સૌથી અલગ છે આ 1001 છિદ્રો વાળું સફેદ શિવલિંગ, દર્શન માત્રથી થાય છે દરેક મનોકામના પૂર્ણ…..

તમને 1001 છીદ્રો વાળું શિવલિંગ વિશ્વના કોઈપણ મંદિરમાં જોવા નહિ મળે. રિવા સ્થિત મહામૃત્યુંજય મંદિર માં વિરાજમાન શિવલિંગ ની બનાવટ સંસાર ના બાકી અન્ય શિવલિંગોથી અલગ છે. આ એક એવું શિવલિંગ છે, જે તમને બીજે ક્યાંય પણ જોવા નહિ મળે. અહીં ભગવાન શિવની મૃત્યુંજય ના રૂપમાં ઉપસ્થિ છે. અહીં આવનારા ભક્તો ની દરેક મનોકામના શિવ પૂર્ણ કરે છે. આ મંદિરમાં દર્શન કરવાથી પણ દરેક રોગ નષ્ટ થઇ જાય છે. અહીં શિવલિંગ સફેદ રંગનું છે.મોસમની સાથે બદલાય છે શિવલિંગનો રંગ:

શિવલિંગનો રંગ જો કે સફેદ છે, પણ મોસમની સાથે તેના રંગમાં બદલાવ આવી જાય છે. શિવ પુરાણોના અનુસાર દેવાધિદેવ મહાદેવે મહા સંજીવની મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ કરી હતી. અહીં ભગવાન મહામૃત્યુંજય મંત્ર ના જાપથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેને લીધે શ્રદ્ધાળુ ભારતના ખૂણે-ખૂણેથી મહામૃત્યુંજય ભગવાનના દર્શન માટે આવે છે.

અહીં મહામૃત્યુંજય ના જાપથી કાલ મૃત્યુ ના ભયથી મળે છે મુક્તિ:માન્યતા છે કે અહીં શિવ આરાધના કરવાથી આયુષ્ય લાબું રહે છે અને દરેક સંકટો પણ દૂર થાય છે. આ શિવાલયનું મહત્વ દ્વાદશ જ્યોતિર્લિંગો ના સમતુલ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન મહામૃત્યુંજય ના સમક્ષ મહામૃત્યુંજય મંત્ર ના જાપથી અકાળ મૃત્યુ ને પણ ટાળી શકાય છે. અજ્ઞાત ભય, બધા અને અસાધ્ય રોગોને દૂર કરવા અને મનોકામના પુરી કરવા માટે અહીં મંદિરમાં નારિયેળ બાંધવામાં આવે છે અને બીલી પત્રક ચઢાવામા આવે છે.

શિવલિંગના ઉત્પત્તિની કહાની:

બાંધેલ રાજવાશ ના 21 માં મહારાજા વિક્રમાદિત્ય દેવે આ ઈલાકાની પાસે શિકારના દરમિયાન એક ભાગી રહેલા હરણની પાછળ સિંહ ને જોયું. આ જોઈને તે હેરાનીમા આવી ગયા, જયારે સિંહ મંદિર વાળા સ્થાન ની પાસે ચિત્તા ની પાસે આવી પહોંચ્યો, તો તે શિકાર કર્યા વગર જ પરત ફર્યો. રાજાએ એ સ્થાન પર ખોદકામ કરાવ્યું તો તેના ગર્ભમાંથી चीतल ભગવાનની સફેદ શિવલિંગ મળી આવી. પછી એક એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવ્યું.

મહામૃત્યુંજય ના આશીર્વાદથી રિવા રહ્યું આઝાદ:દેવયોગ થી મંદિર પરિસરની નજીકે એક અધૂરો કિલ્લો પડેલો છે, જેને શેરશાહ સુરીના પુત્ર સલીમ શાહનું કાળ માનવામાં આવે છે. મહારાજ વિક્રમાદિત્ય એ આ અધૂરા કિલ્લા ની નીવ પર ભવ્ય કિલ્લાનું નિર્માણ કરાવ્યું અને રિવા ને વિંધ્ય રાજધાની ના રૂપમાં વિકસિત કરી દીધું. આગળના 400 થી વધુ વર્ષોથી આજે પણ અહીં મહામૃત્યુંજય મંદિર ઉપસ્થિત છે. કહેવામાં આવે છે કે મહામૃત્યુંજય ભગવાનના આશીર્વાદથી રિવા ક્યારેય પણ કોઈનું ગુલામ રહ્યું નથી, ન તો મુગલો ના સમયમાં અને ન તો અંગ્રજો ના સમયમાં.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!