95% લોકો નહિ જાણતા હોય કે શા માટે આવે છે ‘હડકી’, જાણો તેનું કારણ…

0

તમને પણ હેડકી આવતી હશે એવામાં તમે પણ એવું જ વિચાર્યું હશે કે કોઈક તમને યાદ કરી રહ્યું છે. જો કોઈ વ્યક્તિને વધુ પડતી જ હેડકી અચાનકથી જ આવવા લાગે તો તેઓ કહે છે કે કોઈ સાચા દિલથી પોતાને યાદ કરી રહયું છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો એ સવાલનો જવાબ નથી આપી શકતા કે આખરે હેડલી ક્યાં કારણ ને લીધે આવે છે. પણ તમને જણાવી દઈએ કે હેડકી આવવાના વૈજ્ઞાનિક કારણ છે. જયારે પણ આપણે વધુ પડતું તીખું કે પછી ઉતાવળે ખાઈએ છીએ ત્યારે હેડકી આવે છે.તેનું મુખ્ય કારણ છે આપણી છાતી અને પેટ ની વચ્ચે ઉરોદરપટલ(Diaphragm) જે એક માંસપેશી હોય છે. જે આપણા ફેફસામાં હવા ભરવાનું કામ કરે છે. તેનાથી બચવા માટે જરુર કરતા વધુ તીખું ખાવું ન જોઈએ.પણ જયારે પણ તમે ઉતાવળે ભોજન લો છો તો આ માંસપેશીમાં હલચલ થવા લાગે છે જેને લીધે બહાર ની હવા ઝડપથી અંદર જાવા લાગે છે અને તે જ હવા હેડકી બનીને બહાર આવવા લાગે છે. જે એક સામાન્ય વાત છે અને તે હલચલ ને બંધ કરવા માટે આપણે વધુ પાણી પીએ છીએ.
મોટાભાગે એ જ સલાહ આપવામાં આવે છે કે જો હેડકી આવે તો પાણી પી ને તેને રોકી શકાય છે. તે વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે પાણી વધુ પીવું ન જોઈએ કેમ કે તેનાથી જે હવા હેડકી ના રૂપ માં બહાર આવે છે તે રોકાઈ ન જાય નહીંતર તમને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે.આ કોઈ ગંભીર બીમારી નથી માટે વધુ ચિંતા કરવાની જરુર નથી માત્ર તમારે ભોજન લેવામાં વધુ ઉતાવળ કરવી ન જોઈએ. આરામથી ભોજન લો અને રિલેક્સ રહો. તેનાથી એ પણ ફાયદો થશે કે તમે ખોરાક યોગ્ય રીતે ખાઈ શકશો અને તેનું યોગ્ય રીતે પાચન પણ થઇ શકશે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here