય’ હતું. વર્ગખંડમાં માત્ર તેની શારીરિક હાજરી જ રહેતી.તે પોતાની રીતે જ અલગ વિચારોમાં ખોવાયેલ રહેતો.વર્ગખંડ માં પૂછાતા કોઈ પણ પ્રશ્ન નો તે જવાબ ન આપતો.તે ઘરકામ પણ કરીને ન લાવતો.ધીરે ધીરે વર્ગશિક્ષિકાને તેના પ્રત્યે અણગમો થવા લાગ્યો.તેઓ હંમેશા તેની મજાક જ ઉડાવતા.વર્ગખંડમાં અપાતા તમામ ખોટા ઉદાહરણો તેના જ નામથી અપાતા. પરંતુ અદ્રશ્ય સામે કોઈ જ જવાબ ન આપતો અને નીચું જોઈ રહેતો.સમય વીતતો ગયો અને પરીક્ષા આવી.શિક્ષિકાને જાણેકે ખબર જ હતી કે તેણે કશું જ નહી લખ્યું હોય અને તેમણે ઉત્તરવહી ને ખોલવાની તસ્દી પણ ન લીધી અને ‘માર્ક’ના ખાના માં શૂન્ય લખી દીધું.

પરિણામ ના દિવસે તે ઉત્તરવહી જોવા પણ ન આવ્યો.આ જ રીતે વર્ષ પૂર્ણ થયું અને વાર્ષિક પરીક્ષા આવી. વાર્ષિક પરીક્ષા ના પરિણામ માં પણ શિક્ષિકાએ શૂન્ય જ લખ્યું.પરંતુ ‘રાઈટ ટુ એજ્યુકેશન’ અંતર્ગત અદ્રશ્ય ને નાપાસ કરી શકાય તેમ ન હતું.તેથી શિક્ષિકા એ તેના જુના વર્ષ ના પ્રગતિ પત્રક મુજબ માર્ક લખીને પાસ કરવાનું નક્કી કર્યું.શાળાના નિયમ અનુસાર દર વર્ષ ના અંતે પ્રગતિ પત્રક સાથે શિક્ષકે વિદ્યાર્થીના વર્તન અનુસાર અહેવાલ આપવાનો રહેતો.જેમાં ધોરણ ૬ ના અહેવાલ માં લખેલ હતું: “અદ્રશ્ય તેની આગવી લય ગુમાવી ચુક્યો છે. તેને માનસિક સહાય ની જરૂર છે.જો હવે અદ્રશ્ય નું ધ્યાન ન રાખવામાં આવે તો તેનું ભવિષ્ય બગડી શકે તેમ છે.”નવા શિક્ષિકા ને નવાઈ લાગી અને જુના તમામ વર્ષ ના વર્તન અહેવાલ ચકાસવાનું નક્કી કર્યું.


ધોરણ ૩:”અદ્રશ્ય ખૂબ જ હોશિયાર મહેનતુ અને સંવેદનશીલ વિદ્યાર્થી છે.તેની ઉત્તરવહી માં ભૂલ શોધવી એ સમુદ્રમાંથી સોય શોધવા બરાબર છે. જો તે આમ જ ભણતર ચાલુ રાખશે તો ભવિષ્યમાં કોઈ સારો દાકતર/ઈજનેર/ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ સારી લાયકાત ધરાવનાર બની શકશે”
ધોરણ ૪:”અદ્રશ્ય સારો વિદ્યાર્થી છે પરંતુ માતાની તબિયત શિથિલ હોવાના કારણે તેનું અભ્યાસ પરથી ધ્યાન ખસી ગયુ છે જે અંગે કોઈ ઉપાય કરવો જરૂરી છે.”
ધોરણ ૫:”માતાના મૃત્યુ અને પિતાના દારૂડીયા સ્વભાવના કારણે અદ્રશ્ય અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.તેને હૂંફ ની જરૂર છે.”
આટલું વાંચ્યા બાદ શિક્ષિકા જાણે કે સ્તબ્ધ થઈ ગયા પરંતુ હાથ પર પડેલ આંસુ ને કારણે તેમની તંદ્રા તૂટી અને તેમને પોતાના વર્તન માટે ખૂબ જ પસ્તાવો થયો.તેઓ તે આખો દિવસ ચોધાર આંસુએ રડ્યા.એક નાનકડો જીવ..કેમ ગંદો?? કેમ લઘર-વઘર??કેમ ડફોળ??આ જાણવા ની કોશિષ ન કરી…થોડા દિવસ વિચાર્યા બાદ તેમણે પ્રિન્સીપાલ પાસે ધોરણ ૮ ના વર્ગ ની માંગણી કરી.જે સ્વીકારી લેવાઈ.


