આ છે દુનિયાનો સૌથી લાંબો પોલીસમેન જેની હાઈટ છે 7 ફૂટ 6 ઇંચ, વજન 190 કિલો – વાંચો રસપ્રદ લેખ

0

સાત ફૂટ 6 ઇંચ ના જગદીપ સિંહ માત્ર ભારતના જ નહિ પણ દુનિયાના સૌથી લાંબા પોલીસ મેન છે. અમૃતસર માં જન્મેલા જગદીપ આગળના 18 વર્ષો થી પંજાબ પોલીસ માં કામ કરી રહ્યા છે અને કોઈ સેલિબ્રિટી થી ઓછા નથી. 19 નંબર ના બુટ પહેરનારા જગદીપ નો વજન 190 કિલો છે અને કદ ડબ્લ્યુડબ્લ્યુ રેસલર દિલીપ સિંહ રાણા એટલે કે દ ગ્રેટ ખલી થી પણ પાંચ ઇંચ વધુ.જયારે પણ જગદીપ ઘરેથી બહાર નીકળે છે તો લોકો તેની સાથે સેલ્ફી લીધા વગર નથી રહેતા. પોતાના કદ-કાઠી ને લીધે તેને સ્પેશિયલ યુનોફોર્મ તૈયાર કરાવી પડે છે. પંજાબ આર્મ્ડ પોલીસ(પીએપી) માં કામ કરનારા જગદીપ ને દુનિયાના સૌથી લાંબા પોલીસમેન બનવાનો ખુબ જ ગર્વ છે. તેની પહેલા આ ખિતાબ હરિયાણા ના સાત ફૂટ 4 ઇંચ લાંબા રાજેશ ની પાસે હતો.

પોતાની સાઈઝ ના કપડા નથી ખરીદી શકતા:

35 વર્ષ ના જગદીપ કહે છે, ”મને સૌથી લાંબા પોલીસમેન હોવાનો ખુબ જ ગર્વ છે પણ રોજના જીવનમાં તેને લઈને અમુક સમસ્યાઓ પણ આવે છે. હું મારી સાઈઝ ના કપડાં માર્કેટ માંથી ખીરીદી નથી શકતો, જયારે પણ બહાર જાવ છું ત્યારે બાથરૂમ નો ઉપીયોગ કરવામાં અને બેડ પર સુવામા ઘણી સમસ્યાઓ આવે છે. મને યાદ છે કે જયારે મારા લગ્ન ની વાત ચાલી રહી હતી ત્યારે છોકરી શોધવામાં પણ ખુબ સમસ્યા થઇ હતી, પણ મને મારી લાઈફ પાર્ટનર મળી જ ગઈ જે પાંચ ફૂટ 11 ઇંચ લાંબી છે”.સેલિબ્રેટી ની જેમ કરે છે ટ્રીટ:

સેલિબ્રિટી ની જેમ ટ્રીટ કરે છે, જગદીપ ની પત્ની સુખબીર કહે છે કે,” મને એ જાણીને ખુબ જ સારું લાગી રહ્યું છે કે મારા પતિ સૌથી લાંબા પોલીસમેન છે”. જ્યા પણ હું તેની સાથે જાવ છું, અમને સેલિબ્રિટી ની જેમ ટ્રીટ કરવામાં આવે છે. તેની માતા ગુરશિંદર ના અનુસાર તે જન્મ થી જ બધાથી અલગ હતા. જયારે ઘણા લોકો તેનો મજાક પણ ઉડાવતા હતા પણ તેણે ક્યારેય ખોટું નથી લગાડ્યું, પણ તે પોતાની લાંબી હાઈટ થી ખુબ જ ખુશ છે, અને તેની ખુશી માં અમારી ખુશી છે”.

પોતાની માં સાથે જગદીપ સિંહ:જગદીપ પહેરે છે 19 નંબર ના શૂઝ:
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here