સવારે ઉઠીને આ 6 માંથી કોઈ પણ 1 કામ કરો..આખો દિવસ સુધરી જશે એની ગેરંટી અમારી, વાંચો ફાયદાકારક માહિતી આર્ટિકલમાં

0

દોસ્તો, જીવનમાં સફળ થવાના તો ઘણા એવા ઉપાયો છે. જેમાં લોકો તનતોડ રાત દિવસને એક કરીને મહેનત કરતા હોય છે અને સફળતા સુધી પહોંચી જાય છે. એક વાત તો સાચી છે જ કે જીવનમાં સફળ થવા માટે કાઈક તો ગુમાવું  પડેજ છે જેમાં કોઈક પોતાના બચપન ગુમાવે છે, તો કોઈક પોતાનો પરિવાર. જીવનમાં મહેનત વગર તો કાઈ પણ મળતું નથી.

દેશના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે ધીરુભાઈ અંબાણી એ પણ પોતાનો મુકામ હાંસિલ કરવા માટે તનતોડ મહેનત કરી હતી.

પણ અમુક હેબીટ એવી છે કે જેને આપણે હર રોજ દોહરાવતા હોઈએ છીએ. જેને લીધે મન અને મગજ બન્ને કાઈક અલગજ વિચારોમાં ખોવાઈ જાય છે. જેમ કે સવારના ઉઠતાની સાથેજ આપણે ઘણા એવા બિનજરૂરી વિચારો કરવા લાગીએ છીએ. જેમકે, આજે ઓફીસ જવાની ઈચ્છા નથી, આજે તો ઉઠવામાં મોડું થઈ ગયું, નાસ્તો ભાવે એવો નથી બન્યો, આજે ક્યા કપડા પહેરશું વગેરે. પણ આવા વિચારો કર્યા સિવાય કાઈક એવી હેબીટ અપનાવશો તો એ પણ તમને તમારા જીવનની સફળતા તરફ જરૂર લઇ જાશે.

તમારે સવારે ઉઠીને કોઈ પણ પ્રકારની તનતોડ મહેનત કરવાની જરૂર નથી, જરૂર છે તો માત્ર આ 6 ટીપ્સને અપનાવાની. પછી જો તમારા વ્યવહારમાં, તમારા મન અને મગજમાં બદલાવ ન આવે તો કહેજો, સાથેજ સફળતા તો સામેથી ચાલીને આવશે.

Hal Elrod નું જ્યારે કાર અકસ્માત થયું હતું ત્યારે ડોકટરે તેમને મૃત જાહેર કરી દીધો હતો. પણ થોડાજ સમયમાં તેની ધડકન ફરીથી ચાલવા લાગી અને તે કોમા જતા રહ્યા હતા. 7 દિવસ પછી કોમા માંથી બહાર આવતા ડોકટરે તેમને જણાવ્યું કે તે પૂરી લાઈફ ચાલી શકશે નહી. પરંતુ બન્યું કાઈક ઉલ્ટુંજ.  Hal Elrod થોડાજ સમયમાં મેરેથોન રનર બની ગયા હતા. તમે જાણો છો કે આવું શા માટે બન્યું?

કેમ કે તે પણ રોજ સવારે આ 6 હેબીટ ને પહેલા સ્થાન આપતા હતા.

ચાલો તો તમને જણાવીએ કે આ 6 ટીપ્સ કઈ છે…

1. મનને શાંત રાખવું:

જેમાં રોજ સવારે ફાલ્તું વિચાર કરવાને બદલે મનને શાંત રાખવું ખુબ જરૂરી છે. જેમાં તમે મેડીટેશન પણ કરી શકો છો. અથવાતો હેડ ફોન લગાડીને સ્લો મ્યુઝીક કે હલકી હલકી વરસાદ નો અવાજ સાંભળી શકો છો. માત્ર તમારે તમારા મન અને મગજને રિલેક્ષ રાખવાનું છે. જેનાથી તમારો પૂરો દિવસ પણ સારો જાશે.

2. Affirmation:

જે તમને પૂરી રીતે પોઝીટીવ બનાવશે. જેમાં તમે સવારે આવી કાઈક લાઈન બોલી શકો છો જે તમને પોઝીટીવ બનાવવામાં મદદ કરશે. જેમ કે હું ખુશ છે, મારી પાસે જીવન માં ઘણું બધું છે, મારા જીવના માં થોડા ઘણા દુઃખ છે પણ તેની સામે લડવાની હિમ્મત પણ છે. મારી પાસે ઘણા એવા પરિવારજનો છે જે હંમેશા મદદ માટે તયાર હોય છે. મારી પાસે શરીર છે જ્યારે અમુક લોકો પાસે હાથ, પગ આંખ હોતા નથી, મારી જિંદગી ખુબ સારી છે. વગેરે જેવા વાક્યો તમને પોઝીટીવ બનાવવામાં મદદ કરશે.

3. જો તમે સવારના સમયે એવા વાક્યો બોલશો કે હું એક ખુશ ઇન્સાન છું અને હું મારી જિંદગીને બદલવા માટે ઉઠ્યો છું તો આ બધા તથ્યો તમારા મગજમાં સેટ થઈ જાય છે અને તમારું મગજ અને મન બસ આ બાબતના આધારેજ ચાલવા માંડે છે.

4. જો તમે એવું કહો કે હું ખુબ સારું બોલું છું અને લોકો મને બહુ પસંદ કરે છે. તો તમારું માઈન્ડ પણ એજ રીતે ચાલવા માંડે છે.

5. તમારે સવારે કોઈ વ્યાયામ કરવાની જરૂર નથી માત્ર શાંત રહેવાની જરૂર છે. સાથે જ તમે સવારના શાંત સમયમાં હેડફોન લગાવીને રસ્તા પર જઈ શકો છો,  સાથેજ તમે ઘરે આવીને તમારા ઈન્ટરેસ્ટ ની બુક વાંચી શકો છો સાથે જ Miracle morning habits બુક પણ વાંચી શકો છો જે તમારા મનને શાંત રાખાવા મદદ કરશે.

6. લાસ્ટમાં તમે લખી શકો છો કે અત્યાર સુધી તમે શું કર્યું છે અને હવે હવે આગળ શું કરવાનું છે. જેનાથી ખુદને ટ્રેક કરી શકો છો અને સાથેજ તમને જાણ થશે કે તમે જીવનમાં કેટલા અને કેવી રીતે આગળ વધી રહ્યા છો.

જો Hal Elrod આ 6 ટીપ્સથી મૌત માંથી બહાર આવીને એક મહાન વ્યક્તિ બની શકતા હોય તો આપણે કેમ નહિ? જરૂર છે માત્ર આ 6 ટીપ્સને અપનાવાની પછી જુઓ કેવો ધમાકો થાય છે તમારા જીવનમાં.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here