સતત બેસવાથી પણ થાય છે નૂકશાન, વાંચો આ જીવન ઉપયોગી આર્ટીકલ …

0

આજ નો યુગ એ એક તરફ થી જોવા જઈએ તો બેસવા નો યુગ થઈ ગયો છે કારણ કે કોમ્પ્યુટર. લેપટોપ, મોબાઈલ વગેરે માં માત્ર ને માત્ર લોકો કલાકો સુધી સમય કાઢી નાખે છે. જે તેની શરીર ને અનેક રીતે નુકસાન કરે છે. સતત આઠ કલાક ખુરશી પર બેસી ને કામ કરવું એ તમારી ઉંમર ને ઘટાડી શકે છે. માટે જ જો તમે લાંબી ઉંમર ઇચ્છતા હો તો થોડા સમય માટે જરૂર ને જરૂર હલન-ચલન કરવું જોઈએ. ઘણા અધ્યયનો માં સાબિત થયું છે કે જો તમે સતત આઠ ક્લાક થી વધુ સમય માટે ઓફિસ કે ઘરે ખુરશી પર બેસી રહો છો તો અનેક બીમારી ના ભોગ બની શકો છો. આથી જ ઘરે કે ઓફિસે સતત આટલા સમય માટે ખુરશી પર બેસવું નહીં, એટલે કે આળસ નો ત્યાગ કરવો.

અમેરિકા ની કૈન્સસ યુનિવર્સિટી ની એક રિસર્ચ માં એવું જાણવા મળ્યું છે કે સતત આઠ કલાક માટે ઓફિસ માં બેસી રહો તો તમે અનેક બીમારીઓ ના શિકાર બની શકો છો. આ રિસર્ચ દરમિયાન એવું તથ્ય સામે આવ્યું છે કે સતત ચાર કલાક બેસવા વાળા માણસો ને થોડા સમય પછી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હ્રદય ને સંબંધિત બીમારી થઈ શકે છે.
જો લાંબી ઉંમર ઇચ્છતા હો તો બેસવા કરતાં ઊભા રહી ને પોતાની ની આદત માં સુધારો લાવી શકો છો. જો તમે દરરોજ ત્રણ કલાક થી ઓછું બેસો છો તો તમે તમારી ઉંમર માં બે વર્ષ વધુ જોડી શકો છો. વધારે સમય માટે બેસવું નુકસાનકારક છે અને તેનો ખતરો એટલો જ છે જેટલો ધ્રુમપાન થી થાય છે. આથી એ વાત થી કોઈ ફરક નથી પડતો કે કોઈ ગમે એટલો સમય જીમ માં વિતાવે કે વધારે પડતી શાકભાજી ખાય પરંતુ જો લાંબા સમય માટે બેસવા માં આવે તો તેનાથી તમારા જીવન ના દિવસો ને ઓછા જ કરો છો.

હાલતા-ચાલતા રહેવા થી કે ઊભા રહેવા થી શરીર નું સંતુલન બની રહે છે. જેનાથી ઉચિત કસરત પણ થઈ જાય છે. તથા હ્રદય સંબંધી બીમારી નું જોખમ પણ ઓછું થઈ જાય છે.

ઓફિસ માં ડેસ્ક જોબ શરીર ની તંદુરસ્તી ને ઘણું નુકસાન કરે છે. હાલ માં જ એક શોધ માં એવી વાત સામે આવી છે કે વધારે સમય માટે બેસી રહેવા થી સ્ત્રીઓ માં કેન્સર નું જોખમ વધી જાય છે. અમેરિકન કેન્સર સોસાયટી દ્રારા કરેલા સંશોધન થી એવું માનવા માં આવે છે કે સ્ત્રીઓ 6 કલાક કે તેથી વધુ સમય માટે બેસી ને કામ કરે અને તેમાથી જો તે 3 કલાક બેસી ને કામ કરવા વાળી સ્ત્રીઓ ની સરખામણી માં કેન્સર થવા નું જોખમ 10 ટકા જેટલું વધી જાય છે.
આમ 6 કલાક થી વધુ બેસી ને કામ કરવા થી મલ્ટી માઈલોમાં, ઓવેરિયન કેન્સર, ઈનવેસિવ બ્રેસ્ટ કેન્સર થવા ની શકયતા વધી જાય છે. જો કે એ વાત પણ સામે આવી છે કે વધારે સમય માટે બેસી ને કામ કરવા વાળા પુરુષો માં કેન્સર થવા નું જોખમ હજી સુધી ધ્યાન માં નથી આવ્યું. આ શોધ માં એવું પરીક્ષણ કરવા માં આવ્યું કે પુરુષો અને સ્ત્રીઓ માં બેસી ને કામ કરવા થી થતી બીમારી ની તપાસ કરવા માં આવી છે. આ અધ્યયન માં શરૂઆત માં કોઈ ને પણ કેન્સર હતું નહીં. અને શોધ પૂરી થયા પછી કેન્સર નું પ્રમાણ જોવા મળ્યું હતું.

ઓફિસો માં સતત કલાકો સુધી એકધારા બેસી ને કામ કરતાં રહેવા થી અથવા લાંબા સમય માટે ટેલિવિજન જોતાં રહેવા થી કે કોમ્પ્યુટર ની સામે ચીપકી રહેવા થી લોકો ને ગંભીર બીમારીઓ નો ભોગ બનવું પડે છે.

આ સ્થિતિ ની આશંકા 61 પ્રતિશત વધી જાય છે. બીજી ઘણી શોધો માં પણ એવું સાબિત થયું છે કે સતત 6 કલાક કે તેના થી વધુ સમય માટે બેસી રહી ને કામ કરવા થી કેન્સર, મધુ પ્રમેદ, હાર્ટ એટેક, માંસપેશીઓ અને હાડકાં ને સંબંધિત ગંભીર બીમારી ની ઝપેટ માં આવી જવા નું જોખમ ઘણું વધી જાય છે.

આમ લાંબા સમય માટે બેસી રહેવા થી આપણી માંસપેશીઓ ક્રિયાશીલ રહેતી નથી. જેના કારણે આપણાં મગજ ને તાજું લોહી અને ઑક્સીજન મળી શકતું નથી. માંસપેશીઓ ના ફેટ ને પણ ઓછું બાળે છે અને જેના કારણે ફેટી એસિડ હ્રદય ની કાર્ય પ્રણાલી માં અડચણ ઉત્પન્ન કરે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here