અમુક જ દિવસોમાં આટલા બદલાઈ ગયા સતીશ કૌશિક, ઓછો કર્યો એટલો વજન કે તમે ઓળખી નહિ શકો…

0

એક્ટર-ડાયરેક્ટર-પ્રોડ્યુસર સતીશ કૌશિક હાલ ખુબ જ બદલાઈ ગયા છે. તેમણે અમુક જ અઠવાડિયાં માં 25 કિલો વજન ઓછું કર્યું છે. આ વજન તેમણે પોતાની લાઇફસ્ટાઇલ માં બદલાવ લાવીને મેળવ્યું છે. ખાવા પીવા ના મામલામાં તે ખુબ જ સાવધ રહ્યા અને પોતાના મોટા શરીર થી મુક્તિ મેળવી. સતીશ નું તેના આ વિશે કહેવું છે કે,”મારા ખોરાક માં હવે માત્ર ફળ અને શાંભાજીઓ જ છે. હું હાઈ પ્રોટીન ડાઈટ લઇ રહ્યો છું અને ખાંડ ને પુરી રીતે છોડી દીધી છે. મને વિશ્વાસ છે કે મારી આગળની ફિલ્મ શરૂ કરતા પહેલા અમુક કિલો હજી પણ વજન ઓછો થઇ જાશે”.લગભગ બે વર્ષ પેહલા એક્ટર-ડાયરેક્ટર સતીશ કૌશિક એ રેડિયો પર એક શો પણ કર્યો હતો. જેમાં કામ કરવાની તેની ઈચ્છા લગભગ 40 વર્ષોથી હતી. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં ના દિવસો ને યાદ કરતા સતીશ કૌશિક એ કહ્યું કે, ”રેડિયો પર કામ કરવાની ઈચ્છા ત્યારથી હતી જયારે અમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. ‘યુવા વાણી’ માટે મેં પણ એકવાર કોશિશ કરી હતી,  પણ જે અવાજ મને આપામાં આવ્યો, તેનાથી ફરીથી રેડિયો સ્ટેશન ના તરફ જોવાની હિંમત પણ ના થઇ. ઓડિશન ના પછી મને કહેવામાં આવ્યું કે,”ભૈયા…આ શો બાળકો ને ડરાવવા માટેનો નથી”. હવે આટલા વર્ષો પછી આ કામ મેં એટલા માટે કર્યું કેમ કે તે ખુદ ચાલીને મારી પાસે આવ્યું.
તે કહે છે કે રેડિયો બદલાઈ રહ્યું છ, ખુબ જ આધુનિક પણ થઇ ગયું છે. શરૂઆત થી જ તેની ખુબ જ ઓળખ હતી, હવે તેઓ તે વધુ ફેલાઈ ગયું છે. હું અહીં તે જ કારણ ને લીધે છું. હું માનું છું કે લોકો મારા અવાજ ને ઓળખે છે અને કલ્પના કરી શકે છે કે હું ક્યાં અંદાજ માં તેની સાથે વાત કરી રહ્યો છું”.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here