આજે વાંચો અને જુઓ માતૃપ્રેમની સાચી પરિભાષા, ઇન્સાન જેટલી જ લાગણી એક સિંહણમાતાએ દાખવી દીપડીના ભૂલા પડેલા બચ્ચાને..આ વાત ગરવી ગુજરાતનાં ગીરની છે….

0

ઈશ્વરે આ સંસારમાં સૌ પ્રથમ માતાનું સર્જન કર્યું હશે…અને એટ્લે જ અલંકારોની ભાષામાં પણ કહેવાયું છે કે માં તે માં અને માતા ઉપર ઘણી બધી ગુજરાતી કહેવતો પણ છે જે માતાના પ્રેમ, માતાના વાત્સલ્યને ટૂકમાં ઘણું બધુ કહી જાય છે. “માં તે માં, બીજા બધા વગડાના વાહ”, ઘોડે ચડનાર બાપ મરજો પણ છાણાં વિનનાર મા ના મરતા ” આ બધી જ કહેવતો એમ કઈ સાર્થક નથી થઈ ને એમ જ લોક મોઢે વારંવાર બોલવામાં આવતી નથી. માતાનું વાત્સલ્ય જ એવું નિર્દોષ, નિસ્વાર્થ ને પ્રેમાળ છે કે જન્મ થી લઈને મૃત્યુ સુધીની સફરમાં હરકોઈ બાળક કે વ્યક્તિ તેની માતાના પ્રેમને, માતાની હૂંફને ઝંખે છે. અને આ સંસારમાં દરેક વ્યક્તિને ભગવાને માતાનું વાત્સલ્ય મળી રહે એટ્લે જ કદાચ માતાનું સર્જન કર્યું હશે.
દીકરો ગાંડો હોય કે એકદમ હોંશિયાર ને ડાહ્યો. તેને માતાનો પ્રેમ અવિરત મળે છે. એક સંતાન હોય કે પાંચ બધા જ સંતાનને માતા સરખો જ વ્હાલ કરશે. એમાં ક્યારેય કોઈ ભેદભાવ જોવા નહી મળે. એવું નથી કે કોઈ સ્ત્રીનું હૃદય જ એકલું માતૃત્વથી ભરેલું છે, પરંતુ પ્રાણી હૃદયમા પણ માતાનું સર્જન કર્યું છે.આજે એનું ઉતમ ઉદાહરણ ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં સામે આવ્યું છે.
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ, કહેવાય છે કે માતાનું હૃદય વાત્સલ્ય, પ્રેમ અને કરુણાનો સાગર છે….આ પ્રેમ માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓમાં પણ જોવા મળે છે…આવી જ અવિસ્મરણીય ઘટના ગીર અભયારણ્યમાં જોવા મળી છે.જ્યાં એક સિંહણ દીપડાના બચ્ચાંનું કરે છે લાલનપાલન.
જુઓ આ છે ગીર પશ્ચિમ વિભાગની સિંહણ…રક્ષા નામની આ સિંહણ દીપડાના બચ્ચાંનું ભરણપોષણ કરી રહી છે…..માત્ર છ દિવસના વન વિભાગના અધિકારીઓની નજરમાં આવેલ આ ઘટના ઐતિહાસિક બની છે.સિંહ અને દીપડા વચ્ચે દુશમની હોય છે.જેમાં સિંહ ચડિયાતો સાબિત થાય છે.ત્યારે આ અદભુત નજારો જોવા મળતા વન વિભાગના અધિકારીઓ પણ અચરજ પામ્યા છે…
માતાના હદયમાં માત્ર પ્રેમનું ઝરણું વહેતુ હોય છે….પોતાના બચ્ચાં પ્રત્યે તો પ્રેમ, લાગણી અને હૂંફ હોય તે સ્વાભાવિક છે…પંરતુ આવો જ પ્રેમ દૂષમન ના સંતાનો તરફ થાય તે અચરજ પામે તેવી ઘટના બનતા વન વિભાગ પણ આનંદની લાગણી અનુભવી રહ્યું છે….
રક્ષા નામની સિંહણ પોતાના બે બચ્ચાં સાથે સાથે દીપડાના એક બચ્ચાંને પણ સ્તનપાન કરાવે છે…પાણી પીવડાવે છે.અને રસ્તા ઉપર ચાલતી વખતે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવે છે…. વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાંને મૌગલી અને સિંહણને રક્ષા નામ આપવામાં આવ્યું છે….

માતૃપ્રેમની પરિભાષા પ્રાણીઓમાં જોવા મળી છે…જો દુશમની ભૂલી પ્રેમના પાઠ શીખવતી સિંહણ માતૃપ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here