સત્ય પ્રેમકહાની – એક આર્મી યુવાન અને એક કાશ્મીરી યુવતી પહેલી નજરનો પ્રેમ પણ તેનો આવો અંજામ કોઈએ વિચાર્યો નહિ હોય…

0

થોડા સમય પહેલા ન્યુઝમાં એક સમાચાર બહુ દેખાડતા હતા, જેમાં એક આર્મી સિપાહી પર બળાત્કાર અને એક હત્યાના આરોપ બતાવવામાં આવ્યા હતા, આજે અમે તમને જણાવીશું એ સમાચારની હકીકત અને તેની પાછળ છુપાયેલ એક અદ્ભુત પ્રેમ કહાની વિષે. હા મિત્રો તમે પણ જાણતા જ હશો કે સાચા પ્રેમના રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે અને ઘણાની પ્રેમ કહાની સફળતા પૂર્વક પૂર્ણ થાય છે તો ઘણા એવા બદનસીબ લોકો પણ હોય છે જેમની પ્રેમકહાનીને સફળતા મળતી નથી અને તેનો બહુ કરુણ અંત આવે છે.

આ પ્રેમ કહાનીમાં પણ એક યુવક છે અને એક યુવતી છે પણ તેમની પ્રેમ કહાની વાંચીને તમને જરૂર લાગણી થઇ આવશે તેની ખાતરી હું આપું છું.

યુવકનું નામ સવાર રણજીત સિંહ એક શીખ યુવાને ૧૭ વર્ષની ઉમરે વર્ષ ૨૦૦૦ માં ભારતીય આર્મીમાં ભરતી થયો. પંજાબના એક નાનકડા ગામનો આ યુવાન ખિલાડી તો હતો જ પણ સાથે સાથે તે બાસ્કેટબોલમાં ચેમ્પિયન હતો. બે વર્ષની સેવા પછી તેને ગનર તરીકે ટેંક પર લઇ જવામાં આવે છે. થોડા જ દિવસોમાં તેનું ટ્રાન્સફર રાજસ્થાન રાઈફલમાં કરવામાં આવે છે. રાજસ્થાન રાઈફલ્સ એ આપણી સેનાનું એક મહત્વનું અંગ છે જે કાશ્મીરમાં ઈમરજન્સીના સમયમાં કામ લાગે તેના માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું. આમાં ૫૦% લોકો ઇન્ફટ્રીમાંથી અને બાકીના ૫૦% ભરતી આર્મીના બીજા ડીપાર્ટમેન્ટમાંથી કરવામાં આવે છે.

રણજીત એ ઇન્ફટ્રીમાંથી નહોતો એટલે તેને કાશ્મીર મોકલતા પહેલા ટ્રેનીંગ આપવા માટે કોપ્સ બૈટલ સ્કુલમાં મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેનીંગ ૪ અઠવાડિયાની એટલે કે ૧ મહિનાની હોય છે. રણજીતને આ ટ્રેનીંગમાં બેસ્ટ સ્ટુડન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. બહુજ અઘરી અને ખાસ ટ્રેનીંગ પછી રણજીત સિંહ એ પોતાની યુનિટના કંપની ઓપરેટીંગબેઝને જોઈન કરે છે. રણજીતને એવું હતું કે હવે અહિયાં થોડી રાહત મળશે, પણ અહિયાનું સેડ્યુલ તેની ટ્રેનીંગ કરતા પણ વધારે કડક હતું.

આ યુનિટમાં ૬૦ થી ૭૦ જવાન હોય છે જેમાંથી એક તૃતીયાંશ એડમિનિસ્ટ્રેશન અને સિક્યુરિટીમાં હોય છે, એક તૃતીયાંશ પેટ્રોલિંગ અને ઓપરેશનમાં અને બાકીના લોકો રેસ્ટ અને ટ્રેનીંગમાં હોય છે. કોઈ ઈમરજન્સીમાં બધા સિપાહી ફિલ્ડ પર હોય છે અને એ સમયે તેમને ૨૪ થી ૭૨ કલાક ડ્યુટી કરવી પડતી હોય છે એ પણ ફક્ત ૫ થી ૬ કલાક આરામ કરીને અને આ ૫ થી ૬ કલાક સળંગ તેઓ આરામ નથી કરી શકતા.

