સાઉદીના પ્રિન્સે માની PM મોદીની આ મોટી વાત, જે આજ સુધી કોઈ નથી કરાવી શક્યું, PM મોદીએ કરાવ્યું

0

બુધવાર રોજ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી. વડાપ્રધાન મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મળીને એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરી હતી. આ સિવાય બંને વચ્ચે બેઠક પણ થઇ. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી. એવામાં સાઉદી અરબ અને ભારતના સંબંધોને લઈને એક નવી આશા જાગી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વિસ્તારમાં વાતચીત થઇ, જેના બાદ બંને પક્ષો પર્યટન સહીત ઘણા અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે પાંચ કરાર કર્યા, જે ભારત માટે સારી બાબત માનવામાં આવી રહી છે. બંને દેશોએ એક સાથે કહ્યું કે આતંકવાદનો ખાત્મો કરવો જ પડશે.
ઉપરાંત વડાપ્રધાન મોદીએ એ વાત કરી બતાવી જે આજ સુધી કોઈ જ કરી શક્યું ન હતું. વડાપ્રધાન મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ભારતના 850 કેદીઓને છોડી મુકવા વિનંતી કરી તો તેમને તરત જ ભારતીય કેદીઓને છોડી મુકવાનો આદેશ આપી દીધો. કાયદાકીય કાર્યવાહી કરીને હવે સાઉદી અરબ 850 ભારતીય કેદીઓને છોડી મુકશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે સાઉદીના પ્રિન્સે વડાપ્રધાન મોદીના અનુરોધને સ્વીકારીને ભારતીય હજ યાત્રીઓની સંખ્યા વધારીને 2 લાખ કરી દીધી છે, જે એક મોટી ઉપલબ્ધી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ભારતીય હજ યાત્રીઓની સંખ્યા 1,75,025 હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here