જયારે શ્રીકૃષ્ણ ની પત્ની સત્યભામા એ પૂછ્યું, મારામાં અને સીતા માં સૌથી સુંદર કોણ? શ્રીકૃષ્ણ એ આપ્યો આ જવાબ

0

શ્રીકૃષ્ણની હદયની રાણી તો રાધા હતી, પરંતુ તેના સિવાય તેમની આઠ રાણીઓ પણ હતી. રુક્મણિ તેમની પટરાણી હતી, અને બાકીની પત્નીઓ હતી, જાંબનંતિ, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આ બધી જ રાણીઓ શ્રીકૃષ્ણના હૃદયની નજીક હતી પરંતુ આમાંથી રાણી સત્યભામાને પોતાની સુંદરતા કંઇક વધારે ઘમંડ હતું. તેમને લાગતું કે આખા જગતમાં ફક્ત તે જ કે જે સૌથી સુંદર છે. તેમને આ વાતનો અહંકાર હતો અને શ્રીકૃષ્ણએ ઘણી ચાલાકીથી તેમનો આ અહંકાર તોડ્યો હતો. શ્રીકૃષ્ણએ તેમની સાથે સાથે ગરુડ અને સુદર્શન ચક્રનો અહંકાર પણ તોડ્યો હતો.

સત્યભામાએ પૂછ્યો સવાલ

શ્રીકૃષ્ણ તેમની પત્ની રાણી સત્યભામા સાથે દ્વારકામાં હતા. તે જ સમયે, સત્યભામાએ વ્યંગ સાથે હસતા શ્રીકૃષ્ણને પૂછ્યું કે તમે દ્રેતાયુગમાં રામના રૂપમાં અવતાર લીધો હતો. એ સમયે તમારી પત્ની સીતા બની હતી. શું એ મારા કરતા વધુ રૂપવાન હતી? શ્રીકૃષ્ણ સત્યભામાનો પ્રશ્ન સાંભળીને કઈંક કહેવા જતા હતા ત્યાં જ ગરુડે પણ એક પ્રશ્ન ઉભો કર્યો કે પ્રભુ, શું આ સંસારમાં કોઈ છે જે મારા કરતા વધુ ઝડપી ઉડી શકે? ત્યારે સુદર્શને પણ કહ્યું કે મારા કારણે જ તમે ઘણી વાર શત્રુઓનો નાશ કર્યો છે. શું મારાથી વધુ કોઈ શક્તિશાળી છે?

ત્રણેના સવાલ સાંભળીને પ્રભુ જાણી ગયા કે આ ત્રણેયને ઘમંડ આવી ચુક્યો છે જે જવાબ આપવાથી નહિ જાય. પરંતુ હવે તેમને બતાવવું પડશે. શ્રીકૃષ્ણને એક યુક્તિ સૂઝી, તો તેમને ગરુડને કહ્યું કે તું હનુમાન પાસે જા અને કહેજે કે ભગવાન શ્રીરામ અને સીતા મા દરબારમાં તેમની રાહ જુવે છે. ગરુડ દેવ આ સાંભળી તરત જતા રહયા. શ્રી કૃષ્ણએ સત્યભામાને કહ્યું કે તમે સીતાના રૂપમાં તૈયાર થઈને સામે આવજો. સાથે જ સુદર્શન ચક્રને આદેશ આપ્યો કે તમે મહેલના પ્રવેશદ્વાર પર પહેરો આપજો અને ધ્યાન આપજો કે મારા આદેશ વિના કોઈ અંદર પ્રવેશે નહિ. સુદર્શને તરત જ આ વાત માની લીધી. બીજી બાજુ શ્રીકૃષ્ણએ રામનું સ્વરૂપ ધારણ કરી લીધું.

હનુમાનની મદદથી તોડ્યો બધાનો ઘમંડ

ગરુણ દેવ હનુમાનજી પાસે પહોંચ્યા અને કહ્યું કે હે વાનરરાજ, ભગવાન રામ અને સીતા તમને દ્વારકાના દરબારમાં બોલાવે છે. તમે મારી સાથે ચાલો હું તમને તરત જ પહોંચાડી દઈશ. હનુમાનજીએ આડદર સાથે કહ્યું કે આપ આગળ ચાલો હું આવું છું. ગરુડ દેવે વિચાર્યું કે હનુમાનજી આટલા વૃદ્ધ છે, ખબર નહિ કઈ રીતે પહોંચશે. મેં તો ભગવાનના આદેશનું પાલન કરી લીધું, હવે જો તેમને આવવું હોય તો આવશે. આવું વિચારીને જયારે તેઓ દ્વારકા પહોંચ્યા ત્યારે હનુમાનજી પહેલાથી જ ત્યાં બિરાજમાન હતા. ગરુડની માથું શરમથી નીચું થઇ ગયું. હનુમાનજી આગળ વધીને કૃષ્ણને રામના અવતારમાં જોઈને પ્રણામ કર્યા. શ્રીકૃષ્ણએ કહ્યું કે હનુમાન તમે અંદર કરી રીતે આવી ગયા, તમને દ્વાર પર કોઈએ રોક્યા નહિ? ત્યારે હનુમાનજીએ મોઢામાંથી સુદર્શન ચક્ર બહાર કાઢીને મૂક્યું અને કહ્યું કે પ્રભુ મને તમને મળવાથી કોઈ કઈ રીતે રોકી શકે? ચક્રએ થોડો પ્રયાસ કર્યો હતો એટલે મેં તેને મોઢામાં જ દબાવી લીધું. ભગવાન સ્મિત કરવા લાગ્યા.

આ રીતે તૂટ્યો સત્યભામાનો અહંકાર
સત્યભામા હજી પણ સીતાના રૂપમાં હનુમાન સામે બેઠી હતી. હનુમાનજીએ તરત જ શ્રીકૃષ્ણને કહ્યું કે હે પ્રભુ, તેમને તો હું જાણું છું. તમે શ્રીકૃષ્ણ છો અને મારા પ્રભુ રામ પણ, પરંતુ માતા સીતાના સ્થાન પર તમે કોઈ દાસીને આટલું સન્માન આપી દીધું કે એ તમારી સાથે સિંહાસન પર વિરાજમાન થાય. આ સાંભળતા જ સત્યભામાની આંખો ભરાઈ આવી અને એમનો ઘમંડ પણ તૂટીને ચૂર થઇ ગયો. સાથે જ સુદર્શન અને ગરુડ પણ શરમાઈ ગયા કે અને સમજી ગયા કે તેઓ ઘમંડમાં આંધળા થઇ ગયા હતા. સીતા મા બીજું કોઈ નહિ પણ દ્રેતાયુગમાં રાધાનું રૂપ હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here