સવારે ખાલીપેટ ખાવ માત્ર 5 બદામ, થશે આ 10 ફાયદાઓ…

0

બદામ ખાવામાં મીઠું અને તીખું એમ બંને પ્રકારની હોય છે. તમને જણાવી દઈએ કે મીઠી બદામ ખાવામાં અને તીખી બદામ તેલ બનાવામાં ઉપીયોગમાં લેવામાં આવે છે. બદામમાં વધુ માત્રામાં ન્યુટ્રીશન અને મિનરલ્સ હોય છે જેવા કે પ્રોટીન, ઓમેગા 3 ફૈટી એસીડ, ઓમેગા 6 ફૈટી એસીડ, વિટામીન E, કેલ્શ્યમ અને ફોસ્ફરસ હોય છે.

કુરકુરા અને મીઠી બદામને કાચા કહી શકાય છે કે પછી તેને કોઈ મીઠા કે સ્વાદિષ્ટ વ્યંજન સાથે મિક્ષ કરવામાં આવે છે. બદામ બ્લડ પ્રેશરના મરીજો માટે ખુબ જ ફાયદેમંદ છે. શરીરની નર્વ અમે માંસપેશીઓની ક્રિયાવિધિને સામાન્ય રૂપથી ચલાવામાં મદદ કરે છે. ચાલો તો જાણીએ બદામનાં ફાયદાકારક ગુણ.

  1. પાચન શક્તિ વધારે છે:


જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે તો તે આસાનીથી પચી જાય છે અને પાચન શક્તિની સંપૂર્ણ ક્રિયા ને યોગ્ય રીતે ચલાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે.

2. પ્રેગનેન્સી માટે ફાયદેમંદ:

ગર્ભવતી મહિલાઓને પલાળેલી બદમાનું સેવન ચોક્કસ કરવું જોઈએ કેમ કે તેનાથી તેને અને તેના આવનારા બાળકનું પૂરું ન્યુટ્રીશન મળે છે અને બંને સ્વસ્થ રહે છે.

3. દિમાગ સ્વસ્થ રહે છે:

ડોકટર્સનું માનવું છે કે રોજાના સવારે 4 થી 6 બદામનું સેવન કરવાથી તમારી મેમરી તેજ બની જાય છે અને તમારું સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ પણ ઠીક રીતે કામ કરે છે જેનાથી મગજ સ્વસ્થ રહે છે.

4. કોલેસ્ટ્રોલ કરે છે કમ:

બદામમાં મોજુદ મોનોઅનસેચ્યુંરેટેડ ફૈટી એસીડ અને વિટામીન E ને લીધે તે શરીરમાં મોજુદ કોલેસ્ટ્રોલને કમ કરે છે અને બ્લડમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રાને વધારે છે.

5. હાર્ટ એટેક માટે ફાયદેમંદ:

પલાળેલી બદામમાં મોજુદ પ્રોટીન, પોટેશીયમ અને મેગ્નેશીયમ હાર્ટને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. સાથે જ તેમાં વધુ માત્રામાં એન્ટી-ઓકસીડેંટ ગુણ હોવાને લીધે તે હાર્ટ ની ખતરનાક બીમારીઓથી પણ બચાવે છે.

6. બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે:

પલાળેલી બદામમાં વધુ પોટેશીયમ અને ઓછી માત્રામાં સોડીયમ હોવાને લીધે તે બ્લડપ્રેશરની સાથે સાથે હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ નિયંત્રિત કરે છે. તેમાં મોજુદ મેગ્નેશિયમને લીધે બ્લડનો પ્રવાહ પણ નિયંત્રણમાં રહે છે.
7. વજન ઓછુ કરે છે:

જો તમે મોટાપાને લઈને પરેશાન છો અને તમે તમારું વજન ઓછુ કરવા માંગો છો તો તમે તમારી ડાએટમાં બદામને શામિલ કરો. આવું કરવાથી તમને મોડા સુધી ભૂખ નહિ લાગે જેનાથી તમારું વજન પણ આસાનીથી ઓછું કરી શકાય છે.

8. કબ્જ દુર કરે છે:

આ બદામનું સેવન કરવાથી તમને કબ્જ વગેરેની સમસ્યા નહિ થાય કેમ કે બદામમાં અધિક માત્રામાં ફાઈબર હોય છે જેને લીધે પેટ સારી રીતે સાફ થઇ જાય છે.

9. ઈમ્યુન સીસ્ટમને બનાવે છે મજબુત:

ઘણી એવી સ્ટડી અનુસાર પલાળેલી બદામ માં પ્રી-બાયોટીક ગુણ હોય છે જે ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવામાં મદદ કરે છે.

10. ત્વચાની એજિંગને કરે છે દુર:

સ્કીનની કરચલીઓ દુર કરવા માટે કોઈ અન્ય વસ્તુ ઉપીયોગમાં લેવાના બદલે તમારે પલાળેલી બદામ ખાવી જોઈએ કેમ કે તે એક નેચરલ એંટી-એજિંગ ફૂડ માનવામાં આવે છે. સવારે આ બદામ ખાવાથી ચેહરા પરની કરચલીઓ દુર થાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે.

Story Author: નિશા પટેલ

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.