સારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટ થી દૂર થઈ જાશે સમસ્યા… આર્ટિકલ વાંચો

0

સારો પગાર હોવા છતાં પણ તમારા ઘરમાં પૈસાની અછત બની રહે છે તો આ ગણેશ ચતુર્થી પર તમે પોતાના દરેક કષ્ટ દૂર કરવા માટે તૈયાર થઇ જાઓ. ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ જી નો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે જેના પર ગણેશ જી ની કૃપા થઇ જાય તેઓના જીવનથી દરેક બાધાઓ દૂર થઇ જાય છે. આ વખતે ગણેશ ચતુર્થી નો ઉત્સવ 13 સપ્ટેમ્બર થી શરૂ થઇ ને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગણેશ જી ને અમંગલ અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જો સારી એવી કમાણી હોવા છતાં પણ તમારા ઘરોમાં પૈસા ની તંગી છે તો આ આસાન ઉપાય તમારી સમસ્યાઓ ને દૂર કરી શકે છે.ગણેશ જી ને સિંદૂર ખુબ જ પસંદ છે. તેની પૂજા કરવાના સમયે આ ખાસ મંત્ર નો ઉચ્ચારણ જરૂર કરો.
મંત્ર –  ‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः’ ।

ધ્યાન રાખો કે આ મંત્ર ના બોલવાના સમયે તમારે ગણેશ જી ના માથા પર સિંદૂર લગાવાનું છે. મંત્ર બોલ્યા પછી આ જ સિંદૂર તમારા માથા પર લગાવો.જો તમે પૈસા ની સમસ્યા દૂર કરવા માગો છો તો ગણપતિ ને શમી વૃક્ષ ના અમુક પાન દરેક રોજ ચઢાવો. તેના સિવાય આર્થિક સમસ્યા ને દૂર કરવા માટે બાપા ને ધ્રોકળ, તલ ના લાડુ, ગાય નું શુદ્ધ ઘી અને ગોળ નો ભોગ લગાવો. યાદ રાખો કે ધ્રોકળ ગણેશ જી ના માથા પર રાખવાની છે ન કે તેના ચરણોમાં.

જો તમે પોતાના માટે ગણેશ જી થી સુખ ની કામના કરવા માંગો છો તો ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’ મંત્ર બોલતા બાપા ને સૂકા ચોખા ચઢાવો. શ્રી ગણાધિપતયૈ નમઃ મંત્ર નો જાપ કરવાથી તમારો પ્રમોશન થવાનો યોગ બનશે. ગણેશ મંદિર માં શુદ્ધ દેશી ઘી નો દીવો લગાવો. ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરવાથી તમારી દરેક સમસ્યા નો અંત થઇ જાશે. આ પાઠ માં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ બાપા ને લાડુ નો ભોગ લગાવે છે, તેનું ક્યારેય પણ અમંગલ નથી થાતું. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here