સવારમાં ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા જાણો છો? સાથે સાથે વાંચો ખાલી પેટે કઈ વસ્તુ ના ખાવી જોઈએ…

0

શું તમે જાણો છો કેમ તમારી સાથે જ આવું થાય છે તમને જણાવી દઈએ કે તેની પાછળ અમુક કારણ રહેલ હોય છે, અમુક વસ્તુઓ કે અમુક ખોરાક સમય કસમય ખાવાથી તેની ઉંધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. આપણા જીવનમાં જેટલું મહત્વ યોગ્ય ખોરાકનું છે તેટલું જ મહત્વ ખોરાકને કયા સમયે લેવામાં આવે છે તેનું પણ છે. ખાસ કરીને સવારે ઉઠીને તમારે શું ખાવું જોઈએ આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર અમુક વસ્તુ તમને તમારા શરીર માટે યોગ્ય લાગે પણ એ વસ્તુને તેના યોગ્ય સમયે ના ખાવાથી તેની ઉંધી અસર થાય છે.

સવારમાં ખાલી પેટે આ વસ્તુઓ ખાવાના ઉપયોગમાં લેવાનું રાખો.

ડ્રાયફ્રુટ તેમાં પ્રોટીનના સારા સ્ત્રોત હોય છે. આમાં વિટામીન, આર્યન, ઓમેગા ૩, ફેટી એસીડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સવારે ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવાથી દિવસભર કામ કરવાની શક્તિ મળે છે. મધ તેમાં આર્યન, એમીનો એસીડ, વિટામીન અને રોગપ્રતિકારક શક્તિનો સામનો કરવાની તાકાત હોય છે. આના કારણે પાચન શક્તિમાં વધારો થાય છે. આને તમે હુંફાળા પાણીમાં ઓટ્સ સાથે ખાંડની જગ્યાએ વાપરી શકો છો.

પપૈયું વિટામીન A અને C ની સાથે સાથે તેમાં નિયાસીન, પોટેશિયમ, પ્રોટીન, કૈરોટીન અને પ્રાકૃતિક ફાયબરથી ભરપુર હોય છે. પપૈયામાં એન્ટી કેન્સરના ગુણ પણ હોય છે. નિયમિત રીતે પપૈયું ખાવાથી પાચનતંત્ર મજબુત થાય છે અને સ્કીન પણ હેલ્થી રહે છે.

ચણા રાત્રે એક મુઠી કાળા ચણા (દેશી ચણા) પાણીમાં પલાળો અને સવારમાં તેને ખાલી પેટે ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થાય છે. આમાં આર્યન અને ફોસ્ફરસ મળે છે. આની મદદથી હિમોગ્લોબીન લેવલ વધારી શકાય છે. તમારું શરીર પણ શક્તિશાળી રહે છે.

પલાળેલી સુકી દ્રાક્ષ રાત્રે સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી ને રાખવી અને સવારમાં ખાલી પેટે ખાવી જોઈએ તેનાથી કબજિયાત, પેટનો દુખાવો, ગેસ અને એસીડીટી જેવી તકલીફોમાંથી રાહત મળે છે. આનાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન B 6, વિટામીન K, આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નીશીય્મ અને સેલેનીયમ જેવા ગુણો મળે છે. આમાંથી આપણા શરીરને નેચરલ સુગર અને ફાયબર મળે છે જે પેટ માટે બહુ ફાયદા કારક છે.

આ વસ્તુઓ ના ખાવી

દહી દહીંમાં પ્રોબાયોટીક્સનું પ્રમાણ વધારે હોય છે પણ આને ખાલી પેટે ખાવાથી પેટમાં રહેલા હેલ્થી બેકટીરીયાનો નાશ કરી દે છે. એટલા માટે તમારે સવારે ખાલી પેટે દહીં ના ખાવું જોઈએ.

કેળું આમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે સવારે ભૂખ્યા પેટે કેળું ખાવાથી લોહીમાં કેલ્શિયમ અને મેગ્નીશીયમનું પ્રમાણ વધારી દે છે આનાથી ધબકારાની સીસ્ટમ પર પ્રભાવ પડતો હોય છે. કેળાને ખાલી પેટે ખાવાથી પેટ સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે.

ટામેટું સવારે ખાલી પેટે ટામેટું ખાવાથી ગેસ્ટ્રીક અલ્સર થવાના ચાન્સ વધી જાય છે. ટામેટામાં રહેલા ટેનિક એસીડના કારણે એસીડીટી વધવાની શક્યતાઓ છે.

સોડા સવારે ખાલી પેટે સોડા પીવાથી મ્યુક્સ મેમ્બ્રેન ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે. આના સિવાય પાચનતંત્ર પર પણ ખરાબ અસર થાય છે.

કોફી અને ચા ખાલી પેટે ચા અથવા કોફી પીવાથી પેટમાં એસીડનું પ્રમાણ વધી જાય છે જેનાથી એસીડીટી થવાના ચાન્સ વધી જાય છે. એસીડનું પ્રમાણ વધવાથી છાતીમાં બળતરા થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here