સ્કુલ લૈબમાં રોમાંસ કરી રહેલી પ્રિયા પ્રકાશનો વિડીયો વાઈરલ, 3 મહિના પછી પણ પહેલા જેવો જ જાદુ કરી ગઈ…

રાતો-રાત ઈન્ટરનેટ સેંસેશન બનનારી પ્રિયા પ્રકાશની ફિલ્મ ‘ओरु अदार लव’ ની શુટિંગ પૂરી થવાની તૈયારીમાં છે. તેની પહેલા ફિલ્મનું એક અન્ય સોંગ રીલીઝ થયું હતું. જેમાં પ્રિયાના એક્સપ્રેશને પુરા ઇન્ડિયાનાં લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા.હાલ ફિલ્મનું બીજું ગીત રીલીઝ થઇ ચુક્યું છે. જેમાં એકવાર ફરી ફિલ્મના હીરો ‘રોશન અબ્દુલ રહુફ’ અને ‘પ્રિયા પ્રકાશે’ પોતાની લવ સ્ટોરીનો જાદુ ચલાવી દીધો. ફિલ્મનું આ સોંગ સ્કુલ લૈબ અને પાર્કમાં શૂટ કરવામાં આવ્યું હતું.પ્રિયાએ આ ગીતમાં પણ ક્માલનાં લાજવાબ એક્સપ્રેશન આપ્યા છે. સાથે જ અબ્દુલે પોતાના ડાંસનો હુનર ખુબ સારી રીતે અદા કર્યો છે, જણાવી દઈએ કે આ પ્રિયા પ્રકાશની ડેબ્યું ફિલ્મ છે. પ્રિયાના આવા લાજવાબ એક્સપ્રેશન અને સુંદરતાને જોઇને તેને બોલીવુડ માંથી પણ ફિલ્મની ઓફરો આવવાનું શરુ થવા લાગ્યું છે.
આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ રીલીઝ થાશે. પહેલી વાર મલયાલમ ફિલ્મ માટે આ એક મોટું પગલું હશે. આવું ફિલ્મ મેકર્સે પ્રિયાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા કર્યું છે. ફિલ્મમાં સ્કુલમાં રોમાંસ બતાવામાં આવશે.આ ફિલ્મના દરેક સોન્ગ્સને શાન રહમાન દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. તેના પહેલા રીલીઝ થયેલા ફિલ્મ ટીજરને બોલીવુડ સેલીબ્રીટીઓએ પણ ખુબ જ પસંદ કર્યું હતું. ઋષિ કપૂર અને ઉલુ અર્જુન જેવા સ્ટારે પણ પ્રિયાના ખુબ વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!