અહિયાં આવામાં ૬ મહિના સુધી રણજીત કામ કરે છે અને ઘણા નાના મોટા ઓપરેશનમાં ભાગ લે છે જેમાં ૭ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ યુનીટનું બીજું પણ એક ખાસ કામ હોય છે લોકો સાથે સંપર્ક કરવાનો તેમની સાથે વાત કરવાની. રણજીતને પણ આ કામ સોંપવામાં આવ્યું હતું તેને ગામના લોકો સાથે વાત કરીને માહિતી જમા કરવાની હતી. સામાન્ય રીતે સૈનિક ટીમ સાથે એક મેડીકલ ટીમ પણ જતી હોય છે. સદ્ભાવના ટીમ સાથે રણજીત ગામેગામ જવાનું શરુ કરે છે અને લોકો સાથે સંપર્ક કરે છે.

રણજીતે આ કામ પણ બહુ સારી રીતે કર્યું હતું અને પોતાના ઘણા સોર્સ ઉભા કર્યા હતા, તેમની સુચનાથી તેમણે ઘણા સક્સેસફૂલ ઓપરેશન પાર પડ્યા હતા. આવામાં એક દિવસ તેની મુલાકાત પોતાના એક સોર્સની બહેન સાથે થાય છે. પેલું કહેવાય છે ને પહેલી નજરનો પ્રેમ હા, બસ આવું જ થયું હતું એ બંનેની વચ્ચે. પહેલી મુલાકાતમાં બંને શરમાતા હતા અને સંકોચમાં હતા. પણ થોડા જ સમયમાં બંને એકબીજાને મળવાના કોઈને કોઈ બહાના શોધવા લાગે છે.

તમે વિચારો તો કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી સહેજ પણ ઉતરતી નથી આ લવ સ્ટોરી, એક શીખ યુવાન કે જે આર્મીમાં છે અને એક સુંદર કાશ્મીરી યુવતી કે જેને જોઇને કોઈને પણ તેની સાથે પ્રેમ થઇ જાય. એક તરફ સેનાનું ડીસીપ્લીન હતું તો બીજી તરફ અલગ અલગ ધર્મ અને સંસ્કૃતિ હતી. સમાજનો પહેરો હતો અને પશ્ચિમમાં ચાલતું યુદ્ધ હતું.

પણ દિલને કેવીરીતે મનાવવું? બંને એકબીજાના ઊંડા પ્રેમમાં હતા. તેમની મુલાકાત જાહેર જગ્યાએ થતી હતી પણ તેમને મળવાના બહુ ઓછા ચાન્સ મળતા હતા. યુવતી કોલેજ જતી હતી એટલે તે બંનેનો પ્રેમ મોબાઈલથી આગળ વધ્યો. કલાકોની કલાકો ફોન પર વાતો, આ વાતોને કારણે રણજીતની જે ૫ કે ૬ કલાકની ઊંઘ હતી એ પણ રહી જતી હતી. પણ કહેવાય છે ને પ્રેમમાં રાતોની ઊંઘ ઉડી જતી હોય છે, બસ આવું જ થયું હતું રણજીત સાથે.

