શું તમારી પાસે SBI નું ખાતું છે? તો 30 નવેમ્બર પેહલા આ કામ, નહિતર નહીં કરી શકો પૈસા ની લેણી દેણી

0

1 ડિસેમ્બર થી એકાઉન્ટ થઈ જશે બ્લોક

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ઈન્ટરનેટ કે મોબાઈલ બેંકિંગ યુઝર છો અને તમારો મોબાઈલ નંબર અપડેટ નથી તો 30 નવેમ્બર પેહલા અપડેટ કરવા નું રહેશે. જો એવું નહીં કરો તો તમારા એકાઉન્ટ ને 1 ડિસેમ્બર 2018 થી બ્લોક કે ડીએક્ટિવ કરી દેવા માં આવશે. એવા માં તમે ઈન્ટરનેટ બેંકિંગ થી કોઈ રીત ની લેણદેણ નહીં કરી શકો

આરબીઆઇ એ બહાર પાડ્યો સર્કુલર

આરબીઆઇ ને મુજબ ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ નો યુઝ કરવા માટે મોબાઈલ નંબર નું રજીસ્ટર હોવું અનિવાર્ય છે. એ વાત ને લઈ અને એસબીઆઈ ની વેબસાઈટ પર જાણકારી આપવા માં આવી છે. આરબીઆઇ એ જુલાઈ 2017 માં એક સર્કુલર બહાર પાડ્યું હતું જેને અનુસાર કોઈ ભી ઇલેક્ટ્રોનિક ટ્રાન્જેક્શન માટે મોબાઈલ પર એસએમએસ અલર્ટ દેવું જરૂરી છે. એના માટે એકાઉન્ટ હોલ્ડર નો મોબાઈલ નંબર અપડેટ હોવો જોઈએ.

મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં આ રીતે ચેક કરો. SBI ની વેબસાઈટ પર જઈ અને ONLINE BANKING માટે લોગ ઇન કરો. લોગ ઇન કર્યા બાદ MY ACCOUNTS ના MY PROFILE માં જાઓ.એના પછી પ્રોફાઈલ પાસવર્ડ દર્જ કરવા નો રહેશે. (પ્રોફાઈલ પાસવર્ડ હંમેશા લોગ ઇન પાસવર્ડ થી અલગ હોય છે.) એના પછી જો મોબાઈલ નંબર રજીસ્ટર છે તો ડિસ્પ્લે થશે.

જો તમારો મોબાઈલ નંબર અપડેટ નથી તો એકાઉન્ટ હોલ્ડર એ સંબંધિત બેંક બ્રાન્ચ માં જઈ અને અપડેટ કરવા નો રહેશે.

એટીએમ થી કરી શકો છો મોબાઈલ નંબર અપડેટ: એટીએમ માં કાર્ડ સ્વાઇપ અને એટીએમ પિન નાખો. એના પછી મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ઓપશન સિલેક્ટ કરો. એના પછી સ્ક્રીન પર મોબાઈલ નંબર અપડેટ નો મેસેજ દેખાશે.

મોબાઈલ નંબર ને વેરીફાઈ કરવા માટે બેંક ના કસ્ટરમર કેર ત્રણ દિવસ ની અંદર તમારો સંપર્ક કરી તમારી પર્સનલ જાણકારી મેળવશે. એના પછી તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here