સવારની આ નાની-નાની આદતો વધારી શકે છે તમારું વજન, જાણો આ 10 રસપ્રદ બાબતો…

0

અંધારામાં કપડા બદલવાથી પણ પડે છે અસર.

એકવાર જેવું આપણું વજન વધવાનું શરુ થઇ જાય પછી તો જાણે કે મોંઘવારીની જેમ વધતું જ જતું હોય છે. સ્ટ્રીક્ટ ડાઈટ અને એકસરસાઈજ ની મદદથી તેને ઓછુ કરી શકાય છે. પણ આવું કરવું એવરેસ્ટ ચઢવા બરાબર હોય છે. શું તમે જાણો છો, આપણું વજન માત્ર ખાવા-પીવાથી જ નથી વધતું પણ તેના માટે આપણી ઘણી એવી નાની-નાની આદતો પણ જવાબદાર હોય છે. આ આદ્તોમાની મોટાભાગની આદતો સવારની દિનચર્યા સાથે જોડાયેલી હોય છે. પણ તેને સામાન્ય સમજતા આપણે તેના પર ધ્યાન આપતા નથી અને જેને લીધે આપણું વજન વધવા લાગે છે.

આજે અમે એવી જ અમુક આદતો વિશે તમને કહેવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને પણ હેરાની લાગશે.

1. સવારે મોડા સુધી સુવું:

ઊંઘવું કોને પસંદ ન હોય. ઘણા લોકો તો કુંભકર્ણ જેવા હોય છે કે પોતાનો શોખ પણ ઊંઘવાનો જ બતાવે છે. પણ મોડા સુધી સુવાથી તમને ડાયાબીટીસ અને દિલની બીમારી પણ થઇ શકે છે. સાથે જ આ આદતથી તમારી પૂરી દિનચર્યામાં પણ ગડબડ આવી જતિ હોય છે.

2. સવારે પાણી પીવું:

સવારની શરુઆત પાણી પી ને કરવી ફાયદો કરાવે છે. પાણી આપણા શરીરમાં પોષક તત્વો, તાપમાન અને પાચન તંત્રની વચ્ચે બેલેન્સ બનાવી રાખે છે.

3. સ્ટ્રેચિંગ ન કરવું:

સ્ટ્રેચિંગ કરવાથી આપણું શરીર દિનભરનાં કામ માટે તૈયાર થઇ જાય છે. માત્ર 3-4 મિનીટ જો તમે સ્ટ્રેચિંગ કરો છો તો તમારા શરીરમાં દિનભર સ્ફૂર્તિ બની રહે છે.

4. મેડીટેશન મિસ કરવું:

સવાર-સવારમાં મેડીટેશન કરવું તમારા બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવું અને કોલેસ્ટ્રોલ લેવલ કમ કરવામાં મદદ કરે છે, જેનાથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે.

5. જોગીંગ ન કરવું:

જોગીંગ કરવું તમારા શરીરને ફીટ અને વજન ઓછુ કરવામા મદદ કરે છે. આવું કરવાથી તમારી અંદર દિનભરની એનર્જી બની રહે છે. સાથે જ ઊંઘ પણ સારી આવે છે.

6. બ્રેકફાસ્ટ સ્કીપ કરવું:

બ્રેકફાસ્ટ સ્કીપ કરવું શરીરનાં મેટાબોલીઝમ સાથે ખિલવાડ કરવા જેવું છે. બ્રેકફાસ્ટ કરવાથી શરીરનું એનર્જી લેવલ અને ગ્લુકોઝ લેવલ તો વધી જ જાય છે સાથે જ તે કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે.

7. ફોનથી દિવસની શરૂઆત કરવી:

મોબાઈલનાં નોટીફીકેશન વડે દિવસની શરૂઆત, દિવસની સૌથી ખરાબ શરૂઆત માનવામાં આવે છે. આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. સાથે જ તેને લીધે સવારનો કિંમતી સમય પણ ખરાબ બની જાય છે, જેને તમે ખુદ પર ખર્ચ કરી શકો છો.

8. અનકમ્ફર્ટેબલ ડ્રેસ પહેરવો:

જો તમે ટાઈટ અને અનકમ્ફર્ટેબલ ડ્રેસ પહરો છો તો તેનાથી તમારું વજન વધી શકે છે. માટે તમારે ઢીલા કપડા પહેરવા જોઈએ.

9. ઉઠીને બેડ ઠીક ન કરવો:

એક સર્વે અનુસાર એવા લોકો કે જેઓ ઉઠીને પોતાનો બેડ ઠીક કરે છે તેઓ અન્ય લોકોની તુલનામાં 19% વધુ સારી ઊંઘ લે છે. અને તેઓનો વર્તાવ પણ બેહતર હોય છે. માટે આ આદતને તમે તમારી દિનચર્યામાં જરૂરથી શામિલ કરો.

10. અંધારામાં કપડા બદલવા:

જો તમે એકદમ બંધ રૂમ માંથી ઊંઘીને ઉઠો છો અને કપડા પણ ત્યાજ બદલો છો તો તમે સુરજની એનર્જીને મિસ કરી રહ્યા છો. પ્રાકૃતીક રોશની તમારા શરીરને નવી ઉર્જા આપે છે, જેને તમારે મિસ કરવું ન જોઈએ.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.