SBIમાં ખાતુ છે? તો જાણી લો, તમારે માટે છે ખરાબ સમાચાર – બચત ખાતામાં મિનિમમ બેલેન્સને લઈને રાહતની આશા લગાવીને બેઠેલા એસબીઆઈના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે.

બચત ખાતામાં મિનિમમ બેલેન્સને લઈને રાહતની આશા લગાવીને બેઠેલા એસબીઆઈના ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. SBIના ગ્રાહકોને નિર્ધારિત મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી આપવી પડશે. દેશની સૌથી બેંકના ગ્રાહકો માટે પહેલાથી જ મિનિમમ બેલેન્સના જરૂરી નિયમો લાગૂ રહેશે. જો કે આ નિયમ અલગ અલગ પ્રકારની બ્રાન્ચોમાં અલગ અલગ રહેશે. મિનિમમ બેલેન્સના મામલામાં કોઈ ખાતામાં કેટલી પેનલ્ટી લાગશે. આ સરેરાશ મિનિમમ બેલેન્સ પર પણ નિર્ભર કરશે.

મિનિમમ બેલેન્સની શરતોના મામલે SBIએ પોતાની બ્રાન્ચોને ચાર વિભાગમાં વહેંચી નાખી છે. 1. મેટ્રો 2. રૂરલ 3. અર્બન અને 4 સેમી અર્બન. અર્બન કે મેટ્રો બ્રાન્ચોના ગ્રાહકો પર પહેલાથી જ 3000 રૂપિયા મિનિમમ સરેરાશ બેલેન્સનો નિયમ લાગૂ રહેશે. SBIએ ગયા વર્ષે જૂનમાં મિનિમમ બેલેન્સને વધારીને 5000 રૂપિયા કરી દીધાં હતા. જો કે પછી મેટ્રો શહેરોમાં ઘટાડીને 3000 અને સેમી અર્બનમાં 2000 અને ગ્રામીણ ક્ષેત્રોમાં 1000 રૂપિયા કરવામાં આવ્યા હતા. નાબાલિક અને પેશનર્સ માટે પણ આ મર્યાદાને ઓછી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત પેનલ્ટીને પણ ઘટાડી 25થી 100 રૂપિયાને બદલે 20થી 50 રૂપિયા કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે SBIમાં મિનિમમ બેલેન્સની મર્યાદા બીજા પબ્લિક સેક્ટર બેંકોથી વધારે અને મોટા પ્રાઈવેટ બેંકોથી ઓછી છે. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક અને એક્સિસ બેંકના મેટ્રો એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ મર્યાદા 10 હજાર રૂપિયા છે. જો કે SBIએ એપ્રિલ અને નવેમ્બર 2017ની વચ્ચે મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી 1772 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો હતો.

એટલો જ લાગે દંડ
મેટ્રો કે અર્બન બ્રાન્ચોમાં મિનિમમ બેલેન્સ ન રાખવાને કારણે 30થી 50 રૂપિયાની વચ્ચે પેનલ્ટીની સાથે જ એના પર જીએસટી પણ લાગશે. સેમી અર્બન અને ગ્રામીણ શાખાઓ માટે પેનલ્ટી 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા અને જીએસટી છે. જો કે પેનલ્ટી મિનિમમ બેલેન્સ કેટલું છે એ પર નિર્ભર કરે છે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!