હવે તેઓ અદ્રશ્ય સાથે ખૂબ જ કાળજીપૂર્વકનું અને પ્રેમાળ વર્તન કરતા.અદ્રશ્ય પર ધીરે ધીરે તેની અસર દેખાવા લાગી અને તે વર્ગખંડ માં જવાબ આપતો થઈ ગયો.અને શિસ્તમુજબ વર્તન કરવા લાગ્યો.પરંતુ ત્યાં તો દિવસ આવ્યો શિક્ષકો ને ભેટ આપવા નો..ગુરુપૂર્ણિમા..વર્ગખંડ ના દરેક વિદ્યાર્થીઓ નવા શિક્ષિકા માટે ઉપહાર લાવેલા..

પરંતુ અદ્રશ્ય??પિતા ના મદિરાપાન પછી ઘર માં હાંડલા કુશ્તી કરતા…ત્યાં ઉપહાર ની તો વાત જ ક્યાં કરવી?? તો પણ શિક્ષિકા અદ્રશ્ય ના ઉપહાર ની રાહ જોતા હતા. વર્ગખંડ માં પ્રવેશતા વેત એમણે નજર ફેરવી તો અદ્રશ્ય છેલ્લી પાટલી ના ખૂણે દેખાયો. બીજા બધા વિદ્યાર્થીઓ ની મોંઘીદાટ ‘ગીફ્ટસ’ ની સામે અદ્રશ્ય એ એક અત્તર ની થોડી વપરાયેલી બોટલ અને એક તૂટેલું બ્રેસલેટ..આખા વર્ગ ના ખડખડાટ હાસ્ય ના મોજા ને શિક્ષિકાએ ખડક બની ને રોકી દીધો અને તેની પ્રશંસા કરતા કહ્યું, “આ બધી બજારું ગીફ્ટસ ની વચ્ચે તારી આ સાદી ગીફ્ટ મને ખૂબ જ પસંદ આવી છે..” આ વાક્ય ના ઉચ્ચારણ સાથે જ બંને વચ્ચે ઘણો લાંબો નયન સંવાદ થઇ ગયો. આમ જ એક હૂંફ ભર્યા વર્તાવ ને કારણે ધોરણ ૮ ની વાર્ષિક પરીક્ષા ના અંતે અદ્રશ્ય પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો.પરંતુ ધોરણ ૯ માં અદ્રશ્ય એ શાળામાં પ્રવેશ જ ન લીધો. તપાસ કરતા જાણવા મળ્યું કે તેના પિતાના ગેરસામાજિક સંબંધો ને કારણે તેણે ગામ જ છોડી દીધું છે.


વર્ષો ના વહાણાં વીતતા ક્યાં વહી ગયા તે ખબર જ ન રહી. અનેક વિદ્યાર્થીઓ આવી ને ભણતા રહ્યા. ઘણા વિદ્યાર્થીઓ ના સફળતા ના સમાચાર મળતા પરંતુ અદ્રશ્ય તો નામ મુજબ ગુણ ધરાવતો હોય તેવું લાગતું. એક દિવસ શાળા માં એક ચપરાસી આવીને કહ્યું કે શાળા ના જનરલ નંબર પર એક વોટ્સએપ આવેલ છે જેમાં તમારા નંબર ની માંગણી કરેલ છે. ઓનલાઈન ચેક કરતા કોઈ અદ્રશ્ય નામ આવે છે. શું કરવું?હવે તો અનુભવી અને આધેડ ઉંમર નાં શિક્ષિકા માર્મિક રીતે હસ્યા અને કહ્યું કે તે નંબર મને આપો.હું વાત કરીશ.વાત શરુ કરી ને ઓળખાણ માં જ કહ્યું કે હું તારી ‘ટીચર’ છું. જવાબ માં માત્ર એક ફોટોગ્રાફ મળ્યો. જેમાં એક મેમ્બરશીપ સર્ટિફિકેટ હતું અને લખેલ હતું : અદ્રશ્ય (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ). શિક્ષિકા ના આંખે ઝળઝળિયાં આવી ગયા. તેમની ખુશી નો કોઈ જ પાર ન રહ્યો.તેમણે જવાબ માં માત્ર પોતાના હાથ નો ફોટોગ્રાફ મોકલ્યો કે જે આશીર્વાદ ની મુદ્રા માં હતો અને હાથ માં બ્રેસલેટ દર્શાવતો હતો.

સાર: દરેક પુરુષ ની સફળતા પાછળ એક સ્ત્રી નો હાથ હોય જ છે પણ જરૂરી નથી કે તે સ્ત્રી તેની સાથે જ હોય..તે ‘અદ્રશ્ય’ પણ હોઈ શકે છે.તે ગર્લફ્રેન્ડ/વાઇફ હોવી જરૂરી નથી

લેખક: અદ્રશ્ય

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here