સૌથી અમીર હોવા છતાં પણ મુકેશ અંબાણી આ અનોખી કારને ખરીદવામાં રહ્યા નાકામિયાબ, કિંમત તો બાપ રે બાપ…..

0

આજના સમયમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે એક કાર હોય જેમાં તે પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ફરી શકે. પણ વાત જયારે સામાન્ય લોકોની આવે તો તેઓની પાસે બજેટની ખામી હોવાને લીધે તેઓ નાની અને સસ્તી કાર ખરીદતા હોય છે. અને જો વાત મોટા-મોટા ધનવાન લોકોની કરીયે તો આવા લોકો કરોડોની કારનું કલેક્શન પોતાની પાસે રાખે છે. આજ સુધી તમે તમારા જીવમાં 10 થી 20 કરોડની કાર વિશે સાંભળ્યું હશે પણ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી કાર વિશે જણાવીશું. જેને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પણ આ કારણે ખરીદવા માટે સક્ષમ નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે તે કાર એવી તે કેવી મોંઘી હશે કે અંબાણી પણ તેને ખરીદી નથી શક્યા, તો ચાલો અમે તમને આ કાર વિશે જણાવીએ અને તેની કિંમત નું તો શું કહેવું.તમને એ તો જાણ જ હશે કે રોલ્સ રૉયસ દુનિયાભરમાં મોંઘી અને લગ્ઝરી કાર બનાવામાં માટે જાણવામાં આવે છે. રોલ્સ રૉયસ દ્વારા બનાવામાં આવતી આ કારના ફીચર ના મામલામાં દુનિયાભરના કાર્સ થી અલગ હોય છે. તેની સાથે જ તેનો લુક પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે રોલ્સ રૉયસ દ્વારા બનાવામાં આવેલી દરેક કાર પુરી રીતે કસ્ટમાઇઝ હોય છે. જેને લીધે તમે એક જ મોડેલ ની બે કાર ને મિલાવા જશો તો તમને અંતર જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે રોલ્સ રૉયસ કંપની દ્વારા બનાવામાં આવેલી દરેક કાર કોઈ રોબોટ નહીં પણ ઇન્સાન દ્વારા બનાવામાં આવે છે.
હાલમાં જ રોલ્સ રૉયસ દુનિયાની સૌથી મોંઘી કાર ને દુનિયાની સામે પ્રસ્તુત કર્યુ હતું. ‘સ્વેપટેલ’ નામની આ કારની વાત કરીયે તો આ કારની અંદર 6.75 લિટરનું  V12 એન્જીન લગાવામાં આવેલું છે જે ખુબજ દમદાર છે. તમને જણાવી દઈએ કે આ કારને એક ખાસ ગ્રાહક માટે તૈયાર કરવામાં આવેલી છે. એક ખાસ ગ્રાહક માટે તૈયાર કરવામાં આવવાને લીધે આ કારની અંદર ઘણા પ્રકારનું કસ્ટમાઇઝેશન જોવા મળે છે. જો આ કારની બોડી ની વાત કરીયે તો કારની બોડી ને ફેન્ટમ-VIII ના એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમ ડિઝાઇન પર તૈયાર કરવામાં આવેલી છે. દુનિયાની આ અનોખી કાર દેખાવમાં ખુબ જ સુંદર લાગે છે.જો વાત કરીયે કારની ઇન્ટિયરની તો આ કારના ઇન્ટિરિયર માં ટાઇટેનિયમ ઘડિયાળ, મેકેસ્સાર ઇબોની લાકડાનું કામ, પાલડો વુડ ઇન્ટિરિયર અને સીટર્સ સિવાય અન્ય ચીજો પર બેહતરીન રૂપની લૈદર કરવામાં આવેલી છે. જો વાત આ કારના કિંમત ની કરીયે તો આ કારની કિંમત લગભગ 84 કરોડ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કારને તો મુકેશ અંબાણી આસાનીથી ખરીદી શકે તેમ જ છે. પણ તમને જણાવી દઈએ કે આ કારણે એક ખાસ વ્યક્તિ માટે બનાવામાં આવેલી છે જેને લીધે મુકેશ અંબાણી ઇચ્છવા છતાં પણ તેને ખરીદી શકે તેમ નથી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here