સાસુ ની કલા…. નવો માળો બાંધવાનો છે..પિંખવાનો નથી – નાનકડી સ્ટોરી

0

આજે એક લેખ વાંચી લખવાનું મન થયું..

એક દીકરી જ્યારે પરણી ને સાસરે આવે છે ત્યારે સાચું કહું..એના મન માં માત્ર ને માત્ર એનો પતિ હોઈ છે…એની સાથે રહેવા ના..ખુશી માણવા ના..પ્રેમ આપવાના ને પ્રેમ મેળવવા ના સપના હોઈ છે..પતિ ની ખુશી માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે..એક સુંદર સપના માં રાચતી હોઈ છે.
સાસુ સસરા નણંદ એનો એના મન માં કોઈ વિશેષ સ્થાન નથી હોતું..બસ પતિ માટે એ બધા ને પણ ખુશ રાખીશ.. પ્રેમ થી રહીશ..બધા ને પ્રેમ આપીશ એક વિચાર હોઈ છે..પણ કેન્દ્ર માં માત્ર ને માત્ર પતિ હોઈ છે…

પણ સાસરી માં આવ્યા પછી…એને રોજ રોજ જે નવા નવા ફરમાનો.. માંગણીઓ…નિયમો…કાયદાઓ..રજુ કરવા માં આવે છે તે પણ તે સહર્ષ સ્વીકારવા તૈયાર હોય છે..પણ ક્યારેક પતિ ને પોતાની વચ્ચે આ ફરમાનો ને લાગણીઓ ને કાયદાઓ આવે મેં તેમાં પતિ ની બેપરવાહી ને સત્ય સમજવા માટે જ્યારે અશક્તિમાન જોવે છે ત્યારે એ સ્ત્રી ને પોતાને આઘાત ને ઊંડાણ માં દુઃખ થાય છે…
ત્યારે એ એક અલગ વિશ્વ માં અલગ સમાજ માં..અલગ વાતાવરણ મા અલગ દુનિયા માં આવી છે તેનો અહેસાસ થાય છે….ને જ્યારે તે આ બધા માં.પોતાને એકલી પામે છે ત્યારે …..ત્યારે આ સાસુ ..નણંદ ને સાસરી વાળા નું તેના વિચાર માં આગમન થાય છે…
ત્યારે એને સમજાય છે કે..એ એક ચક્રવ્યૂહ માં છે ..જેમાંથી નીકળવું તેના માટે હવે અશક્ય નથી..

પછી તે એ રચનાઓ ને પ્રેમ ને અસનમજ માં થી પોતાની રીતે તે દરેક ને સાચવવાનો ખૂબ પ્રયત્ન કરે છે.. ત્યારે.. ત્યારે..સાસુ એ સમજવાનું છે કે..તે પણ નવી છે..તેને વાર લાગશે..પ્રેમ ને સમજણ થી ધીમે ધીમે…. સમજાવી ઘર તરફ વાળવાની છે.. સાસુમા એ પ્રેમ ના સ્વપ્નો માં ફૂલ ઉગાડવા ના છે .કાંટા નહિ…સુખ આપવાનું છે દુઃખ નહીં..

પતિ ના પ્રેમ માં પાગલ એ દીકરી ને માં નો પ્રેમ આપી પોતાની તરફ કરવાની છે..સાસુ નું ઝેર આપી પોતાના થી નફરત થાય તેવું વાતાવરણ ઉભું ના કરવું.. પોતાના દીકરા માં અંધ આ વહુ દીકરા ને રાજી કરવા મથામણ કરે છે તો તેને સાથ આપી દીકરા નીં ખુશી માટે જેમ વહુ મહેનત કરે છે તેમ..સાસુ એ પણ.પોતાના ના માતૃત્વ પ્રેમ થી વહું દીકરા ના પ્રેમ માં વધારો થાય ને તેઓ ખુશી થી જીવન માં નવું શીખે તેવું વાતાવરણ ઉભું કરવાનું છે..

તે વાતાવરણ ઉભું કરવાની જવાબદારી સાસુ ની છે..કેમ કે તે ઘર ની વડીલ છે..સ્ત્રી મોભ છે..વહુ તો નવી છે..સાસુ ઘર ની રીતભાત ને જાણે છે..તે રીતભાત મા કેટલી છૂટછાટ ને બાંધછોડ કરી..કેવી રીતે નવા બાળક ને તેમાં ઢાળવો તે સાસુ ની કલા છે..
તેણે ખુબજ ધીરજ ને પ્રેમ થી નવા પંખી ના માળા ને બાંધવાનો છે…પિંખવાનો નથી..

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!