આ વખતે જયારે રણજીત રજાઓ ગાળીને પરત આવ્યો ત્યારે તે પોતાની પ્રેમિકા માટે એક વીંટી પણ સાથે લાવ્યો હતો. તેમના એક મેડીકલ કેમ્પમાં તે તેને વીંટી આપે છે. પણ ૬ મહિના બહુ જલ્દી વીતી ગયા અને રણજીતનું પોસ્ટીંગ બીજી જગ્યાએ થયું, તેને કાશ્મીર છોડીને જવું પડે એમ હતું. રણજીતને એક દિવસ પછી પોતાની પોસ્ટીંગ પર જવાનું હતું એટલે તેને ડ્યુટી પરથી રજા આપવામાં આવી હતી એ રજા તેને પોતાનો સમાન પેક કરવા માટે આપી હતી અને તેને કેમ્પ છોડીને જવાની મનાઈ હતી.

તે કાશ્મીર છોડીને જવાનો હતો એટલે તે પોતાની પ્રેમિકાને મળવા માટે બોલાવે છે. પણ અહિયાં તો તે કેમ્પની બહાર જઈ શકતો જ નથી. ત્યારે તે જુએ છે કે એક પેટ્રોલિંગ ટીમ એ ચાલતા બહાર જઈ રહી હોય છે તે કોઈને પણ જણાવ્યા વગર એ ટીમની પાછળ પાછળ ચાલતો નીકળી જાય છે. જયારે ગામની નજીક પહોચે છે તો તે ટીમથી અલગ થઇ જાય છે અને એક અવાવરું ઘર પાસે પહોચી જાય છે.

રણજીત એ પોતાના યુનિફોર્મમાં અને બધા હથિયાર સાથે હતો. આ મકાનમાં જ તેણે પોતાની પ્રેમિકાને મળવા બોલાવે છે. રણજીત જાણતો હતો કે તે રિસ્ક લઇ રહ્યો છે પણ કહ્યું છે ને પ્રેમમાં રિસ્ક તો હોવાનો જ અને રિસ્ક ના હોય એ પ્રેમ કેવો પ્રેમ. તેમની મુલાકાતમાં તેમણે તેમની પ્રેમિકાને વચન આપ્યું કે તેઓ જલ્દી જ તેને મળવા માટે પરત આવશે અને પછી તે ઘરની બહાર નીકળી ગયા, પણ ઘરની બહાર એક મુસીબત તેની રાહ જોતી ઉભી હતી.

જેવો તે ઘરથી બહાર નીકળ્યો તો તેણે જોયું કે ઘરની બહાર બહુ મોટી ભીડ જમા થઇ ગઈ હતી. બીડના બધા લોકો બહુ ગુસ્સામાં જણાતા હતા. બધા લોકોએ રણજીતને ચારે તરફથી ઘેરી લીધો હતો અને તેને ધક્કો મારીને મારવા લાગ્યા હતા. બધા બુમો પાડી રહ્યા હતા કે રણજીતે આ યુવતી સાથે બળાત્કાર કર્યો છે. રણજીતે એ લોકોને સમજાવવાની બહુ કોશિશ કરી અને પેલી યુવતીએ પણ બધાને સમજાવવાની બહુ કોશિશ કરી પણ કોઈ તેમની વાત સંભાળવા તૈયાર થયું નહિ. બધા તો બહુ જ ગુસ્સામાં હતા અને બધા તો તેને મારવા માટે પણ તૈયાર થઇ ગયા હતા, ત્યારે રણજીત એ પોતાની બંધુક હાથમાં લીધી અને લોકોને સાવધાન કર્યા.

રણજીતના હાથમાં બંધુક જોઇને એક વ્યક્તિ બહુ ગુસ્સે થઇ ગયો અને તેણે પોતાના હાથમાં કુહાડી ઉપાડી લીધી. બીજો કોઈ રસ્તો ના હોવાથી રણજીતે ફાયર કર્યું અને ગોળી એ વ્યક્તિને વાગી અને એ વ્યક્તિ ત્યાં જ ઢેર થઇ ગયો. આ બધું જોઇને ભીડમાં નાસભાગ થઇ ગઈ. આમાં રણજીત નીકળ્યો અને આગળ ભાગવા ગયો પણ આગળ જઈને તેણે જોયું કે બીજી એક ભીડ તેની તરફ આવતી હતી, આટલી ભીડની વચ્ચે તે એકલો ઉભો હતો અને લોકોની ભીડે તેના પર પથ્થરમારો ચાલુ કર્યો. ભીડમાં રહેલ બધા લોકો રણજીતનો જીવ લેવા માંગતા હતા.

