સૌથી તાકાતવર ફળ, રોજ એક ખાશો તો થશે આવા ચમત્કારિક ફાયદા અને શરીરમાં આવી જશે ગજબની શક્તિ…

કીવી લગભગ દરેક સિઝમના મળનારું ફ્રૂટ છે, જે મળે તો છે પણ ખુબ જ ઓછી માત્રા માં. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષિત હોય પણ આપણા સારા સ્વાસ્થ્ય માટે તે ખુબ જ ફાયદેમંદ છે. કહેવામાં આવે છે કે 100 ગ્રામ કીવી માં 61 કૈલેરી, 14.66 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 1 ગ્રામ પ્રોટીન, 3 ગ્રામ ફાઈબર, 25 માઈર્કોગ્રામ ફોલિક એસિડ અન્ય ઘણા તત્વ ઉપસ્થિત હોય છે, જો શરીરમાં સેલ્સની ખામી થઇ જાય તો ડોકટર આ ફળને ખાવાની સલાહ આપે છે. સાથે જ અન્ય ઘણી પરેશાનીઓ અને બીમારીઓમાં કીવી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.1. દિલની બીમારીઓથી બચાવ:
કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે દિલને સ્વસ્થ રાખીને ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. તેના સેવનથી લીવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ અટૈક અન્ય ઘણીં ગંભીર બીમારીઓનો ખતરો ટળી જાય છે.

2. બ્લડ ક્લોટિંગ:

કીવીમાં ઉપસ્થિત તત્વ બ્લડ ક્લોટિંગ એટલે કે નસમાં લોહીને જામ થતું અટકાવે છે. જેનાથી ઘણા પ્રોબ્લેમ્સ દૂર થઇ જાય છે, સાથે જ ગંભીર બીમારીઓથી પણ બચાવી શકાય છે.
3. બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે:કીવીમાં પોટેશિયમ ની માત્રા વધુ હોય છે. જેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કીવીના સેવનથી શરીરમાં સોડિયમ નુ લેવલ ઓછું થઇ જાય છે અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી બચાવ થાય છે. તેના સિવાય કીવીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી સુજનની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

4. સારી ઊંઘ:

જો તમને પર્યાપ્ત ઊંઘ નથી આવતી તો કીવી નું સેવન ચોક્કસ કરો. તેનાથી મન શાંત રહેશે અને ઊંઘ પણ સારી આવશે. કીવી ખાવાથી ઊંઘની ક્વોલિટી 5 થી 13 ટકા જેટલી વધી જશે.

5. આંખો માટે ફાયદેમંદ:

કીવીમાં લ્યુટિન મળી આવે છે, જે આપણી ત્વચા અને ટિશ્યૂઝને સ્વસ્થ રાખે છે. કીવીના સેવનથી આંખોની ઘણી એવી બીમારીઓ દૂર રહે છે. આંખોની મોટાભાગની સમસ્યાઓ એવી છે જે આજ લ્યુટિનના નષ્ટ થઇ જવાથી ઉત્પન્ન થાય છે. તેના સિવાય કીવીમાં ભરપુર વિટામિન ‘એ’ મળી આવે છે જે આંખોની રોશનીને સારી રાખે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!