સાઉદીમાં બંધ દરવાજા પાછળ આવી છે મહિલાઓની LIFE – ચોંકી જશો ફોટોસ જોઇને..

સાઉદી અરેબિયાની કોમર્શિયલ બેન્ક સામ્બા ફાયનાન્શિયલ ગ્રૂપને પહેલી મહિલા સીઇઓ મળી છે. અહીંયા તમામ પ્રતિબંધો હોવા છતાં રાનિયા નશરે સફળતા હાંસલ કરી છે. સાઉદીના વિચિત્ર કાયદાઓ અહીંયાની મહિલાઓ માટે ઘણી મુશ્કેલીઓ સર્જે છે. બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી ફોટોગ્રાફર ઓલિવિયા આર્થરે અહીંયા ઘરમાં પૂરાયેલી મહિલાઓની જિંદગીને પોતાના કેમેરામાં કેદ કરી.

કેટલીય સ્ટુડન્ટને બહાર જવાની છૂટ ન હતી..ઓલિવિયાને સાઉદીની રાજધાની જેદ્દાહમાં યુવતીઓને બે સપ્તાહ માટે ફોટોગ્રાફી શીખવવા આવવા માટેનું આમંત્રણ હતું.


– સાઉદી પહોંચ્યા પછી જ્યારે ઓલિવિયા ક્લાસરૂમની બહાર ફોટોગ્રાફી માટે નીકળ્યા ત્યારે તેમની સ્ટુડન્ટ્સના કેટલાય પેરન્ટ્સે તેમની દીકરીઓને ફોટોગ્રાફી ઘરની બહાર જવાની પરમિશન આપી ન હતી. ઓલિવિયા જ્યારે ફોટોગ્રાફી કરતી હતી ત્યારે અન્ય એક મહિલા તેને શંકા ભરી નજરે જોતી હતી.


– તેની એક સ્ટુડન્ટની જાહેરમાં ફોટોગ્રાફી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક યુવતીએ પોતાની કઝીન સિસ્ટરનો ફોટો પાડ્યો તો તેના પરિવારે તેને ફરીથી વર્કશોપમાં જવા ન દીધી.

સાઉદીના વિચિત્ર નિયમો સામે ઓલિવિયા ના હારી..ઓલિવિયાએ જણાવ્યું કે ફોટો લેવા માટે અહીં સૌથી મોટી મુશ્કેલી અહીંની મહિલાઓના કપડા હતા.


– હિજાબ વગર અહીં મહિલાઓ ફોટો પડાવી શકતી નથી. તેણે જણાવ્યું કે, શરૂઆતમાં હું ખૂબ નિરાશ હતી કે આવા ફોટોનો ઉપયોગ હું ક્યાં કરીશ. આ ફોટોનો ક્યાં ઉપયોગ કરવો તે નક્કી કરવામાં મને લાંબો સમય લાગ્યો.


– બાદમાં કેટલાંક ફોટોઝમાં યુવતીઓના માત્ર પગ દર્શાવી ફોટો ક્લિક કર્યા. ઘણા ફોટોઝમાં મહિલાનો ચહેરો ન દેખાય તેવા ફોટો ક્લિક કર્યા.


– સાઉદીમાં અજીબોગરીબ નિયમો અને દરવાજા પાછળ બંધ મહિલાઓના જીવનને લોકો સમક્ષ લાવવામાં મદદ મળશે.

Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!