આ સમય રણજીત માટે બહુ અઘરો હતો. તેની પાસે ગન હતી, ગ્રેનેડ હતા, તે ભીડ પર ગ્રેનેડ ફેંકીને ત્યાંથી નીકળી શકતો હતો પણ તેનાથી ઘણા બધાલોકોના જીવ જવાની શક્યતા હતી. તેના મનમાં પહેલાથી જ એક જીવ લેવાનો અપરાધ ભાવ હતો, રણજીતે ભીડ પર નજર કરી અને ત્યાં ભીડમાં તેની પ્રેમિકા તરફ પણ તેણે જોયું, તેની પ્રેમિકા લોકોના હાથમાં પકડાયેલ હતી અને તડપી રહી હતી, બંનેની નજર એક થાય છે અને યુવતીની આંખમાં આંસુ હોય છે.

ત્યારે રણજીતે મનમાં એક નિર્ણય લીધો તેણે પોતાની ગન ઉઠાવી અને તેની નાળ પોતાના માથા પર મૂકી અને એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો અને એ ગોળી તેના માથાની આરપાર નીકળી ગઈ હતી. આ સમાચાર કાશ્મીરમાં આગની જેમ ફેલાઈ ગયા કે સેનાના એક જવાને એક કાશ્મીરી યુવતી પર રેપ કર્યો અને એક વ્યક્તિને ગોળી મારી દીધી. આર્મી માટે આ વાત બહુ શરમજનક હતી. તરત એક્શન લેતા પોલીસે કાર્યવાહી શરુ કરી.

રણજીતના મોબાઈલથી એ યુવતીની કોલ ડીટેઇલ મળી અને પોલીસે એ યુવતીની પુછતાછ શરુ કરી, પછી યુવતીએ બધી હકીકત જણાવી. સેના અને પોલીસે એ ગામ કે જે સોનમર્ગના રસ્તા પર આવે છે અને કંગન નામથી ઓળખાય છે ત્યાના મોટા અને ઘરડા લોકોની એક મીટીંગ બોલાવે છે. ત્યાં આ યુવતીએ બધી સાચી હકીકત જણાવી, આટલું થયા પછી ત્યાં પ્રોટેસ્ટ રોકાયું.

સરકારે મૃતક રણજીતના પરિવારને વળતર આપ્યું. આ યુવતીને સેનાએ પોતાના સંરક્ષણમાં લીધી અને તેના ભણવાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી. રણજીત જેણે આત્મહત્યા કરી લીધી હતી, કહેવાય છે કે આત્મહત્યા તો કાયર વ્યક્તિ જ કરે પણ એવું નથી હોતું, સેનાના અધિકારીઓ જાણતા હતા કે રણજીતે આત્મહત્યા કેમ કરી, સેનાએ રણજીતને કીલ્ડ ઇન એક્શન ગણાવ્યું જેનાથી ઘણા બધા લોકોનો જીવ લેવાને બદલે પોતાનો જીવ આપવો અને તેણે એક અનોખી પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો.

આવી પ્રેમ કહાની અને આવો નિર્ણય તો એક ભારતીય સૈનિક જ લઇ શકે, હું સલામ કરું છું રણજીત સિંહને. અને આમ અધુરી પ્રેમ કહાનીઓમાં આ બીજી એક પ્રેમ કહાની ઉમેરાઈ ગઈ… તમે પણ કોમેન્ટમાં તમારા મનમાં કેવા વિચાર આવ્યા એ જરૂર જણાવજો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here